SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ડૉ. ત્રિવેદી સાહેબે પોતાની આત્મકથા Trist—with Destiny, જે ૧૯૯૬માં અંગ્રેજીમાં લખી, જેનો પુરુષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનો' નામે ગુજરાતી અનુવાદ ડૉ. શરદ ઠાકરે આપ્યો છે. એમની આ કર્મની વિરાટયાત્રાનું એક તબીબ તરીકે પણ અવતરણ સૌ માટે મંથન માંગી લે તેવું છે. “જરૂરતમંદ, ગરીબ અને પીડિત લોકોની સેવા કરશો અને એ સેવા ખરા દિલથી કરશો તો તમે સર્વોચ્ચ શક્તિ (ઈશ્વર)ની વધુ નજીક પહોંચી શકશો.'' અને પરિવાર જ્યારે સહનશક્તિની હદ સુધી પહોંચી ગયો હોય ત્યારે ઈશ્વરની અણધારી મદદ મળતી રહી છે. ખરેખર તો તેમનું સ્વપ્ન સૌરાષ્ટ્રમાં આવું કિડની પ્રત્યારોપણ' સંસ્થાન સ્થાપવાનું હતું. દર્દી અને દર્દીનારાયણ બંને સેવા અર્થે પૂરેપૂરી જિંદગી નિચોવી છે. આવા દર્દીનારાયણને તમે નિઃસંકોચ મળી શકો, ગમે ત્યારે મળી શકો એવું સરળ–નિર્દભ વ્યક્તિત્વ છે. ખરેખર તો ‘નોબેલ– પારિતોષિક' માટે તેમનું કામ પસંદ થવું જોઈએ અને આવા ફરિશ્તાઓનો પરિચય ગુજરાત સરકારે તેના પાઠ્યપુસ્તકમાં આપીને કરવો જોઈએ. ભવિષ્યનાં બાળકોના ઘડતરમાં તે પણ એક નિર્દોષ પ્રયોગ લેખાશે. પૂર્વ સંયુક્ત માહિતી નિયામકશ્રી ભૂપેન્દ્ર મો. દવે ‘જીવન-પ્રકાશ' અને બ્રહ્મ-દીપ’ જેવાં સામયિકો જેમની કલમે આલેખાયાં છે, એવા પિતાશ્રી મોહનલાલ ધનેશ્વર દવે અને સંસ્કારધામી માતાશ્રી ઊર્મિલાબહેન. ઝાલાવાડના લાલિયાદ ગામે તા. ૫ સપ્ટેમ્બર-૧૯૪૦ના રોજ તેમનો જન્મ થયેલો. મેઘાણી અને શેઠ અમૃતલાલની કર્મભૂમિ રહી છે તે રાણજી ગોહિલના નગર રાણપુરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી રાજકોટમાંથી સ્નાતક થયા પછી અનુસ્નાતક અને પત્રકારત્વની પદવીઓ હાંસલ કરી. માહિતી ખાતામાં પોતાની ક્ષેત્રિય કાર્યશૈલીને ઓળંગીને તેમણે ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય, Jain Education International ૮૫૧ સાહિત્ય, લોકસાહિત્યને જાહેરમાં લાવવાનું, રજૂ કરવાનું પ્રકાશિત કરવાનું મહામૂલું કાર્ય કર્યું છે. સંતો-મહંતો-જોગીવાદી–ભજનિકો–લોકનાટ્યકાર પાસે જઈને જ્યાં જ્યાંથી માહિતીનો ખજાનો મળે ત્યાં ત્યાં સામે ચાલીને ગયા અને લુપ્ત થતી જતી કળાઓને લોકો સમક્ષ એક કદરદાનીની દૃષ્ટિએ મૂકી, માર્ગદર્શન કેમ્પો, શિક્ષિત બેરોજગાર શિબિર, બહેનોને વ્યાવસાયિક તાલીમ-પાણી બચાવો યોજનાની વાત (ઠેર ઠેર યાત્રાઓ કાઢી) મેળાઓ યોજીને, શિબિરો યોજીને, લોકસમૂહને માહિતી કેન્દ્રનાં દ્વાર સુધી આકર્ષિત કર્યાં. ગ્રામીણ કલાકારોને આકાશવાણીના ઊંબરા સુધી પહોંચાડ્યા. નવોદિત લોકકલાકારોને માહિતી-માર્ગદર્શન મળે, વધુ વિકસે તે અર્થે (થાનગઢ નજીક) ગેબીનાથમાં જ શિબિર કરી. લોકસાહિત્ય શિબિર સડલા ગામે કરી. ગુજરાતના ફોટો-જર્નાલિસ્ટોનું એક યાદગાર પ્રદર્શન રાજકોટમાં યોજેલું અને ઉત્તમ તસ્વીરકારોને એવોર્ડથી નવાજવાનું–અભિનવ પ્રયોગ જેવું કાર્ય ભૂપેન્દ્રભાઈએ કરેલું. સ્વાતંત્ર્યની સુવર્ણજયંતીએ લોકલડતનો પરિચય આપતા પુસ્તકનું આયોજન, ‘હાલરડાં’ અંગે પરિસંવાદ અને હરીફાઈનું આયોજન નિવૃત્તિના બાર દિવસ અગાઉ કરીને ઓડિયો– વિડિયો કેસેટ્સ પ્રગટ કરેલી. ‘લોકસમર્થન' દૈનિકના કટાર લેખક–પ્રતિનિધિ છે. ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ, ઝાલાવાડ લોકસાહિત્યમંડળ, દિવ્યજીવન સંઘ–સુરેન્દ્રનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. સંસ્કારતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે. ‘ઘરશાળા’, ‘વઢવાણ કેળવણી મંડળ'ના માનમંત્રી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ‘ગાંધીકથા' માટે નારાયણભાઈ દેસાઈને ઇજન આપનાર ભૂપેન્દ્રભાઈ છે. પત્રકારોની કાર્યશિબિર સાયલા મુકામે કરી અને કુમારપાળ દેસાઈનું સમ્માન કર્યું. ‘ઘરશાળા'માં સેવા આપતા બલુભાઈ મહેતાને રવિશંકર મહારાજની ઉપમા આપીને રૂા. ૭૫,૦૦૦ની થેલી અર્પણ કરી. ફ્રાન્સનો એફિલ ટાવર ગજવનાર બાબુભાઈ રાણપુરાને સમ્માન્યા અને દોઢ લાખની થેલી અર્પણ કરી. આમ કલાકાર નાનો કે મોટો પણ તેના કામનું સૂક્ષ્મ નિરીક્ષણ તે ભૂપેન્દ્રભાઈનો વિષય છે. તેમણે લેખક તરીકે, સંપાદક તરીકે ઘણાં પુસ્તકોનું પ્રકાશન કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy