________________
પુત્રરત્નને રાણીએ જન્મ આપ્યો. જ્યારે પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે રામાદેવી રાણીએ બધી જ વિધિમાં કુશળતા મેળવી હતી અને ધર્મારાધન સારી રીતે કર્યુ હતું તેથી ‘સુવિધિ’ નામ પડ્યું. વળી મચકુંદનાં ફૂલની કળી જેવા તેમના ઉજળા દાંત હતા માટે બીજું નામ ‘પુષ્પદંત’ પાડવામાં આવ્યું. અઠ્યાવીસ પૂર્વાગ સહિત પચાસ હજાર પૂર્વે તેઓએ રાજ્યનો કારભાર સંભાળ્યો. સુવિધિકુમારને સંસાર ત્યાગીને વ્રત ધારણ કરવાની ઇચ્છા થતાં એક વર્ષ સુધી યાચકોને ઇચ્છાનુસાર દાન આપ્યું.
| કારતક વદ છઠ્ઠને દિવસે છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરતાં જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક પરિષહોની વચ્ચે એકલા રહીને ચાર મહિના સુધી છદ્મસ્થ અવસ્થામાં વિહાર કર્યો. સુવિધિસ્વામી વિહાર કરતાં કરતાં સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં કારતક સુદ ત્રીજને દિવસે મૂળ નક્ષત્રમાં માલવૃક્ષ નીચે સુવિધિસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાની અંતિમ દેશનામાં સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને કર્મ, આશ્રવ અને મોહનીય કર્મની સમજ આપી. સુવિધિસ્વામીની દેશના સાંભળી અનેક જીવોએ તરત જ દીક્ષા ગ્રહણ કરી. સુવિધિસ્વામીને વરાહ નામના ગણધર સહિત કુલ એક્યાસી ગણધરો થયા. તેમને અજિત નામે યક્ષ અને સુતારા નામની યક્ષિણી થઈ. અઠ્યાવીસ પૂર્વાગ અને ચાર માસે ઊણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતાં સુવિધિસ્વામી સમેતશિખર પર્વત પર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે એક મહિના સુધી અનશન કર્યું. ભાદરવા સુદ નોમને દિવસે મૂળ નક્ષત્ર હજાર મુનિઓની સાથે કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી (શ્રી ચંદ્રપ્રભસ્વામીના નિર્વાણ પછી નેવું કોટી સાગરોપમ પસાર થયા પછી) સમેતશિખરજી તીર્થે નિર્વાણ પામ્યાં. આવો, કાકંદી તીર્થના તીર્થાધિપતિ શ્રી સુવિધિનાથસ્વામીના દર્શન કરીએ.
શ્રી વાસુપૂજ્યજી
શ્રી સુવિધિનાથજી
શ્રી સુમતિનાથજી
Jain Education International
For Private & Personal Use Only
[ ૨૭૧