SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦. ૧૯૩૮માં શ્રી અરવિન્દને અકસ્માત થયો ત્યારે એમની પાસે સૌથી પહેલાં દોડી જનારા સાધક અંબુભાઈ હતા, ત્યારથી તે ૧૯૫૦માં શ્રી અરવિ દેહ છોડ્યો ત્યાં સુધી એમણે ગુરુની અનન્ય સેવા કરી. શ્રી અરવિન્દના તેઓ રીતસરના હનુમાન બની રહ્યા. ૧૯૩૮થી જરૂર વર્તાતાં શ્રી માતાજીની અનુમતિથી તેઓ શ્રી અરવિન્દના “ધ લાઈફ ડિવાઇન', “ધ સિન્વેસિસ ઓફ યોગ', સાવિત્રી' અંગે જિજ્ઞાસુઓ માટે અઠવાડિક વર્ગો લેવાનો આરંભ કરે છે. આ ગ્રંથોના એમણે ગુજરાતીમાં શ્રદ્ધેય અનુવાદ પણ કર્યા છે. આ ઉપરાંત ગીતાનિબંધો અને “મા” પુસ્તકના એમના અનુવાદો મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતીમાં અંબુભાઈનાં નાનાંમોટાં ૮૩, અને અંગ્રેજીમાં ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. પૂર્ણયોગસૂત્રાણિ નામે એમનું સંસ્કૃતમાં પણ એક નાનકડું કાવ્ય છે. “શ્રી અરવિન્દ જીવન : સંક્ષિપ્ત ઘટના પ્રવાહ’ જેવું પુસ્તક પણ તેઓ આપે છે. “સાવિત્રી : એન એપ્રોચ એન્ડ એ સ્ટડી'માં એમનું સાવિત્રી અંગેનું અધ્યયન પ્રગટ્યું છે. ગુજરાતને સાવિત્રીનો પરિચય કરાવવા તેઓ “સાવિત્રીગુંજન' આપે છે. એમણે આ ઉપરાંત ભ્રમણવૃત્ત, વાર્તાઓ પણ આપી છે. પત્રો તો એમના અઢળક છે. એનું અધ્યયન કરીને રસીલા અઘારાએ એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. બ.ક. ઠાકોરે અંબુભાઈની ગણના ગુજરાતીના દશ સમર્થ ગધકારોમાં કરી છે. તમામ લલિત કલાઓમાં અંબુભાઈની સહજ ગતિ હતી. એ હહિ કહાઓમાં અંબભાઈની સજ ગતિ પ્રતી તેમણે ઉત્તમ ચિત્રો દોર્યા છે. શિલ્પ સજર્યા છે. કૃષ્ણલાલ જેવા સર્યા છે. કણલાલ જેવા ઉત્તમ ચિત્રકાર પણ તૈયાર કર્યા છે. અંબુભાઈનું કલાચિંતન કલામંદિર ગ્રંથમાં પ્રગટ્યું છે. અંબુભાઈ અંગે ષષ્ટિપૂર્તિનો અને દેહવિલય બાદ સ્મૃતિગ્રંથ પ્રકાશિત થયા છે. મૂળજીભાઈ તલાટી અને પંડિતરાય રાવળે એમનાં જીવનચરિત્રો આલેખ્યાં છે. અંબુભાઈ સમર્થ વક્તા હતા. એમનાં વક્તવ્યો સાંભળવા એ એક વિશિષ્ટ અનુભવ હતો. એ વખતે એમની અંતરવીણાના તાર કોઈ પરાસંગીત સાથે સમસ્વર થઈ જતા. શ્રી અરવિન્દની અનુમતિથી એમના સંદેશવાહક તરીકે ૧૯૪૭માં પોંડિચેરી બહાર ગુજરાતમાં, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અંબુભાઈનું કાર્ય આરંભાય છે. ૧૯૬૨-૬૩ સુધી તેઓ શ્રી અરવિન્દના અજોડ પ્રવક્તા બની રહે છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા, દૂર પૂર્વના જાપાન જેવા દેશોમાં પણ તેઓ શ્રી અરવિન્દ ચેતના વહાવે છે. ૧૯૬૩માં એમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવે છે. પણ એમાંથી તેઓ ઉગરી ગયા. પરંતુ ૧૧ ડિસે. ૧૯૬૫માં એમનો જીવનદીપ બુઝાઈ ગયો. એમના અંગે શ્રીમાતાજીએ કહ્યું : “એમનો ઊર્ધ્વ બૌદ્ધિક અંશ શ્રી અરવિન્દ સાથે અદ્વૈત પામ્યો છે. એમનો ચૈત્યપુરુષ મારી સાથે બહુ સુખ અને શાંતિમાં રહે છે. એમનો પ્રાણ હજુ પણ જે લોકો એમની મદદ માગે છે એમને મદદ કરી રહ્યો છે.” વિશ્વએકતાના સનિષ્ઠ સેનાની એ.બી. પટેલ ભારતના સ્વાતંત્ર્યદિને અને પોતાના ૭૫મા જન્મદિને શ્રી અરવિન્ટે ખાસ સંદેશ આપેલો. એમાં એમણે પોતાનાં પાંચ સ્વપ્નનો નિર્દેશ કર્યો હતો. એમાં શ્રી અરવિન્દનું ત્રીજું સ્વપ્ન વર્લ્ડ યુનિયન’નું હતું. એને સાકાર કરવાના એક વિનમ્ર કરણ બની રહ્યા એ બી. પટેલ. એમને આ પ્રવૃત્તિના પર્યાય જ કહી શકાય. ચરોતર પ્રદેશનું નાનકડું ચાંગા ગામ એમનું વતન. ૧૮૯૭માં પહેલી મેના રોજ વૈષ્ણવ પરિવારમાં એ.બી. પટેલઅંબાલાલનો જન્મ. પિતા ભાઈલાલભાઈ શિક્ષક હતા. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ.બી. પટેલે અઢી વર્ષની વયે માતાની હૂંફ ગુમાવી. એમનું શરૂઆતનું શિક્ષણ આણંદ જિલ્લાના સોજીત્રા અને પેટલાદ ખાતે થયું. એ સમયના રિવાજ મુજબ તેર વર્ષની વયે એમનું લગ્ન ગંગાલમી સાથે થયું. એ.બી. પટેલે પૂનાની ફરગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો. બરોડા કોલેજમાંથી તેઓ બી.એ. થયા. એ પછી મુંબઈથી તેઓ એલ.એલ.બી. થયા. ૧૯૨૧થી ૧૯૨૩ દરમિયાન ચીંચપોકલી-મુંબઈની એક શાળામાં આચાર્ય તરીકે તેમણે સેવાઓ આપી. એ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા. લંડનની લિંકન્સ ઇનમાંથી તેઓ બેરીસ્ટર થયા. ૧૯૨૪થી પૂર્વ આફ્રિકામાં કેન્યાની સુપ્રિમ કોર્ટ મોમ્બાસા ખાતે એમણે પ્રેક્ટિસ શરૂ કરી. કેન્યા બની રહી એમની કર્મભૂમિ. કેન્યામાં એ સમયે બ્રિટિશ શાસન હતું. એની સામે પ્રજાકીય આંદોલન પણ ચાલી રહ્યું. એમાં તેમણે ઝુકાવ્યું. જેલવાસ ભોગવ્યો. કેન્યાના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે બત્રીસ વર્ષ સુધી તેઓ છવાયેલા રહ્યા. જન્મજાત વક્તા, દૃષ્ટિવંત નેતા ને નખશીખ માનવતાવાદી હોવાને કારણે એમણે આફ્રિકાવાસીઓ, આરબો, એશિયનો અને યુરોપિયનો સૌનો સભાવ પ્રાપ્ત કર્યો. ૧૯૫૪માં કેન્યામાં નવી સરકારની રચના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy