SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધન્ય ધરા પુરશ્ચરણ કર્યા. બ્રાહ્મણની ચોરાશી કરી નાગરી લહાણું કર્યું તથા શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરને રૂપાનાં કમાડ કરાવી કૃતાર્થ થયા. ત્યાંથી કૂચ પર કૂચ કરતા ઈડરને રસ્તે થઈને શ્રી શામળાજી ગયા એ પવિત્ર યાત્રા કરીને શ્રી કેશરિયાનાથ જે જૈનધર્મનું તીર્થસ્થાન છે ત્યાં થઈને ચૈત્ર શુક્લ પક્ષની ૬ને ગુરુવારે ઉદયપુર પહોંચ્યા. ઉદેપુર મેવાડની રાજધાની રાજપૂતાનામાં ત્યાંના રાજ્યકર્તા મહારાણા પ્રતાપના વંશજ કીર્તિશ્રેષ્ઠ શહેરની ઠોકીને શ્રી અનંતજીભાઈએ મુકામ કર્યો. કાઠિયાવાડી લોકોનો ડોળ-દમામ જોઈને ઉદેપુરનાં લોકોને આશ્ચર્ય ઊપર્યું. સંઘ પહોંચ્યો તે દિવસે ઉદેપુરમાં ગણાગોરની મોટી રાજ્યસવારી હતી. તે જોવાને સંઘનાં લોકોને લઈને શ્રી અનંતજીભાઈ શહેરમાં પધાર્યા. જૂનાગઢ તીર્થનું સ્થાન હોવાને લીધે હિન્દમાં તે ઘણું પ્રસિદ્ધ છે અને તેથી હિન્દનાં ઘણાં લોકોએ તીર્થસ્થાનની ભેટ લેવાને આવે છે. એવી જ રીતે અત્રેના એક નામાંકિત શ્રીમાન વેપારી શેઠ જૂનાગઢ આવેલા તેમની સાથે દીવાન અનંતજીભાઈને પિછાન હોવાથી તેમની દુકાન પર સવારી જોવાની તે શેઠે સગવડ કરી હતી. મહારાણની સવારી નીકળી અને આ રસ્તે થઈને જતાં તેમની નજર દીવાનશ્રી અનંતજીભાઈ તથા સંઘનાં લોકો પર પડી. આજમ અનંતજીની રાજ્યરીત, પોશાક તથા ભભકો જોઈને તેમના વિષે વધારે હકીકત મેળવવાની મહારાણાના મનમાં ઇચ્છા થઈ. તેથી બીજે દિવસે પોતાના ખાનગી દીવાન લક્ષ્મણરાઓને તંબુ પર તપાસ કરવાને માટે મોકલ્યા. તેઓએ આજમ અનંતજીભાઈની મુલાકાત કરીને પોતાની પ્રસન્નતા બતાવી. વળતી મુલાકાત આપવાને માટે અનંતજીભાઈ ખાનગી દીવાનને ત્યાં ગયા. ત્યાં મહારાણાની મુલાકાતમાં સંબંધમાં જે પ્રમાણે વાતચીત થઈ તેના સંબંધમાં એક ત્યાં હાજર રહેનાર ગૃહસ્થે પોતાની નોંધમાં લખેલું કે, બેઠકની તકરાર આવી ત્યારે શ્રી અનંતજીભાઈએ કહ્યું કે અમારે બેસવું અગર ઊભા રહેવું તેની હરકત નથી, પણ મારા જૂનાગઢના સરકારના જાણવામાં આવે કે અનંતજીભાઈને બેઠક ન મળી તો મળવાનું શું કારણ હતું? માટે યોગ્ય બેઠક મળે તો જ મહારાણાશ્રીની મુલાકાત લેવાનું કરાવો. આવી તેમની યોગ્ય દલીલો સાંભળીને તે વાજબી જણાયાથી મહારાણાશ્રીની મુલાકાત લેવાનું ઠરાવ્યું. બીજે દિવસે ઠરાવ પ્રમાણે શ્રી મહારાણાની રીતસર મુલાકાત થઈ. આજમ અનંતજીભાઈનો દેખાવ એ સમયે આંજી નાખે એવો હતો. કાઠિયાવાડી પોશાક એવો દમામ ભરેલો હતો. મુલાકાત દરમ્યાન મહારાણાની નજરે દશ પૂતળિઆ કીધા એટલે મહારાણાશ્રીએ કહ્યું કે “દીવાનજી બેસો એટલે આજમ અનંતજીએ જમણી બાજુની મુકરર કરેલી બેઠક લીધી. વાતચીત કરવાની શૈલી તથા રાજદ્વારી બાબતોની ખબરદારી જોઈને રાણા બહુ પ્રસન્ન થયા ને પાંચ-દશ દિવસ પોતાના શહેરમાં રહેવાનું કહ્યું. અરસપરસ વાતચીત થયા પછી પાનસોપારી વહેંચાણા બાદ કચેરી બરખાસ્ત થઈ. તે જ સાંજના મહારાણાશ્રીએ પોતાના ખાનગી કારભારી સાથે આજમ મોકુફને ઉતારા પર યોગ્ય પોશાક મોકલાવીને સૌરાષ્ટ્ર દીવાનનું સારી રીતે સમ્માન કર્યું. મહારાણાશ્રીની મુલાકાતમાં બેઠકનું માન મુત્સદી લોકોને કોઈજ વાર ભાગ્યશાળી પુરુષને જ મળે છે, કારણ કે ત્યાંના રિવાજ પ્રમાણે મુત્સદી લોકોની મુલાકાત દરમ્યાન બેઠક આપવામાં આવતી નથી. પ્રથમ ભૂજ દીવાન લક્ષ્મીદાસ તથા દુર્લભજીભાઈ ઉદપુર ગયા હતા અને અમુક નજરાણો રાણાશ્રીને આપવાનું કર્યા છતાં કચેરીમાં બેઠકનું માન મળ્યું નહોતું. ઉદેપુરના રાણાની કચેરીમાં બેઠકનું પહેલું માન મેળવનાર આપણા અનંતજીભાઈ હતા. ઉદેપુરમાં ઉદય પામીને શ્રી અનંતજીભાઈ શ્રીનાથજી પધાર્યા. ત્યાં આવી અષ્ટ મહાદાન, ગાયોનાં દાન, પૃથ્વીદાન, આરામ (બગીચા)નાં દાન, પાત્રોનાં દાન વગેરે દાનો શ્રી લક્ષ્મીપતિ એવા શ્રીનાથજી, તેમને સમર્પણ કરીને ઉત્તમ પ્રકારની સેવા કીધી. આ વખતે ઉદેપુરના રાણાશ્રી તરફથી શ્રીનાથજી મંદિરમાં સખ્ત જપ્તી હતી. શ્રીનાથ દર્શનનો લાભ પણ યાત્રાળુઓને મળતો ન હતો. એ તકરાર દરમ્યાન શ્રી અનંતજીભાઈ આવ્યા અને તકરારનો છેવટ નિકાલ કરાવ્યો. યાત્રાળુ પર શ્રીનાથજીના મહારાજનો ભારે કર હતો. એક એક ગાડે ૩૬૫ રૂપિયા, ઘોડા એકે રૂ. ૧૦ાા, પોઠિયા દીઠ રૂા. ૧૫Tી ને માણસ દીઠ રૂા. ૧૧ લેવાતા હતા. એવા ભારે કરથી યાત્રાળુઓ પર બહુ ત્રાસ હતો. અનંતજીને શ્રી ગોસ્વામીજી મહારાજ તરફથી પોશાક કરવા માંડ્યો, ત્યારે અનંતજીએ આ સઘળો કર યાત્રાળુ પાસેથી નહીં લેવાની મહારાજશ્રીને દલીલ સાથે વિનંતી કરીને કર માફ કરાવ્યો ને પોશાક ઉપકાર સાથે ન લીધો. ત્યાં આગળ ૧૮ દિવસ રહ્યા, તે દરમ્યાન એક દિવસ નાગરી પ્રસાદ તમામ સંઘને જમાડ્યો તેમાં મહારાજશ્રી પંડે પીરસતા હતા. ૧૮ દિવસ ત્યાં રહીને શ્રી અનંતજીએ કૂચ કરીને વૈશાખ શુક્લ પક્ષની બીજે શ્રી કાંકરોલી પધાર્યા. ત્યાંનું તળાવ બહુ મોટું છે અને તેનો ઘેરાવો બાર ગાઉનો છે ને મોટા સાગર સરખું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy