________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૦૨૦
હાથ જોડીને “મથએણ વંદામિ' કહી સુખશાતા પૃચ્છા અચૂક કરે છે! અમારી સાથે વાર્તાલાપમાં તેમના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા કે-“મ.સા. ! પૂર્વજન્મમાં મેં કુલમદ કર્યો હશે એટલે આજે વાળંદ કુળમાં જન્મ પામ્યો છું. હવે મને એવા આશીર્વાદ આપો કે આવતા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના હસ્તે દીક્ષા લઉં, કારણ કે સાધુતા પામ્યા વિના ભવસાગરથી નિસ્તાર અસંભવ છે!” પુરુષોત્તમભાઈની વાણીમાં ઝળકતો જિનશાસન પ્રત્યેનો અહોભાવ, સંસાર પ્રત્યે નિર્વેદભાવ તથા સંયમ પ્રત્યેનો સમર્પણભાવ જોઈને અમારું અંતઃકરણ પણ તેમના પ્રત્યે અનુમોદનાના ભાવથી ગદ્ગદ્ બની ગયું.
સરનામું : પારસ હેયર આર્ટ્સ, ઇડિયા બેંકની સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ પીન : ૩૮૦ ૦૦૫.
આ ઉપરાંત બીજાં પણ આવાં અનેક અર્વાચીન આરાધકરત્નોનાં દૃષ્ટાંતો “બહુરત્ના વસુંધરા-ભાગ ૧' માં વર્ણવાયેલાં છે. તે સહુ આરાધકોની વિશિષ્ટ આરાધનાની ભૂરિશઃ હાર્દિક અનુમોદના કરવાપૂર્વક લેખવિસ્તારના ભયથી અહીં અતિ સંક્ષેપમાં તેમાંના કેટલાંક દષ્ટાંતોનો સહુની અનુમોદનાર્થે ઉલ્લેખ કરવામાં આવે છે. વિસ્તારરુચિવાળા વાચકોએ ઉપરોક્ત પુસ્તક શ્રી કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ, ૧૦૨ લક્ષ્મી એપાર્ટ, ૨૦૬ ડૉ. એની બેસન્ટ રોડ, વરલી નાકા, મુંબઈ-૧૮ ફોન : ૨૪૯૩૬૬૦/૨૪૯૩૬૨૬૬ આ સરનામેથી મંગાવીને વાંચવા ભલામણ છે. (૧૦) રોજની ૨૮000 રૂ.ની આવકવાળો પોસ્ટ્રી ફાર્મનો ધંધો
બંધ કરીને અહિંસામય જૈનધર્મનું અદ્ભુત રીતે પાલન કરતા ડૉ. ખાન મહમદભાઈ કાદરી-પઠાણ (મીરઝાપુર
અમદાવાદ). (૧૧) ૧ પુત્રી તથા ૩ પૌત્રીઓને દીક્ષા અપાવતા અજોડ
જીવદયાપ્રેમી ઠાકોર મંગાભાઈ કાળાભાઈ ભગત
(પાટડી-જિ. સુરેન્દ્રનગર). (૧૨) પર્યુષણના ૮ દિવસ પાંખી પાળતા, લોચ, અઠ્ઠાઈ, ૯૯
યાત્રા ૬૪ પ્રહરી પૌષધ ઇત્યાદિના આરાધક કાંયાભાઈ
લાખાભાઈ માહેશ્વરી (બિદડા-કચ્છ). (૧૩) અઠ્ઠાઈ, સોળભત્તા, ૩૬ ઉપવાસ. ૬૪ પ્રહરી પૌષધ
ઇત્યાદિના આરાધક ગજરાજભાઈ મંડરાઈ મોચી (ડોંબીવલી (પૂર્વ) જિ. થાણા).
(૧૪) અનન્ય સત્સંગ તથા સાધુ-સેવા પ્રેમી, સદા પ્રસન,
ઝૂંપડીમાં રહીને ફૂટપાથ પર જોડા સીવતા હોવા છતાં પોતાની જાતને સહુથી સુખી માનતા પીતાંબરદાસ
મોચી (લખતર, જિ. સુરેન્દ્રનગર). (૧૫) વિરોધની પરવા કર્યા વિના રોજ જિનદર્શન તથા
જિનપૂજા કરતા નિવૃત્ત પોલીસ બાજુમલજી
નથમલજી ત્રી (બાડમેર, રાજસ્થાન). (૧૬) જૈન ધર્મની આરાધના અને માતાની સેવા માટે
અવિવાહિત રહીને અનેકવાર ૮, ૧૬, ૩૦ ઉપવાસ તથા ધર્મચક્ર આદિ તપશ્ચર્યા કરનારા સરદારજી પપુભાઈ અરોરા ગુર મોહિંદર સીંગ) (ખકી-પુના
મહારાષ્ટ્ર). (૧૭) સ્વપ્નમાં જૈનાચાર્યનાં દર્શનથી જૈનધર્મના દ્વેષી મટી
અનન્યપ્રેમી બનીને ગુરુમંદિર માટે પોતાની જમીન સંઘને વિના મૂલ્ય અર્પણ કરનારા તથા રોજ જિનપૂજા, નવકાર-જાપ, નવપદની ઓળી, અદમ ઇત્યાદિના આરાધક બ્રાહ્મણ અમૃતલાલભાઈ મોહનલાલ રાજગોર (વાલવોડ-જિ. આણંદ). ૮) ૧૪ વર્ષની ઉંમરથી માંડીને ૯૧ વર્ષની વય સુધી ફક્ત
બે જ સાદાં દ્રવ્યોથી એકાસણાં કરનાર અડાલજના
બ્રાહ્મણ... (૧૯) ૧૧ વર્ષની બાલ્યવયમાં ૨૦ દિવસ સુધી એકાસણાપૂર્વક
૧ લાખ નવકારજાપ તથા અઠ્ઠાઈ, ઉપધાન આદિના આરાધક લક્ષેશકુમાર ભૂપેન્દ્રભાઈ ભાવસાર
(ભરૂચ). (૨૦) અઠ્ઠાઈ, સોળભg, બ્રહ્મચર્ય, વર્ધમાન તપ, રોજ
જિનપૂજા છ'રી પાલક સંઘ દ્વારા ભરૂચથી પાલિતાણાની યાત્રા ઇત્યાદિના આરાધક પ્રજાપતિ રતિલાલભાઈ
પૂંજાભાઈ ગાંધી (લલ્લુભાઈ ચકલા-ભરૂચ). (૨૧) રોજ ૧૮ કલાક સુધી જૈન ધર્મના પુસ્તકોનું વાચન
કરનારા શંકરભાઈ ભવાનભાઈ પટેલ (ખાખરેચી,
તા. માળિયા, જિ. રાજકોટ, ગુજરાત). (૨૨) પોતાના ઘરે ૧૮ અભિષેકયુક્ત જિનબિંબ પધરાવીને રોજ
જિનપૂજા કરવાની ભાવનાને પૂર્ણ કરતા ગિરધરનગરઅમદાવાદના ભાગ્યશાળી ભંગીની ભવ્ય ભાવના.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org