________________
શતાયુી કંચનબેન ભીખાભાઇ શાહ
સ્વર્ગવાસ તા. : ૯-૧૧-૨00૭, શુક્રવાર
ધર્મમય જીવનનાં ૧૦૦ વર્ષ પરિપૂર્ણતાને અવસરે... ભવાદન શુભેચ્છા
શતવર્ષીય ધર્મભાવ-સેવાભાવ સંપન્ના ગં.સ્વ. શ્રી કંચનબેન અમૃતલાલ શાહ
શતશઃ વંદનાસહ આપના ધન્ય જીવનની અનુમોદના કરતાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના અમે આબાલવૃદ્ધ સૌ ધન્યતા અનુભવીએ છીએ. વલ્લભિપુર(વળા)માં જન્મ પામી. આપનાં પિતાશ્રી ભીખાભાઈ વિઠ્ઠલદાસ શાહ અને માતુશ્રી મણીબેનનાં સુસંસ્કારો પામી બાળપણથી આપે કર્તવ્ય પરાયણતા આત્મસાત કરેલી તે ભાવનગરમાં શ્વસુરગૃહે પણ પૂર્ણપણે અંગીકાર કરી.
અમરેલી ખાતે આપના નિવાસ દરમિયાન પણ આપે સ્વપરના હિત માટે દહેરાસર-ઉપાશ્રયમાં એક પૂર્ણ શ્રાવિકા તરીકે અન્ય સૌ બહેનો-બાળકોને ધર્મકાર્યમાં અને સામાજિક રીતે ઉપયોગી થતાં જ રહ્યાં છો, તે પણ વિશેષ સરાહનીય છે. આપનું સમગ્ર જીવન જૈન સમાજના દરેકને માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
આપના જીવનના શતાબ્દી ઉત્સવ અવસરે આપનું શેષ જીવન વધુ નિરામય અને ધર્મમય રહે અને આપની મોક્ષભાવની આરાધના બળવત્તર થતી રહે તેવી પરમ કૃપાનિધાન પ્રભુ પાસે પ્રાર્થના સહ. હ. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન રાંઘ, અમરેલી.
Jain Education International
પૂ. બા, પિતાવિહોણો તમ અંકે ઉછર્યો ભણ્યો જ્ઞ થી જ્ઞ સુધી
તો ય જ્ઞ રહ્યો, તમ પ્રતાપે
સર્વજ્ઞધર્મભાવના - સમાજસેવા – શિક્ષણ પ્રદાન
તમારાં ઉરચક્ષુએ પામ્યો અને વિતરણ કર્યું.
મારા ભવાંતરની ય સદા ખેવના કરનાર
પૂજ્ય કંચનબાને હૃદયપૂર્વક સ્મરણાંજલી... રસિકની અભિવંદના...
સંઘ મૈયાને અભિવંદના !
દીર્ઘ આયુષી કંચનમાતા, ધર્મપ્રેમી તું સંઘર્મેયા ! ધર્મસભામાં શોભે માતા, જાણે મરૂદેવી મૈયા ! પ્રભુ દર્શનના પ્યાસી, મૈયાને ધર્મ લગની ભારી ! પરિવારે દુરી મીટાવી, બન્યા પ્રભુ તણા પડોશી ! શતાબ્દી જયંતિ ભાવે ઉજવાય, અભિવંદના ભાવે થાય !
વાત્સલ્ય ભરી તારી દ્રષ્ટિ વર્ષે આંખોમાં સદા અમી ! વાણી તારી ભારે મધુરી, મોંમા જાણે સાકર મીઠી ! તારા આશિષની ઝંખના સદા મંગળ આશીર્વાદની કરો વર્ષા ! ઘણું જીવો સંઘ મૈયા ! પામીએ દર્શન આપના સદા ! શતાબ્દી જયંતિ ભાવે ઉજવાય, અભિવંદના ભાવે થાય !
શ્રવણ સમા પુત્ર જ્ઞાની, ધર્મ પમાડે ભાવથી ! પુત્રવધૂ ઉર્મિલા ઉમંગી, સેવા કરે જાણે પુત્રી લાડલી ! આંગણે પધારે સંતો પંચવ્રતી, પ્રમોદ ભાવે ગૌચરી ઓરાવે માવડી ! માનવભવનું મૂલ્ય જાણે માવડી, ધર્મ આરાધનામાં ગાળે જીંદગી ! શતાબ્દી જયંતિ ભાવે ઉજવાય, અભિવંદના ભાવે થાય !
તા. ૩૧-૦૫-૨૦૦૬
ડી. એમ. ગોડર્લીયા
ટ્રસ્ટી થા. જૈન સંઘ, અમરેલી.
શાધિકાયુી કંચનબેન ભીખાભાઈ શાહના પુનિત આત્મશ્રેયાર્થે હ. : પુત્રવધુ સૌ. ઉર્મિલાબેન રસિકભાઇ અ. શાહ, દ. : શું. રાતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org