SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧ ચીનની દીવાલ જેવો જડ ભૂતકાળ ઊભો હતો ધનરાજભાઈની સામે! એ ભૂતકાળનો ઓછાયો પોતાની ઓલાદ ઉપર ના પડે એની પૂરેપૂરી તકેદારી હતી એમની! તોય આ પેઢીથી સંતોષ નહોતો એમને! લોખંડના કારખાનામાં મજૂરી કરતાં કરતાં એમની ચીવટના કારણે બીજા એક કારખાનાવાળાની આંખમાં આવી ગયા હતા એ! કામની સૂઝ, નિષ્ઠા, એમના હૈયાની ઉકલતના કારણે મિલોનાં સાંચા અને મશીન બનાવતા બીજા કારખાનામાં એ જોડાઈ ગયા! ત્યારથી જિંદગીનો નવો વળાંક આવવા લાગ્યો હતો. હવે એમને મજૂરી નહીં પણ કારખાનાની દેખરેખ રાખવાની હતી! ધીમે ધીમે મશીનરીની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી લીધી અને એકાદ વરસમાં તો ધનરાજભાઈ એક ઉત્તમ કારીગર બની ગયા. મિલમાં પણ “ધનરાજભાઈને તાત્કાલિક મોકલો!” એક વખત તો પરદેશથી મિલમાં આવેલું મશીન બગડ્યું! એના નિષ્ણાતો પરદેશથી આવ્યા પણ એમની હોંશિયારી કામિયાબ ન નીવડી! ધનરાજભાઈને બોલાવ્યા! એમણે સંપૂર્ણપણે સમજી લીધું બધું! અને દોઢ કલાકમાં, બધાના આશ્ચર્ય વચ્ચે મશીન ચાલુ કરી બતાવ્યું! બસ. એમની જિંદગીનો એક નવો વળાંક મળી ગયો. મિલના માલિકે એમને સ્વતંત્ર કારખાનું કરવાની દરખાસ્ત મૂકી! આર્થિક જરૂરિયાતની એણે જવાબદારી લીધી. પરદેશના નિષ્ણાતોએ એમને પોતાના દેશ આવવા માટે આમંત્રણ આપ્યું! “કીડીને ગળપણ વધારે ભાવે, પણ આખો લાડવો એના ઉપર મૂકવામાં આવે તો એની શી દશા થાય? મારી પણ એ વખતે એવી જ દશા હતી. મારા કરમ આડેથી પાંદડું ખસી ગયું હતું! હવે હું ગઈકાલનો ધનરાજ ન હતો કે, રોટલાના ટુકડા માટે ઘરે ઘરે ભટકતો હતો! એટલે ભગવાને જે કર્યું છે, એ સારા માટે કર્યું છે.” ધનરાજભાઈ મજૂરમાંથી કારીગર અને એમાંથી શેઠ બની ગયા! આજના સ્પર્ધાના જમાનામાં એ આગળ નીકળી ગયા એમની નિષ્ઠા અને કાર્યકુશળતાના કારણે. એકમાંથી બે અને ત્રણ-ત્રણ કારખાનાંના માલિક ધનરાજભાઈ શેઠ! માંડ પોતાની સહી કરી શકનારા પોતે ધંધાર્થે જગતના ઘણા દેશોની મુલાકાત પણ લઈ ચુક્યા છે. આજે પણ કોઈ ગરીબને જુએ છે તો જે હાથમાં આવે તે આપતાં અચકાતા નથી. શિયાળાની કડકડતી ઠંડીમાં થરથરતાં શરીરને ઢાંકી આવે છે ચૂપચાપ! કદીય નામની કે કીર્તિની ખેવના રાખતા નથી. ગરીબોને ઘણું આપે છે પણ કદી દેખાડો કર્યો નથી એમણે! એ માટે પૂછ્યું તો કહે કે, “ભઈલા, ગરીબની લાચારી હું સારી રીતે જાણું છું.” એટલું બોલતાં બોલતાં તો એમનામાં બેઠેલો “ગરીબ' એકદમ દોડીને બહાર આવી મારી સામે આંસુ ભરેલી આંખે તાકી રહ્યો ટગરટગર! ડો. વમીિ ડૉ. વર્મા દેશના અર્થશાસ્ત્રીઓમાં જેની ગણના થાય એવું એક નામ. અનેક ઔદ્યોગિક સાહસોના સલાહકાર! ભારતને આર્થિક બાબતોનું માર્ગદર્શન આપતી એક સંસ્થાના વિભાગીય વડા ડૉ. વર્મા! આવડું મોટું અસ્તિત્વ એક સાંજે હોટલના ટેબલ પર આંખોમાં આંસુ ભરીને ઊભરાઈ આવ્યું મારી સામે! ત્યારે હચમચી ગયો હતો હું પણ! એક ગરીબ ઘરનો છોકરો જેને સવારથી સાંજ વેગળી હતી! ઝૂંપડપટ્ટીમાં ગોદડાંના ગાભા વણતાં વણતાં એક ચાની લારી પર કપ-રકાબી ધોવા માટે રહેલું બાળક! ગ્રાહકોની સૂચનાઓ, માલિકની ગાળો અને લાપોટ-ઝાપોટ! વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી અને કંતાનની પથારી કરીને પસાર કરવાની રાત! ફરીથી ઊગતો દિવસ! નિત્યક્રમ! ચાની લારી સામેની સોસાયટીના ખૂણા પરના મકાનમાં રહેતી એક શિક્ષિકા! અવારનવાર ચા લઈને જતું બાળક! પહેલી નજરે આંખોને ગમી જાય એવું બાળક! એને મળવા માંડી માતાની મમતા અને એક દિવસ એ શિક્ષિકાએ આવીને તેના માલિકને કહ્યું : “આ છોકરાને મારે ત્યાં ભણવા આવવા દો.” તે જોઈ રહ્યો ફાટી આંખે અને એને પણ પછી તો એ બાળકને સાંજે વહેલી રજા મળવા માંડી ભણવા આવવા માટેની. ત્યારથી એક નવી જિંદગી શરૂ થઈ હતી એ બાળકની! એક નવો પ્રકાશ પથરાતો જતો હતો એના માટે! એક નવું જગત ઊઘડતું હતું એની જિંદગીમાં! . એક વર્ષ..બે વર્ષ...વર્ષો પસાર થતાં જતાં હતાં એ બાળકનાં! અને મેટ્રિકમાં ખૂબ સારા ટકા સાથે બોર્ડમાં એ બાળક ઝળકી ઊઠ્યું ત્યારે તો એના આનંદનો પાર રહ્યો નહોતો. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy