________________
શાશ્વત સૌરભ ભાગ-૨
* વ્યવસાયક્ષેત્રે કુશળ સંચાલન અને સિદ્ધિ માટે સન્માનપૂર્ણ NRC award-૨૦૦૬માં મેળવ્યો. પ્રેસિડેન્ટ બુશ દ્વારા Enterpreneur of the year એવોર્ડ અને વર્લ્ડ બીઝનેસ ફોરમ INC દ્વારા `woman Enterprenear of the year → NAWBO woman Business owner of the year' એવોર્ડ્સ મેળવ્યા.
૨૦૦૬ના શ્રેષ્ઠ મહિલા ઉદ્યોગપતિ તરીકેનો ગૌરવપ્રદ એવોર્ડ સ્વીકારતી વખતે કલ્પનાબહેને જણાવેલું કે એમને જે સફળતા પ્રાપ્ત થઈ છે તે સહિયારા પુરુષાર્થ [Excellance Through Teamwork]ને આભારી છે.
૧૯૯૮માં સ્થપાયેલી UCI કંપની આજે ન્યૂયોર્કની મહિલા ઉદ્યોગક્ષેત્રે, પ્રથમ કક્ષાની કંપની ગણાય છે. જેનું વાર્ષિક
Jain Education International
વેચાણ ૫૦૦૦,૦૦૦/-થી પણ વધારે છે. કલ્પનાબહેને ન્યૂયોર્ક શહેર, ન્યૂયોર્ક સ્ટેટ અને અમેરિકન સેન્ટ્રલ ગવર્મેન્ટના ઘણાં કોન્ટ્રેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. બદલ તેમને એવોર્ડ્સ પણ મળ્યા છે. UNI ઉપરાંત અમેરિકાની મહિલા ઉદ્યોગની અન્ય સંસ્થાઓમાં ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર'માં સેવાઓ આપે છે. NAWBAના બોર્ડમાં ટેક્નોલોજી વિભાગના અધ્યક્ષ છે.
6G3
વિદેશની ધરતી પર અમેરિકામાં શ્રેષ્ઠ મહિલા ઉદ્યોગપતિ તરીકે સન્માન પ્રાપ્ત કરનાર કલ્પનાબહેન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સમય મેળવીને ભાગ લે છે. ન્યૂયોર્કમાં બિરજુ મહારાજના શિષ્ય ચરખાજી સાથે “ઇસ્ટ વેસ્ટ સ્કૂલ ઓફ ડાન્સ”માં અને ‘શિક્ષાયતન’ મ્યૂઝીક સ્કૂલમાં માનદ્ સેવાઓ આપે છે.
ન્યૂયોર્કમાં ગુજરાતી, ભારતીય અને અમેરિકન ત્રણેયની સંસ્થાઓ સાથે તેઓ સંકાયેલાં છે. અમેરિકામાં સતત પ્રવૃત્તિશીલ કલ્પનાબહેનને વતન ભાવનગરનું અનોખું ખેંચાણ છે. તેઓ તેમની સફળતાનો પાયો ભાવનગરના ઘડતરકાળને ગણે છે. જ્યાં તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, વક્તૃત્વ અને નૃત્યકલાનાં બીજ રોપાયાં, સંવર્ધિત થયાં.
સોમનાથનું ભવ્ય મંદિર વેરાવળ પાસે (ગુજરાત)
For Private & Personal Use Only
૨૦૦૫માં ઘરશાળા-ભાવનગરને આંગણે કલ્પનાબહેને ગુરુજનોના ઋણસ્વીકા૨ના નિરાળા કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં ભૂતપૂર્વ શિક્ષકો અને કર્મચારીઓ (આશરે ૭૦ શિક્ષકો)ને નિમંત્ર્યાં. સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર દ્વારા તેમનું બહુમાન કર્યું. ભાવનગરમાં સાયન્સસીટીમાં ‘કાનજીભાઈ ચૌહાણ લાઈબ્રેરી' માટે રૂા. નવ લાખનું દાન આપેલ છે. તદુપરાંત ભાવનગરની શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને, વ્યક્તિઓને નિયમિતરૂપે આર્થિક સહાય કરતાં રહે છે.
પિતાશ્રી કાનજીભાઈ ચૌહાણની સ્મૃતિમાં તેમણે ‘આશિયાના ટ્રસ્ટ' બનાવ્યું છે. નિવૃત્ત થયાં પછી પિતાની સ્મૃતિમાં શિક્ષણક્ષેત્રે કામ કરવાની કલ્પનાબહેનની ભવિષ્યની કલ્પના છે.
www.jainelibrary.org