SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધર્મપ્રભાવકો અને પ્રજ્ઞાવંતોનાં પુણ્યસંસ્મરણો ભારતીય તત્ત્વજ્ઞાનનો વ્યાપ વિશાળ અને અનંત છે, તેમ તેની ઊંડાઈ પણ અતાગ છે. તેમ છતાં એ પૂરેપૂરું વ્યવહારુ છે, જીવનના નિત્યક્રમમાં ઉપયોગી થનારું હાથવગું શાસ્ત્ર છે. અનાદિકાળથી માનવજીવન પરસ્પર-વિરોધી છેડાઓ વચ્ચે દોલાયમાન રહે છે. માનવીની ચિત્તવૃત્તિઓ, લાગણીઓ અને મનના તરંગી વિચારો સદ્ અને અસા સામસામા છેડાઓને સ્પર્શને આવનજાવન, ચડઊતર અને સુષુપ્તજાગૃત રહ્યા કરતાં હોય છે. એમાંથી જ આનંદની અને વેદનાની, આશા અને નિરાશાની, સુખની અને દુઃખની, પુણ્યની અને પાપની સંવેદનાઓ જન્મતી હોય છે. આ દ્વંદ્વોમાં તટસ્થતા કે સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ મોક્ષ અને મુક્તિ છે. આવા મોક્ષનો રાહ તત્ત્વજ્ઞાનીઓ આપણને સુપેરે બતાવે છે. પરંતુ, તત્ત્વજ્ઞાન તો ઘણીવાર એક જટિલ પ્રક્રિયારૂપે પ્રવર્તતું હોય છે. સામાન્ય માનવીને એ તરત ગળે ઊતરે–ન પણ ઊતરે ત્યારે પંડિતો અને પ્રજ્ઞાવંતોનાં ચરિત્ર ચોક્કસ દર્શન કરાવે છે. એમની વાણી જટિલ નહીં, પણ સીધી સરળ હોય છે. એમનાં વિધાનો અટપટી વિચારપ્રક્રિયાનાં પરિણામો નથી, પણ અનુભવ વાણીનો નિચોડ છે. ડૉ. રસેશ. જમીનદાર આ મહામેધાવીઓ જીવનભરની તપશ્ચર્યાઓને અંતે નક્કર અનુભવને શબ્દોમાં ઉતારતા ગયા. એમણે જીવનનો અને જગતનો, સાક્ષાત્કાર કરેલો હોય છે. એમની એ અમૃતમય વાણીમાંથી તત્ત્વબોધ લઈને સાધારણ માણસ પણ પોતાના દોલાયમાન જીવનને સ્થિર, સુમધુર અને સ્થિતપ્રજ્ઞ કરી શકે છે, એટલે તો કહેવાય છે કે ધર્મપ્રભાવકો આભના વજનદાર ટેકા છે. એમના થકી તો આ બ્રહ્માંડ ઊભું છે. એમને પળેપળ યાદ કરવા એ તો આપણું કર્તવ્ય છે. આ ટૂંકી લેખમાળા રજૂ કરે છે ડૉ. રસેશભાઈ જમીનદાર, જેમના વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય આ ગ્રંથમાં જ વીસમી સદીના વિશેષાર્થ્યના અધિકારીઓ' લેખમાળામાં પ્રગટ થયેલો છે. ઇતિહાસ અને સંસ્કૃતિના તેઓ મર્મજ્ઞ અને અભ્યાસી છે. ઇતિહાસનિરૂપણમાં બુનિયાદી જ્ઞાપકોનો તેઓ મૂળભૂત દૃષ્ટિથી અભ્યાસ કરીને પોતાના મૌલિક અર્થઘટનથી તે તે ઘટનાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરે છે. ઇતિહાસનાં આલેખનમાં એમની શૈલી આગવી અને નિરાલી છે. ટૂંકીનોંધમાં પણ એમની આ વિશેષતા જોઈ શકાય છે. —સંપાદક Jain Education International For Private & Personal Use Only ૫૫ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy