SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્થસ્વામી સમેતશિખર પર્વત પર પધાર્યા. ત્યાં પાંચસો મુનિરાજો સાથે એક માસનું અનશન કર્યું. મહિનાના અંતે ફાગણ વદ સાતમને દિવસે શ્રી સુપાર્શ્વનાથસ્વામીએ વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી | (શ્રી પદ્મપ્રભુસ્વામીના નિર્વાણ પછી નવ હજાર કરોડ સાગરોપમ વીત્યા ત્યારે) પાંચસો મુનિરાજો સહિત સમેતશિખર તીર્થે મોક્ષપદ પામ્યા. | જિનાલયની સ્થાપત્યરચના જિનાલયની બહાર આવેલો ખુલ્લો ચોક મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની વેદિકા [૨ જિનેશ્વર ભગવંતોની દેવકુલિકા પ્રાચીન શ્રી શાંતિનાથજી (વેળુની પ્રતિમા) શ્રી જિતકુશલસૂરિજીનાં યુગલ ચરણ ૫ મુખ્ય દ્વાર તીર્થ પ્રવેશદ્વાર ૪ જ્યારે પૂર્વ દિશાએથી સૂર્યનું પ્રથમ કિરણ પ્રભુનો ચરણસ્પર્શ કરે છે ત્યારે આ તીર્થનાયકની શોભા અવર્ણનીય બને છે. ૨૫૦ વર્ષ જૂના આ મુખ્ય મંદિરમાં આરસની છત્રીકાર પીઠિકામાં સંપ્રતિ રાજાના સમયના ૨૭૦૦વર્ષપ્રાચીન, ૬૮ સે.મી.ના શ્વેતવર્ણા, પદ્માસનસ્થ મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી પગલાં સહિત બિરાજે છે. મૂળનાયકની આજુબાજુ નાના શ્વેત પાષાણના શ્રી સુપાર્શ્વનાથજી બિરાજે છે અને આગળ શ્યામવર્ણા શ્રી મલ્લિનાથજીની મૂર્તિ છે...નમો જિણાણ. મંદિરમાં ડાબી બાજુના ખંડમાં જિનેશ્વર પ્રભુની દેવકુલિકામાં (નં. ૨) ઉપરની હરોળમાં મધ્યે શ્વેત વર્ણના પાષાણના શ્રી શાંતિનાથજી, ડાબે શ્રી નેમિનાથજી, જમણે શ્રી પદ્મપ્રભુજી, આગળ નીચે ડાબી બાજુ શ્રી સુબાહુસ્વામી, મધ્યમાં ગેરુ વર્ણના શ્રી સંભવનાથજી તથા જમણે નીચે શ્રી ચોવીસી બિરાજમાન છે.... નમો જિણાણ. મૂળનાયકની વેદિકાની બાજુમાં શ્યામ રંગની એક નાનકડી વેદિકામાં વેળુ (રેતી)ના શ્રી શાંતિનાથજી પ્રભુની પ્રાચીન પ્રતિમા પ્રતિષ્ઠિત છે.... નમો જિણાણ. ૫૫ letion For Private & Personal use only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy