SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિત્તાામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા ગણેશચંદ્રના. જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા, પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યો, તો પણ ગણેશચંદ્રે દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહીં. એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવમાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રજીના જીવનનો આમ કરુણ અંત આવ્યો. ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ તેમની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવિટયાઓને માર્યો અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્રે જોયું કે ઘરના બારણામાં નાનો દિત્તારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, “આ તું શું કરે છે?' દિત્તારામે કહ્યું, “તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું." એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિનારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસ્વાલને ત્યાં દિત્તાનો ઉછેર થયો. જોધમલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ Jain Education International ધન્ય ધરા આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્ય કરવા ઇત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામર છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ.સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ત્રણસો ગાવાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુમહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોશિયારપુર, જીરા, લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશક્તિ અને સ્મરાશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથી ભાગ્યે જ મળતા. હસ્તપ્રત-પોચીઓ રૂપે ગ્રંથો મળતા તે વાંચતાં તેમની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ઊંધો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભગવત, શાંકરભાષ્ય ઇત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઇબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મના આગમાં અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા બધા ગ્રંથોનું તેમણે પરિશીલન કર્યું હતું. તેથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી, સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ પંજાબમાં ત્યારે દેખાતી ન હતી. ઈ.સ. ૧૯૨૦માં આગ્રામાં તેમણે ચાતુર્માસ કર્યું. તે વખતે સમર્થ સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy