SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ “વિદ્વાનવૃંદ કો હમ પ્રાર્થના કરતે હૈં કિ યહ હમારા પહલા પરિશ્રમ હૈ ઔર સ્વભાષા ગુજરાતી હોને સે શુદ્ધ હિન્દી ભાષા હોના અસંભવ હૈ તથાપિ ભાષા મેં રચને કા સાહસ ક્રિયા હૈ ઇસલિયે વામે ભૂલ કો સુધાર લેને કી કૃપા કીજિયેગા.” નથ્થુરામ સુંદરજી શુકલ (૧૮૬૨ : ૧૯૨૩ ઈ.) રાજકોટ જિલ્લાના વાંકાનેરવાસી અને ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા નથુરામજી આપબળે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી હતા. તેમની બુદ્ધિપ્રભા નિહાળીને ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)ના રાજાએ વિશેષ અધ્યયન અર્થે કાશી મોકલ્યા, કારણ કે તે જમાનામાં કાશી સંસ્કૃત, હિન્દી વગેરેના અધ્યયનનું કેન્દ્ર ગણાતું હતું. તેમણે હિન્દીભાષામાં વિશેષ અધિકાર પ્રાપ્ત કર્યો હોવાથી રણછોડભાઈ ઉદયરામ કૃત ‘હરિશ્ચંદ્ર' નાટક હિંદીમાં લખ્યું હતું અને તેનો અભિનય પણ કર્યો હતો. તેમણે ઝાલાવાડનો ઇતિહાસ ‘નાગરી લિપિ’માં લખીને પ્રકાશિત કરાવ્યો હતો. તેઓ જૂની રંગભૂમિના વિખ્યાત નાટકકાર હતા અને ઘણી બધી નાટકકંપનીઓમાં તેમનાં રૂપાતરો ભજવાયાં હતાં. દયાનંદ સરસ્વતી હિન્દીને ‘આર્યભાષા' ગણીને તેને જ ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનો આદર્શ રજૂ કરનાર આર્યસમાજના સ્થાપક દયાનંદ મહર્ષિ (૧૮૨૪ : ૧૮૮૩) સૌરાષ્ટ્રના ટંકારા ગામના ચુસ્ત શિવ બ્રાહ્મણ પરિવારના હતા. પોતાનો આદર્શ ચરિતાર્થ કરવા તેઓ પોતે હિન્દી ભણ્યા અને ‘સત્યાર્થપ્રકાશ’ નામનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ હિન્દીમાં લખ્યો. તેમની પ્રેરણાથી “હિન્દી ભણો અને હિન્દી-આર્યભાષામાં લખો'નો આદેશ આપવામાં આવતો. આધુનિક યુગના કવિ નર્મદ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય), મહાત્મા ગાંધીજી, કાકા કાલેલકર, વિનોબાજી વગેરેના નિષ્ઠાભર્યા સત્પ્રયત્નો કાર્યસાધક નીવડ્યા છે. મહાત્માજી કહેતા કે ‘“હિન્દીભાષી જનતાએ દક્ષિણની ભાષા શીખવી જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી છે દક્ષિણ ભારતની પ્રજાએ હિન્દી શીખવાની. એક પ્રાંતથી અન્ય પ્રાંતને સાંકળવા માટે એક સર્વમાન્ય ભાષાની આવશ્યકતા છે અને એવી એક માત્ર ભાષા હિન્દી અથવા હિન્દુસ્તાની છે.” આ આર્ષદર્શનથી જ તેમણે ‘ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કરીને ભારતમાં હિન્દીના રચનાત્મક કાર્યક્રમોના શ્રીગણેશ કર્યા હતા. પોતાના Jain Education International ધન્ય ધરા પુત્ર દેવદાસને દક્ષિણના પ્રદેશોમાં હિન્દીના પ્રચાર–પ્રસાર માટે નિયુક્ત કર્યા હતા. જેઠાલાલ જોષી, મોહનલાલ ભટ્ટ, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, કનૈયાલાલ મુનશી, રામલાલ પરીખ વગેરે હિન્દીસેવી રાષ્ટ્ર પુરુષોના (૧) અખિલ ભારતીય પ્રવાસો, (૨) હિન્દીમાં રાષ્ટ્રોપયોગી ગ્રંથલેખનો, (૩) લોકભોગ્ય હિન્દી પ્રવચનોનું યોગદાન નાનુંસૂનું નથી. સમકાલીન યુગ વિશ્વસાહિત્યનાં વૈવિધ્યપૂર્ણ ગદ્ય અને પદ્ય સ્વરૂપોમાંથી એકપણ નાનામાં નાનું અને મોટામાં મોટું સ્વરૂપ એવું નથી જે ગુજરાતના હિન્દી સાહિત્યકારોએ ના અજમાવ્યું હોય. માનવજીવનને સ્પર્શતી, આકાર દેતી એવી કોઈ પણ વિચારશ્રેણી કે ભાવધારા નથી જેનાથી ગુર્જર હિન્દી સાહિત્યકારો સંવેદનશીલ બન્યા વગર ઠૂંઠ થઈને ટગરમગર જોયા જ કરતા રહ્યા હોય! તેઓ કાવ્યમાં હાઇકુ-તાન્કા, ક્ષણિકાઓ, સાખી, દોહાથી માંડીને ગઝલ, કવ્વાલી, કપીદા, સોનેટ, છાંદસ-અછાંદસ, ખંડકાવ્ય કે મહાકાવ્યના ખેડાણમાં વ્યસ્ત રહ્યા છે. તેઓએ ગદ્યમાં પણ લઘુકથા, નવલકથા, યાત્રા, આત્મકથા, વિવેચન, સંપાદન કે શોધસંપાદન દરેકે દરેક ક્ષેત્રમાં સ્તરીય સર્જનો કરીને અખિલ ભારતીય હિન્દી સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો છે. કાવ્ય હાઇકુથી માંડીને મહાકાવ્ય, ગીત-નવગીત, છાંદસઅછાંદસ, લાંબી કવિતા, ટૂંકી કવિતા વગેરેના સર્જનમાં નાનામોટા જે પાંચસો જેટલા સાહિત્યકારો સક્રિય છે તેમાંથી થોડાના પ્રદાનની ઝાંખી માત્ર અત્રે પ્રસ્તુત છે. ‘હાઇકુ ભારતી’ નામનું સામયિક શરૂ કરનાર ડૉ. ભગવતશરણ અગ્રવાલે (જ. ૧૯૨૩) ‘અર્ધ્ય’ નામના ગ્રંથમાં હાઇકુ કાવ્યોનો ભારતીય ભાષાઓમાં અનુવાદ આપીને વિશ્વના હાઇકુ કાવ્યોમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનાં ડઝનેક સ્તરીય કાવ્યપુસ્તકોની ઇતિહાસકારોએ નોંધ લેવી ઘટે. ‘હાઇકુ શતી’ ‘હાઇકુ ત્રિશતી’ લખનાર આચાર્ય રઘુનાથ ભટ્ટ (જ. ૧૯૨૬), રમેશચંદ્ર ‘કાંત' (જ. ૧૯૪૨), કનૈયાલાલ સહલ, અશ્વિનીકુમાર પાંડેય (જ. ૧૯૫૫) વગેરે એવા સર્જકો છે જેમાંના પ્રત્યેકે વૈવિધ્યપૂર્ણ, પ્રભાવકારી અને જીવનના વિભિન્ન વ્યંજનાશક્તિ અને બિંબવિધાનનો પરિચય કરાવ્યો છે. લગભગ પ્રસંગો, વિચારોને ‘હાઈકુ'માં વ્યક્ત કરીને ભાષાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy