SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધન્ય ધરા આ દીકરીના જીવનમાં સુંદર ભાત જ પડે એમાં નવાઈ શી? જૈનશાળાએ તેના જીવનમાં ધર્મનાં સુંદર રંગ પૂરવામાં કોઈ કચાશ ન રાખી. તારાની મનોભૂમિમાં ચિંતનનાં ચમકારા પ્રકટવા લાગ્યા. શુભભાવો ઘૂંટાવા લાગ્યા. અધ્યાત્મમાર્ગ તો આ બાલિકાના પૂર્વભવથી નિશ્ચિત હતો તેમ તે માર્ગે જવા માટે તેના આત્મામાં પ્રાણ અને તેના નાનકડા પગોમાં બળ પૂરવા માટે જીવનની વાટમાં લીંબડી સંપ્રદાયના ગૌરવવંતા અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવગુરુજી અને લીંબડી સંપ્રદાયનાં લીલમરત્ન સમા લીલમ ગુરુનો સથવારો સાંપડ્યો. ત્યારે દિવ્ય ગતિ તરફ દોટ મૂકવા માટે તારા અધીર બની. સ્વાભાવિક છે કે સંસારમાં માતાપિતા દીકરી માટે વેવિશાળનો વિચાર કરતાં હતાં, ત્યારે દીકરી વૈરાગ્ય માટેનો વિચાર કરતી હતી. જેમ જેમ માતાપિતા વેવિશાળ માટે તેને સમજાવતાં હતાં તેમ તેમ પ્રવ્રજ્યા પ્રત્યેનો તેનો વેગ-સંવેગ વધતો જતો હતો. વઢવાણ શહેરના રાજવીએ પણ તેને કસોટીની સરાણે ચડાવી. અનેક પ્રશ્નો પૂછ્યા તારાને ત્યારે દીકરી તારાએ કહ્યું રાજવીને કે “આપ મને વચન આપી શકશો કે મારો ચૂડલો અખંડ રહેશે અને મારી સેંથીનું સિંદૂર અમર રહેશે! પરંતુ એ શક્ય નથી. સંસારનું સુખ અશાશ્વત છે જ્યારે મારે તો મોક્ષનું શાશ્વત સુખ જોઈએ છે, જે સંયમ વિના શક્ય નથી.” અંતે પ્રવ્રજ્યાની રજા મેળવી મહા વદ પાંચમને સોમવારે સં. ૨૦૦૪માં વઢવાણની ભૂમિમાં ૨૦ વર્ષની ઉંમરે પંચ મહાવ્રત તેણે ધારણ કર્યા. “અનંતગુણને આપનારી સુખદાઈ પ્રવ્રજ્યા; પરમપદને લક્ષનારી વરદાયિની પ્રવજ્યા, ભવ્ય જીવોને તારનારી મુક્તિદાયિની પ્રવજ્યા, જાઈ સાઈ” નાદને સુણાવનારી પ્રવ્રજયા.” ખરે જ! માનવી પાસે પોતાનું એક વિશ્વ હોય છે, છતાં તે તેને શોધવા બહાર પ્રયાસ કરે છે, જ્યારે તારાબહેને જગત સાથેના મૃગજળ જેવા સંબંધો છોડી જાત સાથેના પરમ સંબંધ સાથે જોડાણ કર્યું. પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સુવર્ણ | કર્થી પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સવઈ અવસર ઝડપી લીધો. પૂ. શ્રી તારાબાઈ મ.સ.જીએ આર્યાજીના સિદ્ધાંતોને સમજી તેને જીવી લેવાનો પ્રયાસ કર્યો. સંયમના પંથને ઉજ્વળ બનાવવા હરપળે સતર્ક અને સાવધાન રહેવા લાગ્યાં. તેમનું સૂત્ર હતું. “સમયને સમજો, અવસરને ઓળખો અને તકને પકડો.” એ જ પ્રમાણે તેમનો આચાર હતો. નાભિમાંથી નાદ સંભળાયો અને તેમણે કઠિન તપસ્યાઓ શરૂ કરી. ચાર એકાસણે પારણું એમ ૧૭ મહિના સુધી તપ કર્યું. ૫૧ વર્ષની ઉંમરે એકાંતરે ઉપવાસનું વર્ષીતપ કર્યું અને ૬૧ વર્ષની ઉંમરે છઠ્ઠના વર્ષીતપની આરાધના પૂર્ણ કરી. ગુરથી શિષ્ય સવાયા હોય તેમ તેમનો શિષ્ય પરિવાર અનોખા ગુણનિધિએ શોભતો. આજે પણ ૮૮ વર્ષની ઉંમરે પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. દર વર્ષે અઠ્ઠાઈ તપની આરાધના કરે છે. બા. બ્ર. પૂ. શ્રી નિરૂપમાબાઈ મ.સ. ગુરુકૃપાએ અને મા સરસ્વતીના આશીર્વાદ વરસ્યા હોય તેમ સંયમ બાદ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ૩૨ આગમો અર્થ સહિત કંઠસ્થ કરેલ છે અને એક સાથ્વીરના તેમના સંયમપર્યાયનાં વધતાં વર્ષ સાથે તેટલા કલાકની મૌન સાધના કરી રહ્યાં છે. આજે ૧૯ વર્ષના સંયમપર્યાયે ૧૯ કલાકની તેમની મૌન સાધના ચાલુ છે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવનાર બે સતીરત્નો અઠમની વર્ષીતપ આરાધના કરી રહ્યાં છે. આખરે જેમ માનવીને જન્મની સાથે જ મરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના જીવનમાં મૃત્યુનાં પડઘમ વાગવા લાગ્યાં અને વૈશાખ વદ છઠ્ઠને શનિવારે રાત્રે ૯-૨૦ કલાકે સંથારા સહિત સમાધિમરણને પામ્યાં. जं सम्मं ति पासई । तं मोणं ति पासइ ॥ “જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે'. શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈનદીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. અવિરામ અંતરયાત્રા બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. [દરિયાપુરી સંપ્રદાય] નામ : વિમળાબહેન. જન્મ : ૩-૯-૧૯૨૩. સ્થળ : વઢવાણ શહેર: માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. દીક્ષા : ૨૫-૫-૧૯૪૬, વૈશાખ વદ દસમ. દીક્ષાગુરુ : પૂ. શ્રી ભગવાનજી મ.સા., ગુણી પૂ. શ્રી તારાબાઈ મ.સ.. ૧ ધાર્મિક અભ્યાસ : ૩૨ આગમ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય. નિર્ભયતા અને આત્મસ્વતંત્રતા એ બે સાધુતાના મુદ્રાલેખો Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy