SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ e૯૫ ઝાલાવાડી ઘરનાં પાણીદાર મોતીડાં -કિશોરચંદ્ર ર. ત્રિવેદી એક દંતકથા પ્રમાણે ગુજરાતના મહારાણા કરણની રાણીને વળગાડ હતો. વિરમગામ નજીકના ગામ સચાણાના હરપાળદેવ મકવાણાએ બાબરા ભૂતને વશ કિધો. તેથી રાજી થઈને મહારાજા કરણે હરપાળદેવને વચન દીધું કે એક રાતમાં જેટલાં ગામે તોરણ બાંધે તે બધાં ગામ એમનાં. પોતાની પત્ની શક્તિ માતાનો અવતાર હતાં. એમની સહાયથી હરપાળદેવે એક રાતમાં ૭૦0 તોરણ બાંધ્યાં. (કોઈ ૨૩૦૦ ગામ કહે છે.) એ ઝાલાવંશનો પાટ તે ઝાલાવાડ હળવદ, ધ્રાંગધ્રા, લીંબડી, વાંકાનેર, સાયલા-થાન, લખતર એ ઝાલા રાજપૂતનાં રાજ્યો છે. આ ભૂમિનો ખમીરવંતો ઇતિહાસ જેમ ક્ષાત્ર-વટથી ઊજળો છે તેમ પ્રજા અને પ્રજાવત્સલ રાજવીઓના “મારી રૈયત.....મારી પ્રજા' એવા સૌહાર્દપ્રેમથી પણ ઊજળો છે, તો સામે કણકણમાં હામી થવાની ભાવના એટલી જ બળવત્તર છે. આજનાં આ વિકાસશીલ ભૂમિનાં પૃષ્ઠો પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે અહીં કેટલાંય નરનારીઓ, સતી-જતી ને સંત ઓલિયા ફકીર. શૂરવીરો વીરાંગનાઓ અને એથીય મૂઠી ઊંચેરા માનવીઓ થયા છે. ચિત્તોડ-ઉદેપુરના મહારાણાને મિત્ર-વીર ભામાશા ભેટ્યા અને પારકા હાથમાંથી ભૂમિ છોડાવી પણ અહીં તો કુદરતના કરિશ્મા સામે બાથ ભીડતા અનેક પ્રતાપી–પુરુષોની સૌજન્યતાને નૂતન-અરુણોદયના વીર ભામાશાઓ ભેટ્યા છે. કોનાં નામ લઈએ, કોનાં નામ વીસરીએ! કેળવણી ક્ષેત્રે વઢવાણમાં જ તે જમાનામાં, હાઇસ્કૂલ ઊભી કરનારા દાજીરાજજીને! રાજકોટ-રાજકુમાર કોલેજના વર્તમાન ચેરમેનપદે આરૂઢ એવા છેલ્લા વઢવાણનરેશ ચૈતન્યદેવસિંહજીને! લીંબડીના “વીર વિક્રમ'ના રાજ્યની ઝાંખી કરાવનાર સર જસવંતસિંહજીને! વાંકાનેર અમરસિંહજી, ૧૦૧ ઝાલર વાગે ઝાલાવાડમાં વર્ષના પ્રતાપસિંહજી! હળવદની ગાદી સ્થાપનાર (લોકમેળાઓની રમઝટ બોલે ઝાલાવાડમાં રાયસિંહજીને! વિદ્વાન-ઇતિહાસપ્રેમી–ધ્રાંગધ્રા Jain Education Intemational in Intermational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy