SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રસંગોમાં અવશ્ય હાજરી આપે છે. વળી બધી જંજાળ છોડી આરામ કરવો હોય તો વલસાડ ચાલ્યા જાય છે. મેવાતી ઘરાણાની વિદ્વતાનો પ્રભાવ મણિરામજી દ્વારા વધ્યો, પણ મણિરામજીના અવાજમાં જે કરડાકી હતી તેનાથી તદ્ન વિરુદ્ધ જસરાજજીના ગાળામાં મીઠાશ હતી સાથે જસરાજી દ્વારા મેવાતી ઘરાણાની લોકપ્રિયતા વધી. તેઓ વખતોવખત પરદેશમાં જઈને સંગીતના કાર્યક્રમો આપે છે. તેમ જ સંગીતશિક્ષણ-કાર્ય કરે છે. જસરાજજીની પ્રસિદ્ધિ બીજી રીતે તેમણે ગાયેલાં કીર્તનોથી થઈ છે. પુષ્ટિ સંપ્રદાયના આચાર્યો તેમને સંગીત સંભળાવવા નિમંત્રણ આપતા તેમાંથી કીર્તન ગાવાનો પ્રારંભ થયો ને તેની સંખ્યાબંધ કેસેટ/સીડી લોકો ખરીદવા લાગ્યાં. આમ શાસ્ત્રીય સંગીત સાથે ભક્તિ સંગીત તેઓ પ્રસ્તુત કરે છે તે એમની હાલની ઉંમર જોતાં ખૂબ જ યોગ્ય પસંદગી છે. મહારાષ્ટ્રના પંડિત ભીમસેન જોષી પોતાના ગાયનને અંતે ભજન ગાતા તેમ જસરાજજી કીર્તન ગાય ત્યારે બહુ મોટો લોકસમુદાય તે માણે છે. કૃષ્ણકાંત પરીખ (૧૯૪૧) : ગાયક વર્ષો પહેલાંની વાત છે. આકાશવાણી વડોદરા પર એક ખૂબ નબળી આંખવાળા ભાઈએ સંગીતની અવાજપરીક્ષાના રેકોર્ડિંગ માટે વિનંતી કરી. આમ તો તેઓ અમદાવાદ કેન્દ્રના હતા પણ વડોદરાના આર. એસ. ભટ્ટ અને મધુકર ગુરવની તબલાં-સંગતમાં જ તેમને રેકોર્ડિંગ કરાવવું હતું. આકાશવાણી અમદાવાદ-વડોદરા એક જ કેન્દ્ર હોવાથી ને કળાકારે ઇચ્છે તે સંગતકાર (અહીં તબલાં) આપવાની છૂટ હોવાથી એમની ઇચ્છા મુજબ વ્યવસ્થા થઈ રેકોર્ડિંગ દિલ્હી મોકલ્યું જેમાં તેઓ સફળ થયા. વખત જતા ઑલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં તાનપુરા સંગીતકારની જગ્યાએ તેમની નિમણૂક થઈ. સને ૧૯૪૧માં તેમનો જન્મ વિખ્યાત ભક્ત ચૈતન્ય મહાપ્રભુજીની લીલાભૂમિ નવદીપમાં થયો હતો. ગુજરાતના ખંભાત બંદરને છોડીને તેમના વડવાઓ કલકત્તા ખાતે રંગનો વ્યાપાર કરતા હતા. એક સમય એવો હતો કે ઘણા ગુજરાતીઓ બર્મા, રંગૂન, બંગાળના કલકત્તામાં વ્યવસાય અર્થે જતા હતા. આપણા ઝવેરચંદ મેઘાણી પણ એ રીતે એલ્યુમિનિયમની ઉત્પાદક કંપનીમાં નોકરી કરતા હતા. ૧૯૫૦માં કલકત્તા છોડી ખંભાત આવ્યા ત્યારે તેમને નવ વર્ષ પૂરાં થયાં હતાં. અહીં તેમને સંગીતમાં ખૂબ રસ પડ્યો. ખંભાતના ઘનશ્યામભાઈ વ્યાસ અને Jain Education International ૩૦૧ કાંતિલાલ ત્રિવેદી પાસેથી શાસ્ત્રીયસંગીતની તાલીમ લીધી. ત્યારબાદ કલકત્તા ગયા ત્યાં સુખેન્દ્વ ગોસ્વામી નામના એક સંગીતાચાર્ય પાસે તાલીમ લીધી. સને ૧૯૬૯માં આકાશવાણીમાં નોકરી મળી ત્યારથી અમદાવાદમાં જ નિવાસ કર્યો. આકાશવાણીની નોકરી દરમિયાન સાણંદ ઠાકોર સાહેબને ત્યાં જવાનું થતું. સંગીતપ્રિય ઠાકોર સાહેબે તેમને અને તેમના મિત્રોને ગાવા કહેતા. આમ સંગીત દ્વારા સંબંધ થયો. ઠાકોરસાહેબ માતાજીના પરમભક્ત હતા. કૃષ્ણકાંત પરીખને પણ આધ્યાત્મિક વાતોમાં ઘણો રસ આથી સાણંદ ઠાકોર સાહેબ સાથેનો સંબંધ ઘનિષ્ટ થયો. એ દિવસોમાં પંડિત જસરાજી ઠાકોર સાહેબ પાસે આવતા. ઠાકોર સાહેબ જસરાજજીને પરીખને સંગીત શિક્ષણ આપવા કહ્યું. જસરાજજીએ બાપુની વાત શિરોધાર્ય કરી સંગીતશિક્ષણ કાર્ય શરૂ કર્યું. શ્રી કૃષ્ણકાંત પરીખના હવે તો જાહેર કાર્યક્રમો પણ થાય છે. એમની ગાયકીની વિશેષતા એ છે કે પંડિત જસરાજજીની ગાયકી ઉપરાંત તેમની ગાયનછટામાં બંગાળના વારસાની ઝલક ધ્યાનથી સાંભળનારને મળે છે. આમ પરીખ માત્ર જસરાજજીની છબી ન રહેતાં નિજીપણું પણ ગાયકીમાં દાખવી શકે છે. તેમના સંગીતની બીજી વિશેષતા સૌંદર્ય છે. તેમાં ગાયન ગાય ત્યારે કસરત નહીં પણ કલાકૃતિ રજૂ કરવા યત્ન કરતા હોય છે. એમની કલા વિષે કહેવું હોય તો સૌંદર્યમંડિત કલાકૃતિ; દેલવાડાનાં દહેરાંની શિલ્પકલા સાથે તેને સરખાવી શકાય. તેમને ‘સંગીત કલારત્ન' નું બહુમાન રાજ્યપાલ કૈલાસપતિ મિશ્રાના હસ્તે એનાયત છે. તેમના મોટા પુત્ર નીરજ પરીખે મેવાતી ઘરાનાની ગાયકી આત્મસાત્ કરી છે. બીજો પુત્ર વિકાસ પરીખ સંગીતશિક્ષણ કાર્ય કરે છે અને નાનો પુત્ર મલંગ તબલાવાદક છે. શિક્ષણકાર્ય દ્વારા અમદાવાદમાં તેમણે સંગીતનું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. માત્ર શાસ્ત્રીયસંગીતનો શોખ ઘણાને હોય છે પણ તેમના કુટુંબમાં સુગમસંગીત માટે પણ કોઈ સૂગ નથી એ તેમની વિશેષતા છે. બ્રિજભૂષણ કાલા : ગિટારવાદક એક જમાનો એવો હતો કે ફિલ્મ ગીતોમાં વાન શિપ્લેનું ગિટાર (તે વખતે હવાયન ગિટાર) વાદનથી ને તેના તદ્ન જુદા ધ્વનિથી લોકો ખૂબ પ્રભાવિત થયાં હતાં. આમ છતાં આ વાદ્યનો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સ્વીકાર થયો ન હતો. બ્રિજભૂષણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy