SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૫ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે એમનું કામ ચિરંજીવ બની રહેશે. W.H.o. કોલેબરેટિંગ સાયકોફીરમાકોલોજી સેન્ટર-ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકિશનદાસ હોસ્પિટલ, તાતા મેમોરિયલ હોસ્પિટલ, ડૉ. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન મેડિસિન–બોમ્બે યુનિ.ના તથા પેનલ ઓફ સીનિયર કન્સલ્ટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી છે. પાંચમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ સાયકિએટ્રિક મેક્સિકોમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કોંગ્રેસ-હોનોલુલુની સ્ટેશન ઓન સાયકોસોમેટિક્સ (૧૯૭૭)ના કો-ચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઈડોલોજી-મેક્સિકો (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમિનાર ઓન સ્યુસાઇઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩)ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (વેબ્લોવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલિગેશનમાં લીડર તરીકે ખૂબ જ સારો દેખાવ કરીને પોતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. | સાયકોસોમેટિક મેડિસિન પરની સિમ્પોઝિયમ-હોંગકોંગ (.P.A.) ૧૯૭૫માં સાયકોસોમેટિક્સ ટિબેટ્સ પર પેપર રજૂ કરેલ છે. જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સેશનમાં કો-ચેરમેન તરીકે તથા W.H.૦.ની કોપનહેગન (૧૯૭૬) સ્ટોકોલ્મ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ડિપ્રેશન, ઇબાહન-નાઇઝિરિયા (૧૯૮૦) વગેરે મીટિંગોમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મોસ્કો, બુડાપેસ્ટ, બર્લિન, લંડન, યુ.કે., સ્વીડન, કેનેડા, મેક્સિકો, યુ.એસ.એ., જાપાન (૧૯૭૧), ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મનીલા, જાકાર્તા, સિંગાપુર, કોલંબો (૧૯૭૩) યુરોપમાં પેરિસ, રોમ, એથેન્સ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ, ગેનેવલ (૧૯૭૫), વેસ્ટએશિયા અને યુરોપમાં યુરિક, મેટ્રિડ, લિઅન, ઇસ્તંબુલ, તહેરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮) વગેરે દેશોની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામને રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. ક્લિનિકલ સાયકિએટી, એપિડેમીઓલોજી, ઇકોલોજી એન્ડ સ્યુસાઇડોલોજી, સાયકોસોમેટિક મેડિસિન, ગ્રુપ સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, સાયકો ફાર્માકોલોજી વગેરે પર લગભગ ૧૭૫ જેટલાં સંશોધન પેપરો તૈયાર કરીને અભૂતપૂર્વ નામના મેળવી. ટેક્સ્ટ બુક ઓફ મેડિસિન એ. પી. આઇ.માં ચાઇલ્ડ સાયક્ટ્રી ચેપ્ટર, વકીલ-ગોલવાળાના ક્લિનિકલ મેથડ ફોર પી. જી. સ્ટેન્ડન્ટસમાં સાયકિએટ્રિક એક્ઝામિનેશન ચેર લખેલ છે. સાયકિએટ્રી ઇન ઇન્ડિયા-યુનેસ્કો (૧૯૭૫), મેડિકલ પેનલ્સ-જનરલ પ્રેક્ટિશનર્સ માટેના ૬૦ સેમિનાર્સ, લગભગ ૫૦ લાયન-રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાનો આપેલાં, જેને આજે પણ ઘણો મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જૈન સમાજ માટે ભાગ્યશાળી વ્યક્તિ છે. સ્વ. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે જેમનું સેવાધર્મભૂષણ'ની પદવી આપીને બહુમાન કર્યું મુંબઈના ઉપનગર ઘાટકોપર ખાતેના ધાટકોપર બ્રાહ્મણ સમાજને સંગીન અને સક્રિય બનાવવામાં જેમનો મોટો ફાળો હતો; જેઓ સેવા અર્થે દાન આપીને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવતા હતા એવા શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે. શિક્ષણ વિના માનવી અંધ કહેવાય છે, એટલે શિક્ષણની આંખ આપવાની શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવનધર્મની ધજા ફરકાવે છે. આવા વિનયી સજ્જન શ્રી વિનયકુમાર ઓઝાનો જન્મ ભાવનગરમાં તા. ૨૭-૧૦૧૯૧૫ના રોજ થયો હતો. શ્રી વિનયકુમારભાઈના સ્વ. પૂ. પિતાશ્રી અમૃતલાલભાઈનો જન્મ ભાવનગર પાસેના ઉમરાળા ગામમાં થયો હતો. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ માત્ર ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકર્મી જીવન શરૂ કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરે ફક્ત બે રૂપિયાના પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ આવીને દારૂંગાના પાસે જૂના લોખંડનો વેપાર કરતી શેઠ મહમદ એસ. મોલુભાઈની પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી અને બધો કારભાર સંભાળી લીધો. સ્વ. શ્રી અમૃતલાલભાઈની મહત્ત્વાકાંક્ષા નોકરીથી સંતુષ્ટ થાય એવી નહોતી. આપબળથી, હૈયાઉકલતથી નોકરી દરમ્યાન ધંધાની ખૂબીઓનો તેમણે અભ્યાસ કર્યો અને પછી નાનકડી મૂડીથી લોખંડના ભંગારની દુકાન શરૂ કરી. “મનુષ્ય યત્ન અને ઈશ્વરકૃપા' એ કહેવતથી શ્રી અમૃતલાલભાઈના જીવનમાં ચરિતાર્થ થઈ. કામકાજ વધતું ગયું એટલે તેમણે “શિવરી રોલિંગ મિલ'ની સ્થાપના કરી ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે વધુ Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy