SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પણ ગંભીરસિંહભાઈ પાસે મળે જ, તેથી બેધડક કહું છું કે, એમણે ‘પુસ્તકોની પરબ’ કે ‘જ્ઞાનની પરબ' માંડી છે. તમે ગંભીરસિંહભાઈને ત્યાં જાઓ અને એમનું રસોડું જોયા વિના આવો તો ભારોભાર વસવસો થાય. ગૃહિણીનો મોટાભાગનો સમય રસોડામાં જાય છે, ત્યાં પણ શુદ્ધ અને સાત્ત્વિક વિચારોનું ભાથું ન હોય તો ગૃહિણીના સંસ્કારોમાં ઓટ આવી જાય. રસોડું તો ગૃહિણી માટે પવિત્ર મંદિર છે, જો એટલી સમજણ હોય તો. પોતે મૂળ તો સ્વામિનારાયણના. સહજાનંદ સ્વામીની આખી શિક્ષાપત્રી ચિત્રોમાં એમના રસોડામાં જોવા મળે. કેટલાંય અપ્રાપ્ય અને અમૂલ્ય ચિત્રો પણ ખરાં. રસોડામાં વસ્તુઓની ગોઠવણ પણ આજની કહેવાતી સુધરેલી–આધુનિક ગૃહિણીઓએ એક વખત ગંભીરસિંહભાઈના રસોડાની મુલાકાત લેવા જેવી છે, પછી એ માટે ક્લાસ કરવાની જરૂર નહીં રહે. આવા માણસના ઘરનાં-બાળકોના સંસ્કારો માટે પણ મસ્તક નમાવવું પડે એવી દીકરીઓ છે, એમની સંસ્કારિતા અને વાણી–વર્તનને સલામ છે. આજના આધુનિકતાના અંચળા પાછળ જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે તેનાથી તદ્દન ભિન્નસંપૂર્ણ ભરતીય! ગંભીરસિંહભાઈ આ બધાની સાથે સાથે વ્યવહારુ પણ એટલા જ છે. પોતે બધું જ સમજી લે, વિચારી લે અને પછી આગળનું પગલું ભરે-ઘરમાં-બહાર એમની સાત્ત્વિકતાનો આપણને સતત પરિચય મળ્યા જ કરે. આવા કુટુંબમાં દહેજનું નામ આવે તો દીકરી પરણાવાની માંડી વાળવાની તૈયારીવાળા. એ કહે પણ ખરા કે, “જો દહેજ આપીને દીકરીને આપીએ તો એનો અર્થ એ થયો કે, આપણે દીકરીને પરણાવતા નથી, વેચીએ છીએ અને દીકરીને વેચવી એનાથી બીજી અધમતા, કઈ હોઈ શકે?' એટલે મોટી દીકરીને પરણાવી ત્યારે કંકુ અને કન્યા જ. હમણાં બીજી દીકરીનાં લગ્ન થયાં. પોતાને ખર્ચવું હોય તો ખર્ચી શકે એટલી આર્થિક ક્ષમતા ખરી જ. વરપક્ષે પણ લાખ રૂપિયા તો રમતાં રમતાં વાપરી શકે એવા-વાપીમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવનારા. પણ માત્ર ત્રણ વ્યક્તિઓ લગ્નમાં, સાદી વિધિ, કોઈ જ સગાંસંબંધી નહીં, અરે! એની મોટી બહેનને પણ તેડાવેલ નહીં! કશો જ ખોટો ખર્ચ નહીં, કશો જ ભપકો નહીં, કશો જ શોરબકોર નહીં. ન કંકોત્રી, ન ચાંલ્લો કે ન ભેટ, ન જાહેરાત Jain Education International ૬૨૧ કે કંઈ જ નહીં! કરિયાવરમાં થોડાં કપડાં. શુકન પૂરતો એક નાનો દાગીનો, બસ. ન વાસણ, ન ફર્નિચર કે બીજી કોઈ વસ્તુ નહીં! વરપક્ષેથી પણ કોઈ જ અપેક્ષા કે આશા નહીં! એમણે પણ કહેલું, “અમારે કરિયાવર નહીં, તમારી દીકરી જોઈએ.” આવા ગંભીરસિંહના જમાઈરાજને પણ ધન્યવાદ આપવા ઘટે. કોઈ ઉપદેશ કે કશું નહીં. જે કંઈ કરવાનું હોય તેનું પોતે આચરણ કરો, એવી સ્પષ્ટ ભાવનાવાળા ગંભીરસિંહભાઈનું વ્યક્તિત્ત્વ અત્યંત સૌમ્ય અને પ્રેમાળ છે, તમને જે પુસ્તક આપ્યું હોય, એમાં સિક્કા મારેલાં જ હોય-પ્રકાશ ચશ્માંવાળાના. પણ અત્યંત સુઘડ રીતે, ક્યાંય પણ એકેય શબ્દને હાનિ ન પહોંચે એ રીતે. તમે પણ ભાવનગર જાઓ ‘બારસે મહાદેવવાડી’માં ગંભીરસિંહભાઈને મળવાનું રખે ચૂકતા. એમની પુસ્તક પરબ'માંથી એકાદ ઘૂંટડો પાણી પીવાનો પણ જીવનમાં એક લહાવો હોય છે. સતીમાતા વહેતી બાણગંગા નદીનાં પવિત્ર જળ! એના કાંઠે આવેલું શિવજીનું મંદિર. ત્યાંજ સતીમાતાની કુટિર! હા, સતીમાતા રૂપ કંવરજી ઓફ બાલા! હસતો લાંબો ચહેરો, હાથમાં રુદ્રાક્ષની માળા અને સફેદ વસ્ત્રોમાં એક દેદીપ્યમાન વ્યક્તિત્વ ઊભરાતું લાગે. એમની આંખોની નિર્મળતા અને પવિત્રપણું આપણને સ્પર્શી જાય નખશિખ! એમનું સ્મિત આપણને આનંદનો કરાવે અનુભવ. કેટલીક આંખો એવી કે જોતાંની સાથે જ ધિક્કાર ઉપજે, કેટલીક આંખો એવી કે, આપણને આનંદના ધોધનો અનુભવ કરાવે. આપણને સમાવી લે પોતાનામાં. કેટલાક મહાન આત્માઓની આંખોમાંથી સતત વરસતો અમૃતનો વરસાદ. એ આંખો જોતાંની સાથે જ એક ચોક્કસ પ્રકારની શાતાનો અનુભવ થાય આપણને. એવી જ આંખો સતીમાતાની. એમાંથી વહેતું પ્રજા માટેના અગાધ પ્રેમનું ઝરણું. એ ઝરણામાં ઝબકોળાઈને આપણી જાતને ધન્યતાનો અનુભવ કરાવી શકીએ. અત્યારે એ સતીમાતાની ઉંમર હશે પાંસઠ વર્ષ આજુબાજુની. હજુ પણ એમની તાજગીને આવી નથી ઓટ. એ જ એમનો નિત્યક્રમ. આખો દિવસ લોકો વચ્ચે ઘેરાયેલાં જ હોય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy