SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એણે જોઈ હતી એની માની વ્યથા! એ વ્યથાએ એને પ્રેરણા આપી હતી! એ પ્રેરણાનાં પીયૂષ પીને એણે ઘડ્યું હતું પોતાનું જીવન અને એટલે તો મેડિકલ સાયન્સમાં એની નામના હતી અને પછી તો એની નામના ચોમેર પ્રસરી ગઈ હતી— ધૂપસળીની જેમ! હું મારી માએ ભોગવેલાં દુ:ખનો બદલો વાળવા ચાહતો હતો! એટલે તો એણે એની માને સમગ્ર હિન્દુસ્તાનની યાત્રા કરાવી હતી! અને પછી જ માના આગ્રહને કારણે એણે લગ્ન કર્યાં હતાં–એક લેડી ડૉક્ટર સાથે! પોતાના જગલાનો સુખી સંસાર જોઈને માએ હસતાં હસતાં આંખ મીંચી હતી! આજેય ડૉ. જયદીપના કન્સલ્ટિંગ રૂમમાં–પોતાની ખુરશીની ઉપર માનો ફોટો લટકતો હતો! એ જ ડૉ. જયદીપે પોતાના ગામમાં શાળાના મકાન માટે મોટું દાન આપ્યું હતું. વર્ષમાં એક વખત તો એ પોતાના ગામમાં આંટો મારી આવતો–પણ પોતાનું વતનેય બદલાઈ ગયું હતું પોતાની જેમ! એક ગરીબ બાઈની યાચનાએ એને ઘસડ્યો હતો પોતાનામાં! એ ગરીબ બાઈની યાચનામાં-એના ચહેરામાં ડૉ. જગદીપને જણાયો હતો પોતાની માતાનો ચહેરો! ત્યારે એક પણ પૈસો દીધા વિના આંસુ ભરી જિંદગીને નવો અવતાર આપ્યો. આ બાઈ ડૉક્ટરના પગે પડી હતી! અને ડૉક્ટર પણ રડી પડ્યો હતો ત્યારે તે! મારાં એ આંસુ નહોતાં પણ એ આંસુમાં તરતી હતી મારી ગઈકાલ! હું તો એ આંસુના કિનારે ઊગેલો એક લીમડો છું. પાનખર પછી વસંત આવે છે. એની ડાળીએ પંખીઓ બેસે છે અને ધીખતા તડકામાં આશરો મેળવે છે અન્ય પણ! એવું જ હોય છે આપણું પણ.” હરિસિંહભાઈ જબરજસ્ત ઝંઝાવાતો વચ્ચે એક પાંદડું પણ ન ખરે અને એકાદ પવનની લહેરથી મૂળિયાં સમેત વડલો ઊખડી જાય એ એક આશ્ચર્ય તો ખરું ને? એવું જ કશુંક થયું છે શ્રી હરિસિંહભાઈ ગોહિલ માટે, સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી હરિસિંહભાઈનું નામ કોઈને અપરિચિત નથી. ઘરનું ગોપીચંદન ઘસીને બીજાના માટે દોડતા ન જાય તો તે હરિસિંહભાઈ નહીં! જેમણે પોતાની આખી Jain Education International ધન્ય ધરા જિંદગીમાં પોતાના કુટુંબ માટે પાછું વળીને જોયું નથી એવા સૌરાષ્ટ્રમાં ‘ભાઈ’ના હુલામણા નામે ઓળખાતા હરિસિંહભાઈ હવે ભાંગી પડ્યા છે. એનું કારણ છે, પોતાના ત્રણ દીકરાઓમાં સૌથી નાના દીકરાનું ભરયુવાનીમાં એકાએક અવસાન થયું છે, આ આઘાતે એમને ભાંગી નાખ્યા છે. જેને આજ સુધી કોઈ ભાંગી શક્યું નથી એમની આંખોમાં મેં સૌ પ્રથમ આંસુ જોયાં ત્યારે હું સાચ્ચે જ હચમચી ગયો હતો. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ના અંતમાં એક વાક્ય આવે છે કે ‘તમે માણસને ખતમ કરી શકશો પણ તેને પરાજિત નહીં કરી શકો.' પણ મને લાગ્યું કે, ખરેખર ‘ભાઈ’ પરાજિત થઈ ગયા હતા-મૃત્યુ આગળ! ભાવનગર જતાં રસ્તામાં સણોસરાની બાજુમાં મુઠ્ઠીભર્યું ગામ આવે છે ગઢુલા. આ ગઢુલાની શેરીઓમાં ધૂળમાં આળોટીને બહાર આવેલું રતન તે શ્રી હરિસિંહભાઈ. જિંદગીની લાંબી વાટે ચાલતાં કદીય થાકનો અનુભવ ન કરનાર અને સદાય યુવાનીના તરવરાટવાળા ‘ભાઈ' ખરેખર થાકી ગયા હતા! જીવનના ઝંઝાવાત પણ કેવા? જીવનનો પથ પણ કેવો? એમના યૌવનકાળમાં અંગ્રેજ સલ્તનતને ખતમ કરવા પ્રયત્નશીલ એવા પ્રખર ક્રાંતિકારીઓના સાથીદાર હતા. સરદાર પૃથ્વીસિંહ આઝાદ (સ્વામીરાવના નામે ગુજરાતમાં રહેલા)ના શિષ્ય થવાનું સદ્ભાગ્ય ભાઈને સાંપડ્યું હતું અને પાછળથી માત્ર એમના શિષ્ય ન રહેતાં એમના સક્રિય સાથીદાર બન્યા હતા. ભણવાનું અભરાઈએ ચડાવીને તેઓ પણ ક્રાંતિકારીઓની સાથે જોડાયેલા અને ઝઝૂમ્યા હતા! દુર્ગાભાભી અને સુખદેવરાજ ભાવનગર આવ્યા ત્યારે તેમને આશ્રય આપ્યો હતો. હિન્દુસ્તાનના ઘણા ક્રાંતિકારીઓને હથિયાર પૂરાં પાડવાનું કામ એમણે કરેલું. કાકોરી રેલ્વે ધાડના એક તહોમતદાર શ્રી સચ્ચીદ્રનાથ બક્ષીએ ‘ભાઈ’ને બનારસ બોલાવેલા, ધંધુકામાં જ્યાં અંગ્રેજોનું થાણું હતું તેનો નાશ કરવાનો પ્લાન કરેલો પણ પાછળથી એક સાથીદારની ગફલતથી નિષ્ફળ ગયેલો, પણ આ રીતે ‘ભાઈ’ દેશના મોટાભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં રહેતા. શ્રી હરિસિંહભાઈ અભ્યાસ પૂરો કરીને વતન ગઢુલા જાય છે અને ૧૯૪૯માં કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસદાર એસોસિએશનના મંત્રી બનીને રાજકોટ વસવાટ કરે છે. ૧૯૪૭માં આઝાદી આવી, રાજકીય પરિવર્તનનો સમય આવ્યો ત્યારે પોતાનો જીવનવ્યવહાર ટકાવી રાખવા માટે મથામણ કરતા ગરાસના નાના નાના ટુકડા ધરાવતા બહુસંખ્ય શોષિતો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy