SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વારાણસીનો ઇતિહાસ પ્રભુ આદિનાથ ભગવાનના સમયથી પ્રારંભ થાય છે. કાશીનરેશ : અકમ્પનની પુત્રી સુલોચનાનો આ ધરતી પર સ્વયંવર થયો હતો. સુલોચનાએ ભરતચક્રવતીના પ્રધાન સેનાપતિ જયકુમાર (બાહુબલીના પૌત્ર)ને સ્વયંવરમાળા પહેરાવી હતી. આ નગરીના ઇક્વાકુ વંશીય - રાજા અશ્વસેનની રાણી વામાદેવીએ ઈ.સ. પૂર્વે નવમી શતાબ્દીમાં સર્પલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસેથી જતો સર્ષ દીઠો હતો. તે સર્પના || જવાના માર્ગમાં વચમાં રાજાનો હાથ હતો તે દેખી રાણીએ હાથ ઊંચો કર્યો. રોજાએ કારણ પૂછ્યું તો - રાણીએ સર્પ દીઠાનું કહ્યું. રાજાએ ખાતરી કરવા દીપકથી જોતાં સર્પ જોયો. આથી પુત્રીનું નામ પાર્શ્વકુમાર - રાખવામાં આવ્યું. તેમની કાયા નવ હાથ ઊંચી હતી. રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે તેમનાં લગ્ન થયાં. એક દિવસ રાજકુમાર પાર્થે એક તપસ્વીને ધૂણી લગાવીને પંચાગ્નિ તપ કરતો જોયો. તે સમયે - પાર્થકુમારે અવધિજ્ઞાનથી જાણ્યું કે બળતા લાકડાની ધૂણીમાં એક નાગ-નાગણી તડપી રહ્યાં છે. તરત જ લાકડાને ચીરીને તેમાંથી નાગ-નાગણીને બહાર કાઢીને તેમને નવકારમંત્ર સંભળાવ્યો. આ નાગ-નાગણી | મૃત્યુ પામ્યાં, પરંતુ નવકારમંત્રના પ્રભાવથી ધરણેન્દ્ર અને પદ્માવતી નામનાં દેવ-દેવી બન્યાં. સમયાંતરે પ્રભુએ અહીંના આશ્રમપદ નામના ઉદ્યાનમાં ૩OO રાજાઓ સાથે ‘નમો સિદ્ધાણં' પદનું સ્મરણ કરી, અઠ્ઠમ તપ સાથે આજે ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી. ) એક દિવસ શ્રી પાર્શ્વસ્વામી વિહાર કરતાં કરતાં સાંજના સમયે એક તાપસના આશ્રમ પાસે | પહોંચ્યા. ત્યાં તેઓ વડના વૃક્ષ નીચે ઊભા રહી કાયોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારેબાજુ જળબંબાકાર પાણી થઈ ગયું, છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહીં. પાણી તેમની કમર સુધી આવ્યું તો પણ પ્રભુ ધ્યાનમાં મગ્ન રહ્યા. પાણી છેક એમના કંઠ સુધી આવી ગયું છતાં પણ પ્રભુ | ડગ્યા નહીં અને છેલ્લે નાકના અગ્રભાગને પાણી આંબી ગયું; છતાંય પ્રભુનું મૌન તૂટ્યું નહીં. પ્રભુ યોગસાધનામાં મગ્ન રહ્યા. આવી એમની અપૂર્વ સાધના હતી. તે વખતે ધરણેન્દ્ર નાગરાજાએ પોતાની કાયાથી પ્રભુની પીઠને અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણો વડે પ્રભુને માથે છત્ર ધર્યું. | પાર્શ્વનાથસ્વામી અનેક ઉપસર્ગ (દુઃખ) સહન કરતાં કરતાં વિહાર કરીને વારાણસી પાસે આવ્યા. અહીં તેમને શુક્લધ્યાનમાં (પ્રભુ જ્યારે લીન હતા ત્યારે) ૮૩ દિવસની છબસ્થ અવસ્થા બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાર્શ્વનાથે સમવસરણમાં બેસતાં પહેલાં અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી ‘નમો - તિથ્થસ્સ’ કહી તીર્થને નમસ્કાર કરી દેશનાનો પ્રારંભ કર્યો હતો. પ્રભુના સમવસરણમાં તે સમયે હસ્તિનાપુરના રાજા સ્વયંભૂ હાજર હતા. પ્રભુ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુના પ્રથમ ગણધર બન્યા, જે ‘આર્યદત્ત’ નામે પ્રસિદ્ધ બન્યા. - પ્રભુના પ્રથમ દસ ગણધરોનાં નામ આ મુજબ હતાં : (૧) આર્યદત્ત (૨) આર્યઘોષ (3) વિશિષ્ટ (૪) બ્રહ્મ (૫) સોમ (૬) શ્રીધર (૭) વીરસેન (૮) ભદ્રયશા (૯) જય (૧૦) વિજય. પ્રભુનાં માતાપિતા તથા પત્નીએ પણ દીક્ષા અંગીકાર કરી હતી. Isin Educatured on W ebra 39
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy