SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વારાણસી રેલવે સ્ટેશનથી ૪ કિ.મી. દૂર આવેલ આ તીર્થનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. વર્તમાન ચોવીસીના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચારેય કલ્યાણકોથી આ ભૂમિ પાવન થયેલ છે. વચ્છરાજ ઘાટ ઉપર, કોલકાતાના વચ્છરાજજી નામના શ્રાવકે આ શિખરબંધી તીર્થ બંધાવેલું. આ તીર્થ સુધી ચાર પૈડાંનાં વાહન જઈ શકતાં નથી એટલે સેવાપૂજાનો સામાન લઈને જ દર્શન કરવા જવું હિતાવહ છે. વારાણસીની આ સાંકડી ગલીઓમાં થઈને જ્યારે મુખ્ય મંદિરે પહોંચીએ ત્યારે ગંગાના વિશાળ પટના કિનારે, શાંત વાતાવરણમાં મંદિરનું આ દેશ્ય અત્યંત શોભાયમાન લાગે છે. ઘાટ સુધી નીચે ઊતરવાનાં પગથિયાં પણ છે. મંદિરની બહાર ખુલ્લા ચોકમાં બેસીએ ત્યારે એવું લાગે કે જાણે આ કલકલ વહેતી ગંગા નદી પણ પોતાના મંદ મંદ વહેણરૂપી ધ્વનિથી પ્રભુના નામનું નિરંતર સ્મરણ ના કરતી હોય ! ચારેબાજુ જૈન અને જૈનેતર મંદિરો શ્રદ્ધા અને ભક્તિનો ગુંજારવ કરતાં ઊભાં છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જીવન વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામના રાજાને પૃથ્વી નામની સુશીલ રાણી હતી. નંદિષેણ રાજાનો જીવ કે જે છઠ્ઠા રૈવેયકમાં હતો તેણે પોતાનું અઠ્યાવીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ભાદરવા વદ આઠમે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તેરાણી પૃથ્વીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. પૂર્ણ સમયે જેઠ સુદ બારસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સ્વસ્તિક (સાથિયા)ના ચિહ્નવાળા સુવર્ણવર્ણ પુત્રને તેમણે જન્મ આપ્યો. માતા પૃથ્વીરાણીનાં બંને પડખાં રોગથી વ્યાપ્ત હતાં, પરંતુ જ્યારે પ્રભુ માતાની કુક્ષિમાં આવ્યા પછી બંને પડખાં રોગરહિત, સુવર્ણરંગી અને ઘણાં સુકોમળ થયાં, માટે પુત્રનું નામ સુપાર્થ રાખવામાં આવ્યું. બીજો એક ઉલ્લેખ એવો છે કે, પ્રભુના પિતાનાં બંને પડખાંમાં કોઢનો રોગ હતો; ભગવંતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રોગ મટ્યો હતો. બસો ધનુષ્ય ઊંચી કાયાવાળા શ્રી સુપાર્શ્વકુમારે યૌવનવયમાં પ્રવેશ કર્યો. પાંચ લાખ પૂર્વ કૌમારવયમાં પસાર કર્યા પછી સુપાર્શ્વકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. શ્રી સુપાર્શ્વકુમારે રાજ્યનું સંચાલન વીસ પૂર્વાગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ સુધી કર્યું ત્યાર બાદ સંસારની મોહમાયા તરફ વૈરાગ્યભાવ પેદા થતાં દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી અને ત્યારથી એક વર્ષ સુધી સુપાર્શ્વકુમારે નગરજનોને દાન આપ્યું. જેઠ સુદ તેરસના દિવસે એક હજાર રાજાઓની સાથે પ્રભુ શ્રીસુપાર્શ્વનાથસ્વામીએ છઠ્ઠ તપની આરાધના કરીને દીક્ષા ગ્રહણ કરી અને તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી સુપાર્શ્વનાથસ્વામી નવ માસ સુધી પૃથ્વી પર વિહાર કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં તેઓ સહસ્રામ્રવનમાં આવ્યા. છઠ્ઠના તપ સાથે ફાગણ વદ છઠે દેશના આપી, જેમાં ભવસાગર પાર કરવા ત્યાગ વગર બીજો કોઈ રસ્તો નથી તે વાત સૌને સરળ રીતે સમજાવી. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને વિદર્ભ નામના ગણધર સહિત પંચાણું ગણધર થયા. વળી, માતંગ નામે યક્ષ (શાસનદેવતા) અને શાંતા નામની યક્ષિણી (શાસનદેવી) થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નવ માસ અને વીસપૂર્વાગ ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી (૫૪ For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy