SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૮૮૩ સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની આરાધના જેવા લગભગ બધા કાયમી આદેશો તેમના પરિવારના છે. મુંબઈની નજીકના- મુંબઈના જ ગણાય તેવા પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ ઘણાં વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને કેળવણી ક્ષેત્રે શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી વીતરાગ એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઇસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં વડવાઓના-પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સદ્વ્યય તેમના પરિવારે કર્યો છે. વળી પદમનગર-જૂનો મોહન સૂડિયો–અંધેરી ખાતે શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ આ પરિવારે લીધેલ છે. આવા ષષ્ઠી વટાવી ગયા હોવા છતાં શરીર અને મનથી ચિર-યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે.સમાજને આજે પણ એમની એટલી જ ખોટ જણાય છે. શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પૂજ્ય પિતાશ્રી શાહ સુખલાલ રાયચંદ કાગદી તથા પરમ શ્રાવિકા પૂ. માતુશ્રી સમજુબહેન પાસેથી ઉત્તમ સંસ્કારો પામીને શ્રી મચ્છુકાંઠા વિસા શ્રીમાળી સમાજના અગ્રણી દાતા તથા મોવડીમંડળ-સમાજના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન મોરબી નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈના રહીશ શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પરિવારે રૂા. ૨,૫૧,૦૦૦/જેવી માતબર રકમનું અનુદાન આપી મોરબીનિવાસી શ્રીમતી ચંદ્રકળાબહેન કાન્તિલાલ શાહ નેત્રચિકિત્સા ફંડ યોજનાની શરૂઆત કરેલ. શ્રી કાન્તિલાલભાઈ વ્યાવસાયિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. વ્યવસાયી ક્ષેત્રે કેસેન્ટ ઓપ્ટિકલ કંપની નામની રો મટિરિયલની ભારતમાં સર્વ પ્રથમ દુકાન સ્થાપીને ક્રાઉન ઓપ્ટિકલ નામની ચશ્માંની ફ્રેમો બનાવવાનું શરૂ કરી ઓપ્ટિકલમાર્કેટમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધાર્મિક ક્ષેત્રે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં છેલ્લાં ૩૨ વર્ષથી મંત્રી તરીકે અને સાહિત્યપત્રિકાના તંત્રી તરીકે ૫ વર્ષ સુધી સેવા પ્રદાન કરેલ. હાલમાં તેઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ તરીકે ઉચ્ચ સેવા આપી રહ્યા છે. ધાર્મિક શિક્ષણ સંઘમાં સમસ્ત મુંબઈની ૨૫૩ પાઠશાળામાં જે શ્રેષ્ઠ પાઠશાળા આવે તેમને તેમના પિતાશ્રીના નામનો “મોરબીનિવાસી શાહ સુખલાલ રાયચંદ કાગદી શ્રેષ્ઠ પાઠશાળા શિલ્ડ' આ રીતે ચાંદીનો ભવ્ય શિલ્ડ આપવામાં આવે છે, સાથે જ તેમનાં માતુશ્રી સમજુબહેન સુખલાલ શાહના નામથી રૂા. ૧,૧૧,૧૧૧=00ના વ્યાજમાંથી પારિતોષિકો આપવામાં આવે છે. ઉપરાંતમાં વર્ધમાન તપના થડા નાખનાર, વર્ષ તપ કરનાર વગેરેનાં કાયમી બહુમાન કરવામાં આવે છે. આ સિવાય અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ કમિટિના સભ્ય, જૈન એજ્યુકેશન બોર્ડના ઉપપ્રમુખ, શ્રી ઘાટકોપર જે. મૂ. જૈન સંઘમાં ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચ એ તેમના જીવનનો મહામંત્ર છે. મુંબઈ મહાનગરના અતિ મોટા ગણાતા સંઘોમાંના એક શ્રી નવરોજબહેન જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે તન, મન, ધનથી વિનમ્ર ભાવે શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલ હોવાથી તેમજ અન્ય ઘણી સંસ્થાઓમાં પણ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધીની દીર્ધ સેવાઓના કારણે તેમણે ઘણી જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે, સાથે જ લગભગ બધા મહાન આચાર્યોશ્રી તથા મુનિ ભગવંતોશ્રીના શુભ આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલ છે, જે તેમના જીવનની એક સિદ્ધિ ગણે છે. વિધવિધ સ્થાનોમાં લાભ લઈ મળેલ પુણ્યલમીને સાર્થક કરી : * મોરબીમાં સંપૂર્ણ કાચના શ્રેષ્ઠ કામગીરીવાળા નયનરમ્ય જિનાલયનું નિર્માણ (સમસ્ત મચ્છુકાંઠા સમાજમાં જિનાલય નિર્માણનો લાભ પ્રાપ્ત કરનાર. તેઓ પ્રથમ અને એક જ છે.) * મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની અંજનશલાકા-પ્રતિષ્ઠા, કાયમી ધ્વજાદંડનો લાભ કે ભાયંદરના જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કે ગોધરામાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કે રાજકોટમાં મંગલમૂર્તિની પ્રતિષ્ઠા કે અયોધ્યાપુરમુમાં શ્રી મેહુલ કાંતિલાલ શાહ આયંબિલભવન * કાવી તીર્થમાં “શ્રીમતી ચંદ્રકલાબહેન કાંતિલાલ શાહ ભાતાગૃહ'નો લાભ * ડભોઈમાં નૂતન ઉપાશ્રય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy