SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ હે સ્વામ નામ વિશાલ તારું, હૃદય પણ સુવિશાલ છે, ક્ષેત્ર વિદેહ વિચારતાં, તુજ જ્યોતિ ઝાકઝમાળ છે; આવી વસ્યા પટણા વિષે, પાવનકરા પરમેશ્વરા, પંચાંગથી પ્રણમી કહું, ઘો સન્મતિ વિશ્વેશ્વરા. ચૈત્યવંદન જંબુ ક્ષેત્રે વિદેહમાં, વિચરતા જિન ચાર, કર જોડીને વાંદીયે, ઊઠી નિત્ય સવાર.. સીમંધર યુગમંધરા, બાહુ સુબાહુ નાથ, ચાર ગતિને ચુરવા, મેં પકડ્યો તુજ હાથ.. ત્રિહુ કાળે ત્રિહું લોકનાં, જાણે સઘળા ભાવ, જ્ઞાતા મુજ મન સાહિબા, વિશાલનાથ પ્રભાવ.. પ્રભાવ પામી આપનો, પ્રેમ કરી વીતરાગ, ભુવનભાનુ ભવભય હતું, ઠંડુ દ્વેષને રાગ.. શ્રી વિશાલતાથ પ્રભુનું સ્તવત (રાગ : સંભવ જિનવર વિનતી) તારા વિના થાવે શી રીતે ઉગારો, વિરૂઇ વેદના વેઠી ઘણી મેં, તો યે ના થયો ઉદ્ધારો...તારા નરક નિગોદનાં કીધાં પરાક્રમ, દુઃખોનો નહિ કોઈ આરો; પશુગતિમાં થઈને પરાધીન, સ્વવશ નહિ પલભારો... દેવગતિમાં વિષયોવેશી, પુણ્યને કીધો જાકારો; માનવભવમાં મૂરખ રહ્યો હું, કરતો પાપ સંભારો.. પણ અબ પુણ્યવશે તું મલીયો, સુણી ગુરુનો લલકારો; તું જ ગમે જો મુજ મનડાને, તો લહુ ભવનો કિનારો... મનને ટોડલે મોહ મયૂરો, બેઠો કરે ટહુકારો; રાગને ઠંડી દ્વેષને દંડી, કરતો મોહ તમારો... મિથ્યા મોહની હરી તુજ પ્રેમે, કીધી ક્ષેમ કરારો; સમકિત યોગે ત્યાગને વિરતિ, સંગે રંગ અપારો શ્રેણી ચઢી વીતરાગતા વરશું, ત્રિભુવનભાનુ જગારો; ધર્મરસે હણી ઘાતી-અઘાતી, તું જગવલ્લભ પ્યારો... વિહરમાન વિશાલ જિનેશ્વર, પટણા ભૂષણ જયકારો; નહીં છોડું કદી ચરણ તમારા, વરશું ભવજલ પારો... શ્રી વિશાલતાથસ્વામીનું મંદિર (જીર્ણોદ્ધાર પહેલા) जनश्वेताम्बर मंन्दिर ૧૬૬ International श्री जैन श्वेताम्वर मन्दिर For Private & Personal Use Only 205 શ્રી ભોમિયાજી થોય વિશાલનાથ જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની, ભાવ ધરી કરું સેવ, સકલાગમ પારગ, ગણધરભાષિત વાણી, જયવંતી આણા, ‘જ્ઞાનવિમલ’ ગુણખાણી. www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy