SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૦ આમ જેમનું દ્વારકાના જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યે બહુમાન કર્યું છે અને જેઓ ઉચ્ચ સંસ્કારોથી શોભાયમાન બન્યા. એવા સંસ્કારસંપન્ન અને ધર્મપરાયણ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની હજુ હમણાં જ થોડા સમય પહેલાં પુણ્યકાર્યો કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. આ દંપતીના સ્વર્ગવાસથી સમાજનો બહોળો વર્ગ રાંક બન્યો છે. આ ખોટ વર્ષો સુધી પૂરી શકાય તેમ નથી. બન્ને સ્વર્ગસ્થ આત્માઓને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યર્થના. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા જૈન બોડિંગની કાર્યવાહીમાં તેમનો સુંદર ફાળો હતો. મુંબઈમાં વસતા સૌરાષ્ટ્રના આગેવાન ભાઈઓની સાથે રહીને સમાજસેવાનાં અનેક કાર્યો કરતા રહ્યાં. વિનમ્રતાની મૂર્તિસમા શ્રી માણેકલાલ જેટલા સરળ એટલા જ નિખાલસ, પગરજૂ અને ધર્મપરાયણ હતા. સમાજઉત્કર્ષની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજસેવાનો શ્રેષ્ઠ બદલો અંતરની સાચી શાંતિ અને સંતોષમાં જ હોઈ શકે. તેમના મનનીય વિચારો અને આચરણ ભાવિ પેઢીને પ્રેરણાદર્શક બની રહેશે. સેવા આપવી પણ જાહેરાતથી દૂર રહેવું એ જેમના જીવનનો મુદ્રાલેખ હતો શ્રીમતી એવા સાત્ત્વિક ? શ્રી માણેકલાલ નર્મદાબેન વસા વિચારો અને વસા પરમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી માણેકલાલભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રના ધોરાજી પાસે નાનકડું પણ રળિયામણું ગામ પાટણવાવ. આ પાટણવાવ ગામમાંથી તીર્થકરોની સુંદર પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે, એવી આ તીર્થભૂમિ જેવા ગામમાં પંચોતેર વર્ષ પહેલાં ઝવેરચંદ જૂઠાભાઈ વસાને ત્યાં માણેકલાલભાઈનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ભાગ્ય અજમાવવા મુંબઈમાં આગમન થયું. પ્રારબ્ધ અને પુરુષાર્થનો સુંદર સમન્વય થયો. ટૂંક સમયમાં જ એક આગેવાન વ્યાપારી તરીકે તેમનું નિરાળું વ્યક્તિત્વ જનમાનસમાં ઊપસી ગયું. ધંધાના વિકાસની સાથે જ જ્ઞાતિ અને સમાજની અપૂર્વ સેવાની એકપણ તમે ક્યારેય ચૂક્યા નથી, છતાં કીર્તિનો ક્યારેય મોહ રાખ્યો નથી. એ એમના ભાતીગળ જીવનનું વિશિષ્ટ પાત્ર છે. તેમના સુપુત્રો દ્વારા હાલમાં ઇન્ડકેમ સેલ્સ કોર્પોળ મુંબઈ, અમદાવાદ, મદ્રાસ તથા મિહિર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. વગેરે કમ્પનીઓમાં સફળ સંચાલન થઈ રહ્યું છે. અત્યંત સાદાઈ, વિનમ્રતા અને અન્યોનાં કામમાં થઈ શકે તેટલી સહાય કરવી એ એમના વિશિષ્ટ ગુણો છે. રાજકોટની શેઠ દેવકરણ મૂળજી, સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શ્રી કિશોરભાઈ ડી. શેઠ કે. ડી. શેઠ જામનગરના નામાંકિત વકીલ હતા. તેઓશ્રીનું તા. ૮-૧૨-૧૯૯૪ના રોજ મોટરઅકસ્માતમાં નિધન થયું. જામનગર શહેર સહિત જિલ્લાની તમામ કોર્ટોનું કામકાજ બંધ રહેવા પામેલ. ત્યારબાદ તેમનાં વડીલ ભાઈશ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી કલ્પનાબહેન શેઠ અને કે. ડી. શેઠનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન કે. શેઠ દ્વારા આજ સુધીમાં જામનગરમાં ઘણાં શુભ કાર્યો અવારનવાર થયાં, જેમાં નોંધપાત્ર કાર્યોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરેલ છે. | શેઠ સદનમાં ધૂપસળી પ્રગટાવેલી રાખી છે જેની સુગંધે શેઠ પરિવારનું ગૌરવ-પ્રતિષ્ઠા વધતા રહ્યાં છે. (૧) તેમના નાના પુત્ર વિરલની સ્મૃતિમાં જામનગરનાં વૃદ્ધો તથા બાળકો માટે શ્રી અંબાવિજય વિસ્તારમાં વિશાળ વિરલ-બાગ’ બનાવરાવીને જામનગર મહાપાલિકાને સોંપવામાં આવેલ. આજે અસંખ્ય લોકો તેનો લાભ લઈ રહ્યાં છે. | (૨) જામનગરની પોશ સોસાયટી સ્વસ્તિક-સોસાયટીમાં તેમનાં માતુશ્રીની સ્મૃતિમાં, “પૂ. કાન્તાબહેન ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' બનાવવામાં આવેલ છે, ઉપરાંત “કે. ડી. શેઠ હોલ'નું નિર્માણ કરી આપેલ છે. (૩) કે. ડી. શેઠના મોટા પુત્ર આશિતભાઈની સ્મૃતિમાં Jain Education Intemational n Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy