SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બબલભાઈના ચુસ્ત અનુયાયી શ્રી વિઠ્ઠલભાઈ ‘આદર્શ તરફ દૃષ્ટિ અને વ્યવહાર તરફ કર્તવ્ય' કરી રહ્યા છે. જેવું છે, જ્યાં સારું છે, ત્યાંથી ઊંચકી લે છે, બીજામાં ઉત્સાહ જગાડવો, એને પ્રોત્સાહિત કરવાનું તેઓ કામ કરે છે, તેથી તો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે તેમ, “માણસમાં જે કંઈ પડ્યું છે તેનો વિકાસ કરવાની રીત છે, એની કદર કરીને પ્રોત્સાહન આપવાની' અને એ રીતે શ્રી વિઠ્ઠલભાઈ કાર્યરત છે. ગૌતમબુદ્ધે કહ્યું છે કે, “કલ્યાણ કરવું એ બહું અઘરી બાબત છે, અને અકલ્યાણ કરવું એ અત્યંત સરળ બાબત છે.” આજે તો માણસ એકબીજાનું અકલ્યાણ કરવામાં જોતરાયેલો છે ત્યારે ધોમધખતા તાપમાં, નિર્જન રસ્તે ‘પરબ' જેવું કામ શ્રી વિઠ્ઠલભાઈ કરી રહ્યા છે એટલે એમને એક સાથે સો સલામી આપવાની ઇચ્છા થાય છે. ગંભીરસિંહભાઈ શિક્ષણથી માણસનું અજ્ઞાન દૂર થતું હોય છે, જીવનને એક ચોક્કસ પ્રકારની દિશા મળતી હોય છે. તેથી જે સામાજિક રીતે ખોટા અને ખરાબ રીત-રિવાજો છે તેને તિલાંજલિ આપી શકાય. જે કાંઈ સારું છે, યોગ્ય છે, એનો સ્વીકાર કરીને આજના સંકડામણના સમયમાં જ્યારે આપણે એકવીસમી સદીના કિનારે આવીને ઊભાં છીએ ત્યારે આપણી માનસિક સ્થિતિ અઢારમી સદીની હોય તો કેમ ચાલે? આજે સવારે છાપુ ખોલીએ છીએ ત્યારે બહેનોના આપઘાત, ખૂન કે મારઝૂડના સમાચાર વાંચીને કમકમી જઈએ છીએ. બીજા, આવા તો અનેક અપ્રગટ કિસ્સાઓ હશે જે ગામની કે સીમની બહાર નીકળી શકતા નહીં હોય. એના કારણમાં જોવા જઈએ તો, આ બધાના મૂળમાં આજનો સળગતો પ્રશ્ન રહેલો દહેજનો! ‘દહેજ’ શબ્દ સાંભળતાની સાથે જ હું કોઈ અંધારિયા ખંડમાં હોઉ એવી અનુભૂતિ થાય છે. એકબાજુ આપણે રોકેટ . ગતિએ વિકાસ કરી રહ્યા છીએ. એકવીસમી સદીમાં જવાની ઠાંસ મારીએ છીએ ત્યારે બીજી બાજુ અમાનવીય કાર્યો કરતાં પણ આપણે અચકાતાં નથી. એના કરતાં તો આપણો વિકાસ નહોતો થયો, વૈજ્ઞાનિક શોધખોળો નહોતી થઈ, ત્યારે માણસ આરામ અને આનંદથી જીવી શકતો હતો, પણ આજે જેમ જેમ શૈક્ષણિક વિકાસ થતો ગયો તેમ તેમ આપણું માનસ સાંકડુંસંકુચિત બનતું ગયું. Jain Education International ૧૯ માણસના મનની વિશાળતા મરી પરવારી. આપણે વધારે સ્વાર્થી, કપટી, દ્વેષીલા, અને અહંકારી બનતા ગયા છીએ. બીજાનું જે થવાનું હોય તે થાય પણ મારો સ્વાર્થ સધાવો જોઈએ, બીજાનું પડાવી લેવાની દાનતવાળા બનતા ગયા અને એ રીતે આપણું માનસ ઉપયોગિતાવાદી બનતું ગયું છે. જ્યારે લગ્નનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આપણે, આપણા કેળવણી પામેલાંઓ, ડિગ્રી ધારીઓ પણ દહેજનો દલ્લો વધારેમાં વધારે કોની પાસેથી મળે એવું શોધતાં હોય છે તો પછી એને લગ્ન કેવી રીતે કહેવાય? આજે તો લગ્નના બજારમાં મૂરતિયાના ભાવ બોલાય છે : ગ્રેજ્યુએટના પચાસ હજાર, ડૉક્ટર કે એન્જિનિયરના એંસી હજાર, જો એ ગ્રીનકાર્ડ ધરાવતો હોય તો લાખ કે બે લાખ-જાણે લગ્નના બજારમાં વેચાતી કોઈ ચીજ ન હોય? લગ્ન તો હૃદયનો સોદો છે, બે આત્માઓનું ઐક્ય છે, પણ અહીં તો લગ્નનો અર્થ દહેજ થઈ ગયો છે. ક્યાં જઈને અટકશે આ બધું? તો પછી, પ્રશ્ન એ થાય છે કે, શિક્ષણ દ્વારા આપણે ક્યા પ્રકારનો વિકાસ કર્યો? શિક્ષણ દ્વારા આપણે શું મેળવ્યું? કદાચ આપણે પદવીઓ મેળવી, પ્રમાણપત્રો મેળવ્યાં, પણ વિદ્યા નામની સુંદરતાથી આપણે એક હજાર કિલોમીટર દૂર રહ્યાં. વિદ્યા એટલે જે મુક્તિ અપાવે તે, અનિષ્ટો, અનીતિથી અને ગેરવર્તણૂકથી દૂર રાખે તે. પણ અહીં તો વિદ્યાને આપણે અભડાવવા માંડ્યાં છીએ, કારણ કે, આપણે માણસને માણસ નહીં પણ એક ચીજ કે વસ્તુ બનાવી દીધો છે. લગ્નનું નક્કી થવા આવે એટલે દીકરા પક્ષેથી પૂછવામાં આવે કે, “એ બધું ઠીક છે, પણ લેવડ-દેવડનું શું?” ત્યારે દીકરીના બાપની લાચારી કેવી ટળવળતી હોય છે? આવું પૂછનારને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઈએ, જાહેરમાં ફટકા મારીને મારી નાખવો જોઈએ અથવા ઘોડાઓના પગ તળે ચૂંથાવવો જોઈએ. દહેજ માટે કાયદાઓ બને છે, જાહેરાતો થાય છે છતાં પણ દહેજ ન આપી શકવાના કારણે અનેક સંસ્કારીશિક્ષિત યુવતીઓ ઘરના ખૂણે આંસુ પીતી હોય છે અથવા પરણ્યા પછી દહેજના ખપ્પરમાં હોમાતી હોય છે. દહેજ' નામનો કંસ આજે કેટલી દેવકીઓનાં જીવન રોળી રહ્યો છે! પછી કાયદાઓનો શો અર્થ? સાચો પ્રશ્ન છે, કાયદાનો નહીં, માણસના હૃદયપરિવર્તનનો! લગ્ન એ કોઈ આર્થિકતાના ત્રાજવામાં તોળી શકાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy