SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ ધન્ય ધરા શાળાના છેલ્લાં ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાનાં મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબહેન મણિભાઈ પટેલ હાઇસ્કૂલ અને જુનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબહેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે. નગર દુર્ગાઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્રવિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘકાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલાં સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે. વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદ્રષ્ટિ શ્રી જેઠાભાઈ વી. પટેલ ઉદ્યોગવીર શ્રી જેઠાભાઈ વાઘજીભાઈ પટેલનો જન્મ કરમસદ (તા. આણંદ, જિ. ખેડા) ખાતે ઈ.સ. ૧૯૦૪માં જુલાઈ માસમાં થયો હતો. તેમના પિતાશ્રી વાઘજીભાઈ પટેલ એક સંનિષ્ઠ ખેડૂત હતા. શિક્ષણ પૂરું કર્યા પછી જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આ સિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત અને કામ આપવા ને લેવાની વ્યવસ્થિત તાલીમથી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું દરમ્યાન ભારે ખંત અને સતત મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ પાસ કર્યો. આમ, ૧૯૨૪થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગ ક્ષેત્રની કામગીરીનો સતત અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનવિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર તરીકેની શ્રમ-સાધના' દીર્ધદષ્ટિ વધુ ઊર્ધ્વગામી બની, જેને કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો ઉપયોગ પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ' મુંબઈમાં બેલાસિસ રોડ ઉપર ૧૯૩૯માં પાંચ કામદારોના સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ જતાં ‘સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ બની રહી. આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંકસત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતાં બેંકસત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં “ચુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ. (એન.એસ.ઈ.)' તરીકે દેશમાં મશહૂર છે અને સેંકડો લોકોને રોજીરોટી પૂરી પાડે છે. બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી લીધું. જ્યારે એ જ સમય Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy