SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ पावापुरीनी पृथ्वी प्रलुवीरनी पार्थिव घ्शानी अंतिम याहगीरी छे. खासो भासनी जभासे त्रिभुवनभां ज्ञाननो प्रकाश पाथरनार प्रलुवीर भ्यारे निर्वाा पाम्या त्यारे लावु तो प्रकाश प्रलुना प्रती ३थे हीथ पेटाव्या. ते सभयथी घर वर्षे हिवाणी थने ‘મહાવીર મહાવીર’ના ગુંજારવ સાથે દિવાળી દીપી ઊઠી છે. કહેવાય છે કે પ્રભુ જ્યારે મોક્ષ પામ્યા ત્યારે અહીંની રાખને કલ્યાણકારી માની સૌએ મસ્તકે ચઢાવી. પવિત્ર દેહની ભસ્મ લેવા માટે ઊમટેલા દેવો અને માનવોના સમૂહે રાખ પૂરી થઈજતાં તે ભૂમિની માટીને પણ મંગલકારી માનીને મસ્તકે ચઢાવી. આમ કરતાં કરતાં એક યોજનનો ખાડો થઈ ગયો, જેમાં પાણી ભરાતાં ‘પદ્મ’ બની ગયું. ત્યાર બાદ અહીં નંદીવર્ધને દેવવિમાન સમું મંદિર બંધાવ્યું અને તેમાં પ્રભુની ચરણપાદુકા સ્થાપિત કરી. આ ઘુમ્મટબંધી મૂળમંદિર ૨,૫૩૧ વર્ષ પહેલાં ઈંટ અને ચૂનાનું હતું, જેનો જીર્ણોદ્વાર થતાં આરસનું બનાવવામાં આવ્યું. જળમંદિર ૮૪ વીઘા જેટલી જમીનમાં વિસ્તરેલું છે. કમળનાં ફૂલોથી શોભિત, ૧,૪૫૧ ફૂટ લાંબા અને ૧,૨૨૩ ફૂટ પહોળા આ સરોવરની વચ્ચે આવેલા મંદિર સુધી પહોંચવા માટે ૬૦૦ ફૂટ લાંબો પુલ છે. પૂર્વે મંદિર સુધી જવા માટે નાવનો ઉપયોગ કરાતો. આજે ચાલીને જઈ શકાય છે. અહીં કમળ ખીલતાં હોવાથી ‘કમળમંદિર’ પણ કહે છે. આજથી લગભગ ૩૫૦ વર્ષ પહેલાં લખાયેલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ અહીં હોવાનો ઉલ્લેખ છેઃ ૨૨૦ Jain Education International સરોવર માંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયણનો આધારક જિનપ્રતિમા પાંચ પગલાં, પૂજી પ્રણામી કીજઈ સેવ. (જૈન તીર્થોનો ઈતિહાસ, પૃષ્ઠ - ૪૬૨) વીરનિર્વાણના દિવસે એટલે કે ગુજરાતી આસો વદ અમાસના દિવસે આ તીર્થમાં મોટો મેળો ભરાય છે. કારતક સુદ એકમના રોજ ભગવાનની રથયાત્રાનો વરઘોડો નીકળે છે. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy