SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ધન્ય ધરા કાળીદાસના મકાનમાં તેઓ તે વખતે રહેતા હતા. શ્રી સોમાલાલ મંગળદાસ શાહ સાથે તેમને ત્યારે પાડોશમાં રહેવાથી મિત્રતા થઈ. શ્રી સોમાભાઈ તે વખતે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. જાહેર જીવનની કાંઈક પ્રવૃત્તિ કરવાની શ્રી સોમાલાલ શાહને તેમણે પ્રેરણા કરી હતી. તેના કારણે “ગુજરાતી પંચ' અખબાર શરૂ કરાવ્યું. અમદાવાદ શહેર તે વખતે રાજકીય પ્રશ્નો પરત્વે ગાઢ નિદ્રા અનુભવતું હતું. કેળવાયેલા વર્ગમાંથી પ્રમાણમાં ઓછો ભાગ કોંગ્રેસ વગેરે વિષયોમાં રસ લેતો હતો. સાંસારિક વિષયો સંબંધે તો તે વખતે ઓછો ઊહાપોહ જણાતો હતો. અમદાવાદ એ વખતે પ્રગતિશૂન્ય હતું. તેને જાગૃત કરવા શ્રી ભટ્ટે પ્રેરક બળ પૂરું પાડ્યું. આ વખતે અમદાવાદની ઉદ્યોગમાં મશગૂલ પ્રજાને પ્રાતઃકાળની મીઠી નિદ્રામાંથી જાગૃત કરી કોંગ્રેસ સંબંધે કૂકડે કૂકના મંત્રો પ્રેરવા સોમાભાઈને ચતુર્ભુજ ભટ્ટે મહારથી કર્યા ને પત્ર ચાલુ કરાવી તેની પ્રગતિમાં બની શકે એટલો હિસ્સો આપ્યો. તે વખતે અમદાવાદમાં કોંગ્રેસ બોલાવવાની ચળવળ કરી ને તેને પરિણામે સર ફિરોજશાહ મહેતાને સરદીનશાહ વાચ્છાનાં પગલાં અમદાવાદમાં થયેલાં. કોંગ્રેસ ઈ.સ. ૧૯૦૨માં મળી. પ્રમુખ સર સુરેન્દ્રનાથ બેનરજી થયા હતા. ઈડર સ્ટેટની દસ વર્ષની નોકરી દરમ્યાન તેઓ સેશન્સ જજ સુધીના હોદ્દે પહોંચ્યા અને કાર્યદક્ષતા માટે પંકાયા હતા. ત્યારબાદ સાત વર્ષ તેમણે મહીકાંઠા એજન્સીમાં વકીલાત કરી. તે પછી માણસા સ્ટેટના દીવાન તરીકે નિમાયા, ત્યાર પછી તેઓ દાંતા (ભવાનગઢ) રાજ્યના મુખ્ય દીવાનના જવાબદારીવાળા ઉત્તમ પદ ઉપર બિરાજેલા પરંતુ એ ભટ્ટ સાહેબ કરતાં લેખક ભટ્ટ, જ્ઞાતિની ઉન્નતિની ધગશ ધરાવનારા ભટ્ટ, સામાજિક સુધારક ભટ્ટ તરીકેનાં કર્તવ્યોનું દિગ્દર્શન કરીએ. જગત પોતાના મહાનમાં મહાન પુરુષો વિષે કંઈ જાણતું નથી, પરંતુ સાક્ષર શ્રી ભટ્ટની સેવા સર્વદેશી હતી. જે જે પ્રશ્ન હાથ ધરે તેમાં ચીવટાઈથી, ઊંડી શોધકવૃત્તિથી તે પાર ઉતારતા એ તેમની વિશિષ્ટતા હતી. “રત્નગ્રંથ' બહાર પાડી નિરાશા અને પ્રમાદમાં દુઃખી થતા અનેક યુવાનોને સાહસ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમના વીજળીબળનો સંચાર કર્યો હતો. બૃહદ્ ગુજરાતના દરેક વિદ્વાનો, પત્રકારો અને આચાર્યોએ આ પુસ્તકને શિષ્ટ પંક્તિનું માન્યું જે ઉદ્દેશને માટે તે લખાયેલું તે ઉદ્દેશ માટે તે ખરેખર રત્ન સમાન ગણાયું. જેને જન્મતાં જ સુધારાની લહે લાગી હોય છે, તે ઘણી વખતે બહુવિધ પ્રવૃત્તિઓમાં પ્રસરી જાય છે. જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયા હતા ત્યારે ત્યારે તેમણે અન્ય જ્ઞાતિઓના સુધારા તરફ દૃષ્ટિ દોડાવેલી છતાં આરંભથી જ પોતાની ઔદિચ્ય જ્ઞાતિ તરફ તેમની વૃત્તિ અને પ્રવૃત્તિનો મોટો ભાગ રહેલો હતો, તેમની વાર્તાઓમાં ઔદિચ્ય કુટુંબોનો ચિતાર વારંવાર નજરે પડે છે, તેમનાં કેટલાંક પાત્રો ઔદિચ્ય છે, તેમનામાં બ્રાહ્મણપણાની ખુમારી સ્પષ્ટ હતી, છતાં તેઓ બ્રાહ્મણોમાં જણાતા દોષોને મુક્ત કંઠે સ્વીકાર કરતા અચકાતા નહીં. સ્ત્રીઉન્નતિની તેમણે વિરલ હિમાયત કરેલી તેમણે નાનપણથી જ કમર કસેલી તેમજ અનેક જોખમો ખેડીને રડવાકૂટવા આદિ ઢોંગો નાબૂદ કરવા પોતાને ઘેરથી જ પહેલ કરેલી એટલે તેઓ વાણીવિલાસ કરતા નહોતા પણ કરીને કહી બતાવનારા સાચા ઉપદેશક હતા. ચુસ્ત બ્રાહ્મણ છતાં પરદેશગમનની હિમાયત, જે વખતે આવી હિમાયત કરતાં સામાજિક જોખમ હતું તેવે વખતે કરેલી, બેરિસ્ટરની પરીક્ષા આપવા વિલાયત જવા તૈયાર થયેલા. સમાજનાં અંગેઅંગના સુધારક છતાં શાસ્ત્રોનો આશ્રય કદી છોડતા નહોતા. પાટણ ખાતે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તો તેઓ થઈ ચૂક્યા હતા ન માગદશક ભાષણ કર્યું હતું, દાતા રાજયના દીવાનપદે તેઓ સં. ૧૯૮૦માં આવ્યા પછી રાજકીય સુધારા કર્યા તે જાઈએ. દાંતામાં દાખલ થયા પછી તેમણે ક્રમશઃ રાજ્યને પ્રગતિને પંથે લેવા માંડ્યું હતું. કવિ દલપતરામના શિષ્ય હોવાથી “ધીમે ધીમે સુધારાનો સાર” એ સૂત્ર, અહીંના હવામાન જોતાં રાજકીય પ્રકરણમાં દાખલ કરી કામ શરૂ કરેલું. અહીં કાયદાની કોર્ટે તેણે સારા પાયા ઉપર સ્થાપી. મુદતનો કાયદો હયાતીમાં ન હતો. સેંકડો વર્ષોનું લહેણું “શાયલોક જયુ' જેવા શાહુકારો ગરીબ ખેડૂતોને વ્યાજના બોજામાં રાખતા તેથી મુદતનો કાયદો કર્યો. સ્ટામ્પ રજિસ્ટ્રેશન પણ તેને અંગે દાખલ કર્યા. જમીનની સર્વે કરાવી વીઘોટી સિસ્ટમની શરૂઆત કરી. શ્રી માતાજી નવાવાસ, વીજલાસણ, નાગેલ, હડાદ વગેરે મુખ્ય ગામોમાં ટેલિફોન દાખલ કર્યા. રાજ્યના તાબામાં સુમારે સવાબસો ગામ હતા, પરંતુ ટેલિગ્રાફ ઓફિસ ન હોવાથી લોકોને અગવડ હતી. તેથી દાંતા મવાનગઢમાં તારઓફિસ ખોલાવી તે વખતના દાનવ . ( રાણાશ્રી ભવાનસિહજી સાહેબ બહાદુર ગાદી ઉપર Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy