SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ વગેરે સમુલ્લેખનીય છે. તેમના લગભગ ચારેક ડઝન જેટલા જુદા જુદા નિબંધોમાં આત્મચિંતન, સમાજચિંતા, જીવનપ્રત્યેનો હકારાત્મક અને દિવ્યતાવ્યંજક અભિગમ સુપેરે વ્યક્ત થયેલો અનુવાય છે. ડૉ. કિશોર કાબરાના ‘કલમ, કાગજ ઔર કવિતા’ તથા નથમલ કેડિયાકૃત ‘સ્વાતિ કી બુંદ સીપી મેં'માં સાહિત્ય અને જીવન પ્રત્યેનાં અવલોકનો વ્યક્ત થયાં છે. આ બન્ને નિબંધસંગ્રહો વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક છે. ડૉ. રમાકાંત શર્માની વિચારોત્તેજક સાંસ્કૃતિક અને લાલિત્યભંજક દૃષ્ટિનો અનુભવ ‘ચંદનવૃક્ષ’ તથા ‘ઋણભાર' સંગ્રહોમાં થાય છે. ડૉ. ગોવર્ધન શર્મા અને ડૉ. ભાવના મહેતાના નિબંધોનું કચ્છ અંગેનું જે પ્રકાશન છે જેનાથી આખો પ્રદેશ તેની સમગ્રતામાં વાચકને પ્રત્યક્ષ થાય છે. પંડિત બાલાશાસ્ત્રી–પ્રેમીનો ‘મન મુકુર', અવિનાશ શ્રીવાસ્તવનો ‘સપાટ ચહેરોં કા દર્દ', શ્યામા શરણ અગ્રવાલના ‘દુનિયા દોરંગી'ના લઘુ લલિત નિબંધો વાંચવા ગમે એવા છે. ડૉ. અંબાશંકર નાગરના પવન કે પંખોં પર', મધ્યકાલીન હિન્દી સાહિત્ય-અધ્યયન ઔર અન્વેષણ’ નિબંધસંગ્રહોમાં લાલિત્યપૂર્ણ અને ગંભીર અધ્યયનપરક અભિગમો સ્પષ્ટપણે વ્યક્ત થયા છે. આચાર્ય રઘુનાથ ભટ્ટના ‘ભાવના મનભાવન'માં સંકલિત તથા અન્ય નિબંધોમાં કેટલાક સાહિત્યકાર અને સાહિત્યિક કૃતિઓની સમીક્ષા ધ્યાનાકર્ષક છે. ડૉ. હરીશ શુક્લના સાહિત્ય શિક્ષા ઔર જીવન' નિબંધ સંગ્રહમાં જીવન પ્રત્યે આધ્યાત્મિક અને મૂલ્યપરક તથા સાંસ્કૃતિક અભિગમ સુંદર રીતે અભિવ્યક્ત થયો છે. ડૉ. દક્ષા જાનીનો ‘વિવિધા’ એક નવો નિબંધસંગ્રહ છે, જેમાંના સાતે લેખો આલોચના પ્રધાન છે. ડૉ. પ્રેમલતા બાફના, ડૉ. માલતી દુખે, ડૉ. બિંદુ ભટ્ટ, ડૉ. આલોક ગુપ્તના નિબંધોમાં સાહિત્યિક પ્રતિભાના ચમકારા અનુભવાય છે. મહાશાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થી અને અધ્યાપકોને ઉપયોગી થઈ પડે એવાં વ્યાકરણ, ભાષા અને નિબંધાત્મક પુસ્તકોની પણ નોંધ લેવી જોઈએ. આ ક્ષેત્રમાં શ્રી સુતરિયા અને કવિ નવરંગનાં પુસ્તકો ઉલ્લેખનીય છે. વિવિધ વિશ્વવિદ્યાલયોમાંથી પીએચ.ડી. પદવીપ્રાપ્ત વિદ્યાર્થી ભાઈબહેનોના હિંદી શોધગ્રંથો ભારતનાં વિવિધ સાહિત્યિક સંસ્થાનો દ્વારા પુરસ્કૃત થયા છે. અનુવાદ હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ, હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય, ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ અન્ય સાહિત્યિક સંસ્થાઓ તરફથી જે ‘અનુવાદ તથા Jain Education International ધન્ય ધરા કાર્યશાળાઓ' થયેલી તેના સુફળરૂપે ઘણા અનુવાદો સુલભ થયા છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, પંજાબી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો હિન્દી-ઉર્દૂમાં અનુવાદ કરાવવાનો અને પ્રકાશનનો અભિગમ જે હિન્દી અકાદમીનો છે તે પ્રશંસનીય છે. બ્રહ્મર્ષિ કે.કા. શાસ્ત્રીજીના સમીક્ષાત્મક શોધપરક કેટલાક શ્રેષ્ઠ નિબંધોને ‘સાહિત્યાન્વેષણ’ નામથી પ્રકાશિત કરીને ગુજરાતના ગંભીર સારસ્વતની કારયિત્રી પ્રતિભાનો પરિચય સમસ્ત હિન્દી જગતને કરાવ્યો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ૠતકવિ ઉમાશંકર જોષીના પ્રબંધ ‘મહાપ્રસ્થાન’નો ડૉ. મહાવીરસિંહ ચૌહાણે કરેલો અનુવાદ અને ઉમાશંકર જોષીની ‘નિશીથ' તથા અન્ય કવિતાઓના ડૉ. ભોળાભાઈ અને ડૉ. રઘુવીર ચૌધરીએ કરેલા અનુવાદો શ્રેષ્ઠ અનૂદિત નિબંધોના ઉત્તુંગ શિખર સમાન છે. આ સંદર્ભમાં ડૉ. રજનીકાંત જોષી સંપાદિત ‘સંસ્કૃતિ-સેતુ ઉમાશંકર જોષી' સમુલ્લેખનીય છે, એટલા માટે કે તેમાં ગુજરાતના સારસ્વતોએ કવિશ્રીને આપેલી શ્રદ્ધાંજલિઓ અને તેમનાં શ્રેષ્ઠ કાવ્યોના હિન્દી અનુવાદો અને ઉમાશંકરની ‘કાવ્યરચના પ્રક્રિયા’ વિષેનાં શ્રદ્ધેય લખાણો છે. શિશ અરોરાએ ગુજરાતી નાટકના મહર્ષિ ચંદ્રવદન મહેતાનાં શ્રેષ્ઠ રંગમંચીય નાટકો'નો અનુવાદ કરીને હિન્દી જગતને ‘ગુજરાતી નાટકોની શ્રેષ્ઠ પારાશીશી'નો પરિચય કરાવ્યો. ડૉ. કિશોર કાબરાએ ડૉ. મફત ઓઝાની લઘુનવલનો ‘ઘુમડતે સાગર કા મૌન', ડૉ. ભાગરાણી કાબરાએ ગુજરાતી હાસ્યલેખક બકુલ ત્રિપાઠીની ‘શેક્સપિયર કા શ્રાદ્ધ'માં પસંદ કરેલી પ્રતિનિધી પચ્ચીસ રચનાઓનો હિન્દી અનુવાદ જે કર્યો છે તે સમુલ્લેખનીય છે. આ સંદર્ભમાં રમેશ શાહષ્કૃત ગુજરાતી-હિન્દી વાર્તાસંગ્રહ ‘અચલ'નો પ્રાધ્યા. જિનેન્દ્રકુમાર જૈને કરેલો અનુવાદ તેમની નીવડેલી કલમનો પરિચય કરાવે છે. શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરીના અંગ્રેજીના પ્રાધ્યાપક અને ‘સાવિત્રી’ મહાકાવ્યસર્જન સમયે શ્રી અરવિન્દના લહિયા લિપિક તરીકે સેવાઓ આપનાર નીરોદબરન કૃત (૧) (શ્રી અરવિંદના ધર્મપત્ની) ‘મૃણાલિનીદેવી’ અને (૨) મેમોરેબલ કોન્ટેક્સ વીથ ધ મધર'ના હિન્દી અનુવાદો ક્રમશઃ ‘મૃણાલિની દેવી' અને ‘માતાજી કે સ્મરણીય સંપર્ક' નામે આપનાર ડૉ. રમણલાલ પાઠકનું પ્રદાન નોંધનીય છે. ગુજરાતીના શિખરધ્રુવિ શ્રી રાજેન્દ્ર શાહની ૧૦૧ કવિતાઓ પસંદ કરીને ડૉ. કાબરાએ અને ડૉ. ચિનુ મોદીએ કરેલો અનુવાદ પણ એક અખિલ ભારતીય પ્રદાન છે. ચિનુ મોદીએ જ પોતાના ‘બાહુક' કાવ્યસંગ્રહનો ‘વિ−નાયક' નામે કરેલો અનુવાદ, ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વેવિશાળ'નો ‘સગાઈ' શીર્ષકથી અવિનાશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy