SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પહાડથી નીચે ઊતરતાં વનઘટાઓમાં ક્રીડા કરતો એક હાથી રાવણને ગમી ગયો. આ હાથીને વશ કરીને રાવણ એને લંકામાં લઈ ગયો, પછી લંકાનો પટ્ટહસ્તિ પણ એ જ બન્યો; જેનું નામ ભુવનાલંકાર પડ્યું. રાવણના મૃત્યુ પછી એ હાથીરામ પાસે આવ્યો અને એ અયોધ્યાનો પટ્ટહસ્તિ બન્યો હતો. બીજી આકણીની થૌણ બાનાવી દરેક ટુન્ની યાત્રા પર વધારે ભાર રાખવો એ એક યાત્રિકનો વિવેક થણાય, એક પણ ટુક્કી થાત્રી બાકી રહે ત્યાં સુધી યાત્રા સંપૂર્ણ ન ગણાય. ટૂક એ નિર્વાણભૂમિ છે જ્યારે જલમંદિર એ માત્ર પ્રભુપૂજા કરવાનું સુંદર સ્થાન છે. જલમંદિરમાં પૂજા કરવી જ જોઈએ એવી નિયમનથી પરંતુ ૨૦-૨૦ નિર્વાણલ્યાણકનીટકોની યાત્રા કરવીજ, એ તકપૂર્ણનિયમબને છે. આ પાવન ભૂમિઓનો સ્પર્શ એ જ યાત્રાનો પ્રાણ છે. આ ભૂમિના સ્પર્શમાં અદ્ભુત સ્પંદનો, અવર્ણનીય અનુભૂતિ અને આફ્લાદક સંવેદનો અનુભવાય છે. શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની ટૂકનીમાટીટુસાધ્યવ્યાધિઓનુંઔષધઅનેશ્રી વિમલનાથ પ્રભુની ટૂકની માટીનવાઘરના બાંધકામમાં શુભ ગણાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટૂક આ પર્વતનું સૌથી વધુ શ્રદ્ધેય સ્થાન છે. અનેક સફળતાઓની ગંગોત્રી સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટૂકના મંદિરની નીચેની ગુફામાં નિર્વાણનું મૂળસ્થાન છે, ત્યાં બેસીને ઉપાસનારૂપે જાપ કરવો એ યાત્રાનો લહાવો છે. યાત્રાનો પૂરો લાભ લેનારા મહાનુભાવો પણ અજ્ઞાન અથવા નબળાઈને વશ બનીને યાત્રામાં નાસ્તો અને અળગણ પાણી વાપરી તીર્થની આશાતના કરે છે. ભાવુક યાત્રિકોએ આ દોષોથી પોતાની જાતને બચાવીજ જલમંદિર લેવી જોઈએ. શ્રી શીતપિજી પાહાતીર્થની રિક શ્રી સમેતશિખરજી ગિરિરાજની કુલ ૪૮ કિ.મી. લાંબી પ્રદક્ષિણા કરવી એ સાચે જ જીવનનો યાદગાર અને રળિયામણો પ્રસંગ ગણી શકાય. યાત્રા દરમિયાન નવથી દસ જેટલી નદીઓને ઓળંગતા વનદેવીના વૈભવી સૌંદર્યને સાક્ષાત્ અનુભવાય છે. તદુપરાંત ગાઢ જંગલોનો પ્રત્યક્ષ પરિચય મેળવતાં બે પાસરોવર(એક ગુલાબી અને બીજું શ્વેત)નાં ઝરણાંઓના ખળખળ ધ્વનિનો સાંગિતિક અનુભવ થાય છે. યાત્રા દરમિયાન બે પાસરોવર જોવા મળે છે. એક ગુલાબી કમળનું અને બીજું શ્વેત કમળનું. સરોવર, વનસ્પતિ અને દુર્લભ જડીબુટ્ટીઓનાં વન નિહાળીને મન પ્રસન્ન થઈ જાય છે. શિખરજીની બીજી તળેટી નિમિયાઘાટમાં (૩૨ કિ.મી.) પરિક્રમા દરમિયાન રોકાણ કરવામાં આવે છે. બાકીની ૧૫ કિ.મી.ની પ્રદક્ષિણા બીજા દિવસે પૂર્ણ થાય છે. શિખરજીના પહાડના પૃષ્ઠ વિભાગની આ પરિક્રમામાં પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ થાય છે. જીવનમાં ક્યારેક જ મળતો આ પરિક્રમાનો લહાવો એક વાર લીધા પછી બીજી વાર લેવા ચિત્ત અતિ ઉત્સુક રહે છે. પણ, ( ૩૫૩ www.jainelibraly.org Jain Education International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy