SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે જૈન દિવાકર' અને જૈન આચાર્ય' પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. પૂ.શ્રી ઘાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતતા, વિદ્વતા અને સર્વતોમુખી પ્રતિભાની ઘોતક છે. આચાર્યશ્રી ઘારીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચુ શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝઘડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને માધયાગ : આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેના હતા, પરંતુ તા. ૨-૧-૭૩ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાત્રે ૯.૨૯ મિનિટે મહાપ્રયાણ કરી ગયા. પોતાના દીધે સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્થીઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીધેલા આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌકોઈનું પરમ કહ્યાણ સમાયેલું છે. (નોંધ : સંદર્ભ ગ્રંથ ઋણસ્વીકાર પ્રભાવક વિરો' (ર. ચી. શાહ) અવિધીન જૈન જ્યોતિર્ધરો' (શ્રી આત્માનંદ), જયધ્વજ' (પદમચંદ્રજી મ.સા.). આ લેખમાળા માટે આ ગ્રંથોમાંથી લખાણો તારવીને લેવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only સ ઝ સા. ૩. સા. નવકાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સર્વસિ પરમમ્ હવઈ મંગલમ્ ॥ દર્શન સિદ્ધશીલા PLACE OF ALL LIBERATED SOULS poe VISION KNOWLEDGE CONDUCT ચરિત્ર ધર્મ-સદાચાર RELIGION | 6000 અર્થ EARNING CONDUCT 46 કામ SATISFACTION મોક્ષ LIBERATION www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy