SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ સમાચાર (લંડન)ના તંત્રીમંડળના એક સક્રિય સભ્ય તરીકે તે સાપ્તાહિકમાં તેમણે ‘ઘડતર અને ચણતર', ‘સબરસ', Learn Gujrati' જેવા વિભાગોનું લેખન-સંપાદન કર્યું. છે. ‘સાઉથ એશિયન લિટરેચર સોસાયટી'ના માનદ્ મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા જગદીશભાઈએ આ સંસ્થાના અધ્યક્ષપદે રહીને ૧૯૯૩થી ૧૯૯૬ દરમ્યાન નોંધપાત્ર કાર્ય કર્યું હતુ. ૧૯૯૫થી ચંદરયા ફાઉન્ડેશનની Gujrati Teaching Worldwideના માનદ્ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી, ગુજરાતી ભાષાનો દરિયાપારમાં ફેલાવો કરી અદ્ભુત નામના મેળવી છે. ‘ઠંડો સૂરજ’ એમનું કાવ્યો વિષેનું પુસ્તક છે, તો અંગ્રેજી જાણતી પ્રજા ગુજરાતી ભાષા શીખી શકે એ માટે અંગ્રેજીમાં છ પુસ્તકો પ્રગટ થયાં છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ગુજરાતી ભાષાના જતન માટે એમને સ્વાસ્થ્યભર્યું દીર્ઘાયુ સાંપડે. વિશ્વપ્રખ્યાત, ઉદાર દિલનાં સખાવતી કેશવ ચંદરયા ભારત, પાકિસ્તાન, રશિયા, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ જેવા ૬૦ દેશો સાથે જેમનો ધંધો વિસ્તરેલ છે એવા ચંદરયા કુટુંબીજનોમાંના એક એવા કેશવ ચંદરયા. કેનેડામાં સ્થિર થઈ તેમણે માત્ર પોતાના ઉદ્યોગગૃહના વિકાસમાં જ પોતાની નિષ્ઠા અને શક્તિને સીમિત રાખ્યાં નથી પરંતુ પોતાના વિસ્તારની સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈને હૃદયપૂર્વક ફાળો આપ્યો છે. તેમના ભાઈ કપૂરભાઈ ચંદરયાએ ‘ચંદરયા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ' (લંડન) દ્વારા ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિને પોષક–પ્રોત્સાહક એવી અગણિત પ્રવૃત્તિઓ આદરી છે. તો બીજા ભાઈ રતિલાલ ચંદરયાએ કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી ભાષાનું સોફ્ટવેર વિકસાવી અનન્ય સિદ્ધિ મેળવી છે. ૨૭મી જાન્યૂઆરી ૧૯૨૭માં જામનગરમાં જન્મેલા ઉદાર દિલના સેવાભાવી એવા કેશવ ચંદરયાએ પ્રાથમિક શિક્ષણ આફ્રિકામાં લીધું. માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું. ૧૯૪૯માં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ગ્રેજ્યુએટ થયા અને લોકોની મોનોપોલી તોડવા કેન્યામાં આવીને કૌટુંબિક ધંધામાં જોડાયા અને ત્યાર બાદ ફ્લોર મિલ શરૂ કરી. સૌ પ્રથમવાર એલ્યુમિનિયમ રોલિંગ મિલ, ખીલી બનાવવાનું યુનિટ તેમ જ ફાનસ બનાવવાના ઉદ્યોગો આફ્રિકામાં શરૂ કર્યા. ૧૯૭૬માં કેશવભાઈ કેનેડા આવ્યા અને ક્રોમક્રાફ્ટ કેનેડા લિમિટેડના પ્રમુખ બન્યા. ઠંડા પીણાંની બોટલ Jain Education International ધન્ય ધરા મેન્યુફેક્ચરિંગ યુનિટના ડાયરેક્ટર બન્યા તો આલ્પસ ઇન્ટસ્ટ્રીઝના મંત્રી તરીકે પદ શોભાવ્યું. રોટરી ક્લબ દ્વારા આયોજિત માનવતાવાદી પ્રકલ્પોમાં, રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં ‘સાઉથ એશિયન ગેલેરી'ની સ્થાપનામાં એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. નાત-જાતના ભેદ જોયા વગર એમણે જે ડોનેશનો આપ્યા છે, એ બધાંનું બ્યાન કરવું બહું મુશ્કેલ કાર્ય છે. ઓસ્વાલ જ્ઞાતિ માટે અઢળક સંપતિનું દાન કર્યું છે. ગુજરાત તેમજ દેશભરમાં પથરાયેલા ૧૨૦૦૦ નાનાં ગામ સામાજિક તેમજ આર્થિક દૃષ્ટિએ કેમ આગળ વધે, એ માટે ચંદરયા ફાઉન્ડેશને ભગીરથ સ્તુત્ય પ્રયાસો કર્યા છે. અગણિત સંસ્થાઓ સાથે જોડાઈને અનેક અભૂતપૂર્વ કામો કરતા રહ્યા છે. બદલામાં ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઑફ કોમર્સ તરફથી ‘હ્યુમાનિટેરિયન એવોર્ડ', રોટરી ક્લબ ઑફ ટોરન્ટો તરફથી ‘વિલિયમ પીસ એવોર્ડ', આવા તો ઘણા બધા એવોર્ડ, વિશ્વ ગુજરાતી સમાજ, કેનેડા ચેપ્ટરના પ્રમુખ કેશવ ચંદરયાને મળ્યા છે. આવા વિશ્વપ્રખ્યાત, ઉદાર દિલના સખાવતી, કેશવ ચંદરયાને ઈશ્વર સ્વાસ્થ્યભર્યું દીર્ધાયુ અર્ધે, એવી શુભેચ્છાઓ. ગુજરાતી, હિંદી, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, ઈટાલિયન, જાપાની ભાષાનાં જાણનાર વિશ્વપ્રવાસી પ્રીતિ સેનગુપ્તા ૧૧૦થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલાં, પ્રીતિબહેન, પ્રવાસની સાહસિકતા અને પ્રકૃતિસૌંદર્ય પ્રત્યેની અભિમુખતાને કારણે આપણા સહુનાં અભિનંદનનાં અધિકારી બને છે. એમની મનગમતી બે પ્રવૃત્તિઓ એટલે કે પ્રવાસ અને લેખન. લગભગ છ મહિના દેશવિદેશનાં વિભિન્ન સ્થળોની મુલાકાતે જાય છે. પ્રવાસ દરમ્યાન ફોટા/સ્લાઇડ્સ/રોજનીશી/સ્ફૂરણા થતાં કાવ્યોની નોંધ કરી લેતા હોય છે. ઘરે પાછા ફર્યા બાદ આમાંના ઘણા અનુભવોને એ શબ્દબદ્ધ કરી કવિતા, પ્રવાસવર્ણન કે નિબંધ લખતા રહ્યા છે. મૌલિક શૈલીના સાહિત્યસર્જને સાહિત્યરસિકોમાં ઉત્કંઠા અને ચાહના મેળવી છે. ૧૭મી મે ૧૯૪૪ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા પ્રીતિબહેને ગુજરાત કોલેજમાંથી બી. એ. ડીગ્રી મેળવી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૬૬માં એમ.એ.ની ઉપાધિ મેળવી. દોઢેક વર્ષ એચ. કે. આર્ટસ કોલેજમાં અંગ્રેજીના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy