SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વયમાં કોલેજનો અભ્યાસ શરૂ થયો ત્યાં જ ગાંધીજીના પ્રભાવે આંદોલનમાં જોડાવું પડ્યું. એ પછી વિદ્યાપીઠમાં સ્નાતક થઈને અમદાવાદમાં શિક્ષક થયા, સાથે સાધુસંગત પણ ચાલવા લાગી. એક વાર નર્મદાતટે ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન કરવા જવાનું થયું, ત્યાં પૂ. વાસુદેવાનંદ સરસ્વતી નામના પરમહંસ સંતનાં દર્શન થયાં. તેમણે આજ્ઞા કરીને ‘દત્તપુરાણ’નાં એકસો પારાયણ કરવા કહ્યું. ભરૂચમાંથી ગ્રંથ મળતાં નોકરી છોડીને ગુરુ આજ્ઞા મુજબ પેલા ગ્રંથનું પારાયણ કરવાનું શરૂ કર્યું. પારાયણ કરતાંકરતાં માતાજીની માંદગી નિમિત્તે એમણે દત્તાષ્ટક’ અને એ પછી સંસ્કૃતમાં ‘દત્ત શરણાષ્ટકમ્' જેવી રચનાઓ આપી. આ બંનેમાં પોતાના નામને બદલે ‘રંગ’ નામ લખ્યું, જે પછીથી મૂળનામથી વધુ પ્રચલિત બની ગયું. ઉત્તરાવસ્થામાં એક સંતે એમને આદેશ કર્યો કે, “એકાંત શોધ!' એની શોધમાં નર્મદા કિનારે આવેલા શિવાલય ‘નારેશ્વર’માં જઈને સ્થિર થયા. આજે દત્તભક્તો માટે નારેશ્વર તીર્થ બની ગયું છે. ગુજરાતમાં દત્તઉપાસનાનો સૌથી વધુ વિસ્તાર પૂ. રંગ અવધૂતનાં કાર્યોનું જ સીધું પરિણામ છે. જૂનાગઢમાં જન્મેલા બાલકૃષ્ણ મોટી ઉંમરે સમગ્ર ગુજરાતમાં સંત પુનિત મહારાજ નામે ખ્યાતનામ થયા. છ વર્ષની વયે પિતા ગુમાવતાં માતાના આધારે તેમનો ઉછેર થયો. ઘરકામ અને છૂટક મજૂરી કરીને લલિતાબાએ બાલકૃષ્ણનો ઉછેર કર્યો. બાળવયે સંસ્કારસિંચન માટે માતા પુત્રને મંદિરે દેવદર્શન-કીર્તન માટે લઈ જતી. પરિણામે બાલકૃષ્ણને ભગવદ્ભક્તિ માટે ભજન ગાવા–ગવડાવવાનો રંગ લાગ્યો. શાળાના એક શિક્ષકે તેમને કવિતા લખવા પ્રોત્સાહન આપેલું, જેથી ભક્તિકાવ્યો–ભજનો લખાવાં લાગ્યાં. એક છાપામાં નોકરી મળતાં વતન છોડીને માતા સાથે અમદાવાદ આવીને વસ્યા, પરંતુ આ શહેરના સઘ મિત્રોના દગાથી આર્થિક ઉપાધિ વધી. માંદા પુત્રની સારવાર કરવા નાણાં ઉછીનાં લીધાં પણ નાણાં અને પુત્ર બંને ગયાં. એવામાં ડૉક્ટરે તેમને ચેતવ્યા : “તમને ક્ષય રોગ થયો છે અને તે ત્રીજા સ્ટેજમાં છે, તેથી મટે એમ નથી.” આમ શારીરિક, માનસિક અને આર્થિક એવા ત્રિવિધ સંતાપથી ઘેરાયેલા બાલકૃષ્ણને એક કથાકારનાં વચનોએ સભાન કર્યા : બીજાં રસાયણો માત્ર મનના રોગ મટાડે છે, રામનામનું રસાયણ તન અને મનના તમામ રોગોને જડમૂળથી નાબૂદ કરે છે. તેથી બધો ભાર ભગવાનને સોંપી હળવા થાવ!” આ શબ્દોથી જાગૃત થયેલા બાલકૃષ્ણ સીધા મંદિરમાં દોડી ગયા. ભગવાનના ચરણોમાં માથું ટેકવી પ્રાર્થના કરી—“હે પ્રભુ! હું આજથી તારા શરણે છું.”— બસ, પછી તો જાણે ચમત્કાર થયો! નોકરી મળી, આર્થિક સંકટ Jain Education International 933 ગયું, ભજનો રચાવાં લાગ્યાં, મંડળી જામતી ગઈ. પછી ગામડેગામડે કથાકીર્તન કરવાં માંડ્યાં. જે આવક થાય તેમાંથી કુટુંબ માટે કે અંતર કશું રાખવાને બદલે ગરીબો-ભૂખ્યાંને દાન કરી દેતા. જે બચ્યું એનું ટ્રસ્ટ બનાવ્યું. પુનિત સેવા ટ્રસ્ટ' નામનું અમદાવાદનું આ ટ્રસ્ટ આજે પણ ભૂખ્યાંઓને ‘રામરોટી' આપે છે અને ‘જનકલ્યાણ’ માસિક દ્વારા ધર્મપ્રેમી જનતાને કથાપ્રસંગ, ભજન વગેરે દ્વારા સંસ્કારસિંચનનું કામ કરે છે. ૧૯૬૨માં દેહવિલય પામેલા આ સંતે ‘પુનિત ટ્રસ્ટ’નો પાયાનો સિદ્ધાંત થોડો પણ સચોટ શબ્દોમાં આ રીતે દર્શાવ્યો છે : ફંડ ત્યાં ફંદ અને ફંડ ત્યાં બંડ એટલે જરૂરથી વધુ ફંડ ભેગું કરવું જ નહીં.” સંસ્કૃત અને હિન્દીના ધર્મગ્રંથો પૂરી નિષ્ઠા, અધિકૃત વાચના અને યોગ્ય કિંમતે ઉત્તર હિંદમાં ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા દેશમાં પહોંચાડાય છે. ગુજરાતમાં આવા ગ્રંથો ગુજરાતી અનુવાદ સાથે પડતર કિંમતે પ્રજાને સુલભ કરી આપવાનું ભગીરથ કાર્ય ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય', અમદાવાદ દ્વારા હાથ ધરાયું છે. તેના સ્થાપક સંત ભિક્ષુ અખંડઆનંદ એક ઉત્તમ ધર્મપ્રચારક થઈ ગયા. બોરસદ (જિ. આણંદ)ના એક લોહાણા વેપારી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતા ઘણાં ધાર્મિક હતાં. મંદિરે દર્શન અને ઘરમાં સાધુસંતના સંગના કારણે સંસ્કારો ઘડાયા. આ કુટુંબમાં વારંવાર આવતા સંત મોહનદાસે આ બાળકને નિહાળતાં ભવિષ્ય ભાખ્યું કે “આ છોકરો ભવિષ્યમાં એક સમર્થ સન્યાસી થશે.' કિશોરવયમાં જ પિતાનું અવસાન થતાં વેપાર સંભાળવો પડ્યો, છતાં પ્રબળ સંસ્કારોએ વૈરાગ્યભાવ સુર્દઢ કરી આપતાં ખરીદીનું બહાનું કાઢી દેશાટન માટે નીકળી ગયા. સ્વામી શિવાનંદે એમને દીક્ષા આપી અને ‘ભિક્ષુ અખંડઆનંદ' નામ આપીને ઓળખાવ્યા. અહીંથી સન્યાસી જીવનનો આરંભ થયો. દેશાટન દરમ્યાન અનુભવ્યું કે, દેશની ગરીબીના મૂળમાં શિક્ષણ અને જ્ઞાનનો ઘણો અભાવ છે. તેથી સારાં ઉત્તમ પુસ્તકો સસ્તી કિંમતે પ્રજાને પૂરાં પાડવાંનાં શુભ હેતુથી અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય'ની રચના કરી. ધર્મ ઉપરાંત વિવિધ વિષય અને ભાષાનાં ઉત્તમ પુસ્તકો ગુજરાતી વાચકો સુધી નહીં નફો, નહીં નુકશાન'ના ધોરણે સસ્તી કિંમતે પ્રજાને પહોંચાડતું આ ટ્રસ્ટ ‘અખંડ આનંદ’ નામનું માસિક પણ પ્રગટ કરે છે. આમ પિતાનો વેપાર છોડી, સંસ્કારસિંચનના પુણ્યનો વેપાર સ્વીકારનાર આ સંતે ૬૮ વર્ષની વયે ૧૯૪૨માં પોતાની જીવનલીલા સંકેલી. પ્રજાના ધર્મ સાથેનાં અન્ય કાર્યોનાં વિકાસ માટે એકલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy