SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૪૦ કટોકટી દરમ્યાન સક્રિય રાષ્ટ્રીય ભક્તિ રંગે રંગાયેલા હોઈ સુરેશભાઈ પણ તેનો ભોગ બન્યા અને ઇન્દોરની જેલમાં રહ્યા. “ભારતમાં વિજ્ઞાનની ઉજ્વળ પરંપરા’ વિષય અનુસંધાને તેમનું યોગદાન લેખક-ગરિમાને પ્રભાવિત કરે છે. . ઇન્દોર મહાનગર “સાયં ભાગ પ્રચારકના રૂપમાં તેમનું ‘પ્રચારક' તરીકેનું જીવનકાર્ય શરૂ થયું. ૧૯૯૩માં મધ્યભારત ‘પ્રાંત પ્રચારક તરીકેની કાર્યવાહી સંભાળી હતી. હાલના તબક્કે અખિલ ભારતીય સહ પ્રચાર-પ્રમુખ'ના રૂપે કાર્યકર્તાઓને ઉદ્દબોધન, માર્ગદર્શન અને પ્રેરણા–પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. ખગોળવિદ્ : ડો. જે. જે. રાવળ જિતેન્દ્રકુમાર જટાશંકર રાવળનો જન્મ હળવદમાં તા. ૩૦ માર્ચ–૧૯૪પના રોજ થયો હતો. તેમણે મુંબઈની પાર્લે કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં તથા કલકત્તા યુનિવર્સિટીની એસ. એન. બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ સાયન્સિસમાં અભ્યાસ કરી ૧૯૭૦માં એપ્લોઈડ મેથેમેટિક્સ અને ૧૯૭૨માં પ્યોર મેથેમેટિક્સ સાથે એમ.એસ.સી. ૧૭૪માં ફિઝિકલ સાયન્સિસના વિષયમાં એમ.ફિલ. અને ૧૯૮૬માં એન્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં ડી.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે હિન્દી, સંસ્કૃત અને જર્મન ભાષાઓમાં પણ પદવીઓ મેળવી છે. તેઓ મુંબઈના નહેરુ પ્લેનેટેરિયમના લેક્ટર તરીકે જોડાઈ તેના ડિરેક્ટર રિસર્ચ અને ડિરેક્ટરના પદેથી નિવૃત્ત થયા. હાલ તેઓ ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપકસંચાલક છે. ખગોળક્ષેત્રે તેમણે સૂર્યમંડળનો જન્મ, વિકાસ અને રચનાના નવા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. ગ્રહોના અંતરનો નિયમ સ્થાપિત કર્યો. બુધ અને શુક્રના ગ્રહોની ફરતા ઉપગ્રહો હોવાના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. શનિ, યુરેનસ, નેÀન અને ગેલેક્સીની ફરતે વલયોના અસ્તિત્વના સિદ્ધાંતો આપ્યા, જે પાછળથી વોયેજર અને પાયોનિયર અંતરિક્ષ યાનોએ સાબિત કર્યા. તેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અને ગેલેક્સી પર વધુ સંશોધન કર્યું. ધૂમકેતુ, લઘુ ગ્રહો અને ઉલ્કા કુંડો અને ગેલેક્સી પર વધુ સંશોધન કર્યું. ધૂમકેતુ અને ઉલ્કાકુંડો પર પણ સંશોધન કર્યું. તેમણે અનેક અખબારો અને સામયિકોમાં ખગોળ વિજ્ઞાન વિશે સેંકડો લેખો લખ્યા છે અને આકાશવાણી તેમજ દૂરદર્શન પર અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમણે સૂર્યમાળાની સમજણ ૧થી ૪ પચાસ વર્ષમાં ‘વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ', પ્લેનેટેરિયમની કથા', “અજાયબ આકાશ” અને “આઇન્સ્ટાઇનનું વિજ્ઞાનજગત’ જેવી આઠેક પરિચય-પુસ્તિકાઓ લખી છે. તેઓ દેશ-પરદેશની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના સભ્ય છે. જગતની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે-આપતા રહ્યા છે. તેઓ મોનાસ યુનિવર્સિટીમાં ત્રણ મહિના પ્રાધ્યાપક રહ્યા હતા. તેમને વિવિધ સંસ્થાઓ તરફથી માનસન્માન અને ઇનામો પ્રાપ્ત થયાં છે. તેમનું નામ આંતરરાષ્ટ્રીય ખગોળવિજ્ઞાન ક્ષેત્રે વિખ્યાત બની રહ્યું છે. સાયન્સનાં મોડેલો બનાવવાનો અને ચિત્રકળા, સંગીત અને પ્રવાસનો શોખ છે. તેઓનું બી/૨૦૪, વિષ્ણુ એપાર્ટમેન્ટ, લોકમાન્ય તિલક રોડ, બાભાઈ ચોક પાસે, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ-૪00 ૦૯૨ નિવાસસ્થાન છે. ભારત સરકાર નેશનલ નોલેજ કમીશન અધ્યક્ષ | સામ પિત્રોડા ભારતમાં ટેલિફોન વ્યવસ્થા તો ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં આવી. સહેજે એક સદી પહેલાં. આમ છતાં લગભગ ૯૦ વર્ષ સુધી એમાં ખાસ સુધારો થયો નહીં. દૂરના સ્થળે વાતો કરવામાં મોટા અવાજે વાત કરવી પડે, સંભળાય નહીં. માટે નાણાં બિલની રકમ ગણવાની પ્રક્રિયા પણ ગૂંચવણ ભરેલી. આ પરિસ્થિતિ વચ્ચે એક વ્યક્તિએ ચમત્કાર કર્યો. દેશદાઝવાળી એક ભાવનાશીલ વ્યક્તિ શ્રી સામ પિત્રોડાએ તેમનું ખરું નામ સત્યનારાયણ. લુહાર-સુથાર જ્ઞાતિમાં, ટીકર ગામે તેમનો જન્મ થયો હતો. માંડ ભણ્યા, પરંતુ વિદ્યાપ્રીતિ એવી કે ફિઝિક્સ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી. સ્વિચિંગમાં એમને રસ જાગ્યો. અમેરિકા જેવો વિશાળ દેશ, રસ-ક્ષેત્ર મળી જતાં તેમની મહેનત ફળી. ૧૯૭૪માં તેમણે વેલકોસ સ્વિચિંગ કંપનીની સ્થાપના કરી, જે તેમણે ૧૯૮૦માં રોકવેલને વેચી દેતા ૩,૫૦,૦૦૦,૦૦૦ ડોલર કમાયા. Jain Education Intemational For Private & Personal Use Only Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy