SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમવસરણમ્ | તીર્થંકર નામકર્મના પ્રકૃષ્ટ પ્રભાવે શ્રી અરિહંત ભગવંતો સતત એક કરોડ દેવતાઓ દ્વારા ઉપાસના પામતા હોય છે. પ્રભુની દેશના સાંભળવા ત્રણ ગતિના જીવો - દેવો, મનુષ્યો અને તિર્યંચો એકસાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે. દેશનાનું શ્રવણ એ પહેલો, શ્રવણ દ્વારા વિરતિ પામવાની ઝંખના એ બીજો અને આવા આત્માઓને પ્રભુના હાથે દીક્ષા તથા દેવતાઓ દ્વારા સંયમવેશ એ સમવસરણમાં સાંપડતો ત્રીજો લાભ છે. માલકૌંશ રાગમાં વહેતાં પ્રભુનાં વચનો સૌ તરબોળ થઈને સાંભળતા રહે છે. આઠ મહાપ્રાતિહાર્યોની પ્રભુ સમક્ષ ઉપસ્થિતિ, દિવ્ય માહોલ, તીર્થંકર નામકર્મની છત્રછાયાનું અનુપમ સુખ સૌ કોઈ અનુભવતા હોય છે. ભગવાનનું સમવસરણ જે ભૂમિ પર રચવાનું હોય તે ભૂમિને આભિયોગિક દેવો સંવર્તક વાયુ દ્વારા એક યોજનના વર્તુળ જેટલી ભૂમિ પરથી કચરો દૂર કરી, પાણીનાં વાદળની રચના કરીને, ભૂમિતલ પર જલવર્ષા કરી ફૂલોનો વરસાદ વરસાવે છે. પ્રભુના દિવ્ય પ્રભાવે આ ફૂલોને મનુષ્યના સ્પર્શ દ્વારા કોઈ જ વેદના થતી નથી. ભૂમિશુદ્ધિ થયા બાદ ભવનપતિ દેવતાઓ સમવસરણનો પહેલો ગઢ રચે છે, જેને બાહ્યપ્રાકાર કહેવામાં આવે છે તે નક્કર ચાંદીનો હોય છે. તેના કાંગરા સોનાના હોય છે. ત્યાર બાદ જ્યોતિષ્ક દેવો બીજો ગઢ બનાવે છે. તેને મધ્યપ્રાકાર કહેવામાં આવે છે. આ ગઢ નક્કર સોનાનો હોય છે અને તેના કાંગરા રત્નના હોય છે. ત્રીજા ગઢને અંતરંગપ્રાકાર કહેવામાં આવે છે. આ ગઢ રત્નનો હોય છે. તેના કાંગરા મણિના હોય છે. અંતરંગપ્રાકારની બરાબર વચ્ચે પ્રભુની ઊંચાઈથી બારગણું ઊંચું અશોકવૃક્ષ રચવામાં આવે છે. આ વૃક્ષની નીચે ચાર સુવર્ણમય સિંહાસન સ્થાપવામાં આવે છે. આ સિંહાસનો ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે. સિંહાસનની બંને તરફ ચામર ઝૂલતા હોય છે. પ્રભુ ચતુર્મુખે બિરાજમાન થાય છે. | પ્રભુનું મૂળરૂપ પૂર્વ સન્મુખ હોય છે. બાકીનાં ત્રણ રૂપો દેવનિર્મિત હોય છે. સમવસરણમાં પ્રથમ ગઢ ચઢવાનાં દશ હજાર પગથિયાં હોય છે. બીજો ગઢ અને ત્રીજો ગઢ ચઢવાનાં પાંચ-પાંચ હજાર પગથિયાં હોય છે. સમવસરણની બહારની તરફ જમીનના સમભાગે એક એક વાવડી હોય છે. સમવસરણ એ | દેવનિર્મિત સ્થાપત્ય છે. ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવો કે મહાન સમ્રાટો સમવસરણની રચના કરતા નથી; એ લાભ દેવોને જ મળે છે. | પાવાપુરી તીર્થના આ સમવસરણ મંદિરમાં દસ પગથિયાં સાથે પહેલો ગઢ બન્યો. (મૂળ સમવસરણમાં દશ હજાર પગથિયાં હોય છે તેની યાદમાં દશ પગથિયાં) બીજો અને ત્રીજો ગઢ પાંચ-પાંચ પગથિયાં સાથે બન્યો. (મૂળ સમવસરણમાં પાંચ-પાંચ હજાર પગથિયાં હોય છે તેની યાદમાં પાંચ-પાંચ પગથિયાં) દરેક ગઢનાં ચાર પ્રવેશદ્વાર મનોહર તોરણ સાથે ઝીણા નકશીકામવાળાં બન્યાં. બીજા ગઢની ભીંત પર સુંદર આકૃતિ ધરાવતાં દેવવિમાનો અને ત્રીજા ગઢની ભીંત પર સુરેખ રીતે કોતરેલા તિર્યંચના આકારો ગોઠવાયા. ત્રીજા ગઢમાં જઈએ એટલે પ્રભુના દરબારમાં પ્રવેશ થાય, ચતુર્મુખ પ્રભુના પબાસનની પાછળ અશોકવૃક્ષની ભવ્ય રચના ઘેઘૂર પર્ણવિસ્તાર સાથે હોય છે. ત્રીજા ગઢની છત અશોકવૃક્ષની બને છે. ભગવાનની પાછળનું લીસું થડ, ઉપર ચડીને ડાળોમાં વહેંચાઈને પાંદડાંના (૧૯૯
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy