SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દિલમાં ઊઠતાં સંવેદનોને તેમણે પ્રગટ કર્યાં હતાં. પૃથ્વીપટનું અવલોકન કરી તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા છે કે ધરતી પર મુખ્યત્વે બે જ રંગો છે-રાખોડી અને કાળો. આથી તેમની ચિત્રકૃતિઓમાં રંગની બહુલતા જોવા મળતી નથી. તેઓ મક્કમપણે માને છે કે ચિત્રકૃતિ ઓછામાં ઓછા રંગો વડે તૈયાર કરી શકાય તેટલું વધુ સારું. ગુજરાતમાં જન્મેલા લંડનમાં વસતા કવિ અને સમાજસેવક ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ ઈ.સ. ૧૯૮૯ના વર્ષનો ‘વિશ્વગુર્જરી’ પુરસ્કાર જેમને એનાયત થયો છે તે ડાહ્યાભાઈ લંડનમાં વસે છે અને ત્યાં રહ્ય ગુજરાતને વધુ ઊજળું કર્યે રાખે છે. ખેડા જિલ્લાના સુણાવ ગામે ઈ.સ. ૧૯૨૦ના એપ્રિલની ૩જી તારીખે જન્મેલા ડાહ્યાભાઈ સુણાવમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ઈ.સ. ૧૯૪૮માં તેઓ લિંકન ઇનના બેરિસ્ટર થયા અને ઇદી અમીનને કારણે જાણીતા થયેલા આફ્રિકાના યુગાન્ડા દેશના કમ્પાલા શહેરમાં વકીલાતના ધંધામાં પડ્યા. કમ્પાલાના વસવાટ દરમિયાન તેમની સેવાભાવનાને કારણે યુગાન્ડાના આદરણીય અને વિશ્વાસપાત્ર વ્યક્તિ બની ગયા. અહીંના વસવાટ દરમિયાન તેઓ સાહિત્ય પ્રત્યે પણ આકર્ષાયા હતા. દેશમાં વિવિધ સ્થળે યોજાતી સાહિત્ય-ગોષ્ઠિઓમાં તેઓ સક્રિય ભાગ લેતા. આમ સાહિત્યક્ષેત્રે પણ તેઓએ નામના મેળવી. તેમણે કાવ્યો, નવલકથાઓ તથા વાર્તાસંગ્રહો લખી સાહિત્યની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ‘દિનુ-દિનેશ’ ઉપનામથી તેમણે સાહિત્ય-સર્જન કર્યું છે. યુગાન્ડામાં લોકસેવાક્ષેત્રે તેમણે કરેલા પ્રદાનને કારણે તથા સાહિત્યપ્રીતિને કારણે તે દેશભરમાં સુખ્યાત બન્યા. આ નામનાને કારણે તેઓ બે વખત યુગાન્ડાની પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. પાર્લામેન્ટના વિરોધપક્ષે છાયા–પ્રધાનમંડળ'ની રચના કરી હતી, જેમાં તેઓ ન્યાયખાતાના પ્રધાન હતા. યુગાન્ડાના સર્વેસર્વા ઇદી અમીનના જુલમો દિવસે દિવસે વધતા ગયા. પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી. ડાહ્યાભાઈએ ઇંદી અમીનનો સજ્જડ વિરોધ કર્યો. અંતે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. ઇદી અમીનના કેટલાક અફસરો સમજુ અને વિચારશીલ હતા. ડાહ્યાભાઈ કેવા પ્રકારનું વ્યક્તિત્વ Jain Education International ૫૫૫ ધરાવે છે તે બરોબર જાણતા હતા. આથી તેઓએ ડાહ્યાભાઈને આદરપૂર્વક કારાગારમુક્ત કર્યા. વિદેશીઓ પ્રત્યેના ઇદી અમીનના અસહિષ્ણુ વર્તનને કારણે ભારતવાસીઓ તેમ જ અન્ય વિદેશીઓ મોટી સંખ્યામાં યુગાન્ડા છોડી અન્ય સ્થળોએ જવા લાગ્યા. ઈ.સ. ૧૯૭૨માં ડાહ્યાભાઈએ પણ યુગાન્ડા છોડ્યું અને લંડન વસ્યા. લંડનમાં ઇવેક્યૂઈ એસોસિએશનની સ્થાપના કરી દેશમાંથી સ્થળાંતર કરનારા હજારો વિદેશી નાગરિકોને સ્થિર જીવન ગાળવામાં સહાયભૂત થયા. યુગાન્ડાના નિર્વાસિતોના રીસેટલમેન્ટ એડવાઇઝર ટ્રસ્ટના તે ટ્રસ્ટી હતા. લંડન–વસવાટ દરમિયાન સાહિત્યક્ષેત્રે પણ તેમની પ્રવૃત્તિ પ્રશંસનીય રહી હતી. અહીં વસીને તેમણે ગુજરાતી સાહિત્ય એકેડેમી, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન વગેરે સેવાભિમુખ સંસ્થાઓની સ્થાપના કરી સાહિત્યકાર તથા સમાજસેવક તરીકે ખૂબ જ નામના મેળવી. ડાહ્યાભાઈએ લખેલા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે મોહન ગાંધી મહાકાવ્ય'. અનેક ભાગોમાં વિસ્તરેલા આ ગ્રંથમાં તેમણે ગાંધી-પ્રશસ્તિ-કાવ્યનું ઉમદા સર્જન કર્યું છે. ગાંધીજી પ્રત્યે તેમને કેટલો આદર છે અને કેટલો ભક્તિભાવ છે તે આ કૃતિ પરથી જોઈ શકાય છે. તેમના અન્ય કેટલાક કાવ્યગ્રન્થો છે ‘સ્ફુરણા’, ‘કાવ્યપરિમલ', ‘દરદીલ’ ‘ઝરણાં' તથા ‘અંકુર’. ‘અનુરાગ અને ઉત્થાન' તેમ જ ‘તિમિરનું તેજ નામની નવલકથાઓ તેમણે લખી છે. ‘આગમન’ અને ‘શાલિની' જેવા નવલિકાસંગ્રહો પ્રકાશિત કર્યા છે. જેઠાલાલ ત્રિવેદીના સાથમાં તેમણે ગુજરાતી ભક્તકવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ભગવદ્ગીતા પર પણ એક ચિંતનાત્મક ગ્રંથ સાહિત્યપ્રેમીઓને તેમણે આંપ્યો છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને આયોજનપંચના પૂર્વ–ઉપાધ્યક્ષ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા ધનસુખલાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૧૬ના ઑક્ટોબર માસની ચોથી તારીખે સુરત ખાતે થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં પ્રાપ્ત કર્યું. ઈ.સ. ૧૯૩૭માં અર્થશાસ્ત્રનો વિષય લઈ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા. સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષયો સાથે એમ.એ. કરી એલ.એલ.બી. પણ થયા. ત્યારબાદ ભારતમાં કરવેરાના ક્ષેત્રે ન્યાય-ગુજરાતના સંદર્ભમાં' નામનો મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy