SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નનન ચાલો, દર્શન કરીએ; પ્રભુ પાર્શ્વનાથનાં પ્રથમ ચાર કલ્યાણક જ્યાં થયાં છે તેવી ભેલપુરની પાવન ભૂમિનાં. આ.ભ. પૂ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના સુશિષ્ય આચાર્ય ભ. પૂ. શ્રી રાજયશસૂરીશ્વરજીએ વિ. સં. ૨૦૧૭માં એટલે કે તા.૧૭-૧૧-૨૦OOની સાલમાં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી શિખરબંધી જૈન શ્વેતાંબર મુખ્ય મંદિર અને ધાબાબંધી કલ્યાણક મંદિર એમ બંનેમાં પ્રતિષ્ઠા કરાવી. આ મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્યામવર્ણા, ૬૩ ઇંચના પદ્માસનસ્થ મૂળનાયક પુરુષાદાનીય પૌષદશમીય શ્રી પાર્શ્વનાથજીને.... તમો જિણાણ. મૂળનાયકને જ્યારે ચાંદીમાંથી બનાવેલ ૨૫ કિલોના નકશીદાર પંઠિયાની) આંગી ચઢાવવામાં આવે છે ત્યારે મૂર્તિને નીરખતાં, દર્શન કરતાં અવર્ણનીય આનંદ થાય છે. પુરુષાદાનીય’નો અર્થ થાય છે - “સર્વોત્કૃષ્ટ અનુકરણનીય’ - પ્રભુ પાર્થજીની ઉપર મેઘમાળીએ (કમઠનો જીવ) ઉપસર્ગ કર્યો પણ પ્રભુને મેઘમાળી પર દ્વેષ ન હતો જે વીતષિતાનું ઉદાહરણ છે અને ધરણેન્દ્ર દેવે પ્રભુની અનુપમ ભક્તિ કરી, પરંતુ પ્રભુને રાગ ન થયો તેવી તેમની વીતરાગતાને... વંદન કરીએ. પ્રભુ પાર્શ્વનાથના પુનિત ચરણનો જ્યાં સ્પર્શ થયો છે તેવી પાવન ભેલપુર તીર્થભૂમિનાં દર્શન કરીને આજે અનંત પુણ્યના સ્વામી બનીએ. સૌપ્રથમ જિનાલયમાં બિરાજિત જિનબિંબોનાં દર્શન કરીશું અને તેમની સ્તવના ગો] કરીશું. ૩૮ brary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy