SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ પાદશાહ સલીમશાહ (જહાંગીર) અને જામનગરના જામ શત્રુશલ્યનાં નામ છે. તેવી રીતે વિ. સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૨૨) નો એક પાળિયાલેખ તેમને મળ્યો હતો. તેમાં કાબુલી પાલખાન અને કાઠી વીર વચ્ચે યુદ્ધ થયું, જેમાં પાલખાન મરાયાની વિગત છે. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની કામગીરી શ્રી ગિરજાશંકર આચાર્યની કામગીરી, ઉત્સાહ અને ખંત જોઈને તેમને ૧૯૧૯માં મુંબઈ પ્રેસિડન્સીમાં આસિસ્ટન્ટ ક્યુરેટર નીમવામાં આવ્યા હતા. પછીથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિમાયા હતા. પૂના મ્યુઝિયમમાં સિક્કાઓના અભ્યાસ કર્યા પછી ખંભાત અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. ધારવાડ મ્યુઝિયમમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને દેવીની ચાર મોટી પેનલો સજાવવાનું કાર્ય કર્યું. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં તેમણે પ્રાગૈતિહાસિક, બ્રાહ્મણકાલીન અને બૌદ્ધકાલીન ગેલેરીઓ શરૂ કરી હતી. વિવિધ પરિષદોમાં હાજરી અને સભ્યપદ શ્રી આચાર્યે પ્રાચ્યવિદ્યાની વિવિધ પરિષદોમાં હાજરી આપી હતી અને અનેક મહત્ત્વની સંસ્થાઓમાં સભ્યપદ અને હોદ્દાઓ સંભાળ્યા હતા. ૧૯૨૦માં પૂનામાં ભરાયેલ પ્રથમ ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ડેલિગેટ તરીકે હાજરી આપી. તેની સિક્કાસમિતિના સભ્ય નિમાયા હતા. ન્યૂમિસમેટિક સોસાયટીની ઉદેપુરમાં યોજાયેલી પરિષદમાં ક્ષત્રપોના ચાંદીના સિક્કા વિશે સંશોધનલેખ રજૂ કર્યો હતો. મદ્રાસ, ત્રાવણકોર, મૈસૂર અને વડોદરામાં ભરાયેલી ઓરિએન્ટલ કોન્ફરન્સોમાં હાજરી આપી હતી. બોમ્બે બ્રાન્ચ ઑફ રોયલ એશિયાટિક સોસાયટીમાં સભ્ય પદ, કારોબારી સભ્ય, ઉપપ્રમુખ પદ, એન્થ્રોપોલોજિકલ સોસાયટીમાં પ્રમુખ, બોમ્બે હિસ્ટોરિકલ સોસાયટી, બુદ્ધિસ્ટિક સોસાયટી અને ન્યૂમિસ્મેટિક સોસાયટીમાં સહાયક મંત્રી અને કોષાધ્યક્ષ નિમાયા હતા. એમ. એ. અને પી.એચ. ડી.ના મહાનિબંધના પરીક્ષક રહ્યા હતા. ૧૯૩૯માં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાંથી નિવૃત્ત થયા બાદ જૂનાગઢમાં વસ્યા. વતનમાં તેઓ ૧૯૪૩થી ૧૯૫૮ સુધી જૂનાગઢ હાટકેશ્વર કમિટીમાં પ્રમુખ અને ટ્રસ્ટી, તો જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં ચાર વર્ષ સુધી નિયુક્ત સભ્ય રહ્યા. ૧૯૪૯૫૦ દરમ્યાન જૂનાગઢના ઇંટવા સ્તૂપનું ઉત્ખનન એ એમનું Jain Education International ધન્ય ધરા મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. આ સ્તૂપ રુદ્રસેન વિહાર તરીકે ઓળખાય છે. આ વિહારમાંથી તેમણે ચાંદીના અને તાંબાના નાના ચાર ક્ષત્રપોના સિક્કા અને ટેરાકોટા મુદ્રા શોધી જૂનાગઢ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી છે. ‘હિન્દના પ્રાચીન સિક્કા' વિશેનો ફાબર્સ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં છપાયેલો તેમનો લેખ પ્રશંસા પામ્યો હતો. ‘ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો'નું સંકલન કરી એ ગ્રંથો ત્રણ ભાગમાં ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪૨ દરમ્યાન ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ દ્વારા પ્રકાશિત કર્યા. આમ, ગિરજાશંર વલ્લભજી આચાર્ય ઇતિહાસના એક સંનિષ્ઠ અભ્યાસી અને સંશોધક હતા. તેમણે અનેક શિલાલેખો શોધી તેની પુનઃવાચના કરી જૂની માન્યતાઓને પ્રમાણ સાથે ખોટી ઠરાવી સાચી હકીકતો રજૂ કરી. ઇતિહાસનું પુનઃલેખન કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. વિવિધ સ્થળોએથી સિક્કાઓ મેળવી તેનો અભ્યાસ કરી જે તે પ્રદેશના ઇતિહાસને નવી માહિતીથી સમૃદ્ધ કર્યો અને એ રીતે ગુજરાતના પ્રાચ્યવિદ્યાવિદોમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ડૉ. રમેશચંદ્ર મજુમદાર (સને ૧૮૮૮–૧૯૮૦) ભારતીય ઇતિહાસનાં લગભગ તમામ પાસાંઓ પર એક સાચા ઇતિહાસકારની કુશાગ્રતા અને નિષ્ઠાથી આલેખન કરનાર અને ઇતિહાસના અધ્યનન અને સંશોધનને એક પવિત્ર મિશન તરીકે અપનાવનાર પ્રા. રમેશચંદ્ર મજુમદારનો જન્મ બંગાળના ફરીદપુર જિલ્લાનાં (હાલ બાંગ્લાદેશમાં) ખંડપરા ગામમાં ૪ ડિસે., સને ૧૮૮૮ના રોજ થયો હતો. એમણે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બી. એ.ની પરીક્ષા (૧૯૦૯) અને એમ. એ.ની પરીક્ષા (૧૯૧૧) ઇતિહાસ વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી હતી. પ્રાચીન ભારતમાં સંઘજીવન'એ વિષય ઉપર મહાનિબંધ તૈયાર કરી કલકત્તા યુનિવર્સિટીની પી.એચ. ડી.ની પદવી (૧૯૧૪)માં મેળવી હતી. આ મહાનિબંધ માટે તેમને યુનિવર્સિટીએ ગ્રિફિથ મેમોરિયલ ઇનામ પ્રદાન કર્યું હતું. ૧૯૧૪માં કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસનાં વ્યાખ્યાતા બન્યા. ૧૯૨૧માં ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ જ યુનિવર્સિટીમાં ૧૯૩૭થી ૧૯૪૨ સુધી કુલપતિપદે રહ્યા. ૧૯૫૦-૫૫ દરમ્યાન બનારસ હિંદુ યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલોજીના આચાર્ય રહ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy