________________
GGO
પાયામાં સાત પ્રકારની ધાતુઓ અને કસ્તુરી જેવી બહુ કિંમતી ચીજો નખાવીને શિલ્પી દેપાએ ધરણાશાહની ભાવના અને ઉદારતાની કસોટી કરી હતી એમ કહેવાય છે.
આ મંદિરની સૌથી અનોખી વિશેષતા તે એની વિપુલ સ્તંભાવલી છે. આ મંદિરને સ્તંભોનો મહાનિધિ કે સ્તંભોનું નગર કહી શકાય. એ રીતે ઠેર ઠેર સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. જે તરફ નજર કરો તે તરફ નાના, મોટા, પાતળા, જાડા, સાદા કે કોરણથી ઊભરાતા સ્તંભો જ નજરે પડે છે, પણ મંદિરના કુશળ શિલ્પીએ આટલા બધા સ્તંભોની ગોઠવણી એવી સપ્રમાણ રીતે કરી છે કે, એ પ્રભુનાં દર્શન કરવામાં ક્યાંય અંતરાયરૂપ થતી નથી, જિનલયમાં ગમે ત્યાં ઊભેલો ભક્ત ભગવાનનાં દર્શન કરી શકે છે. સ્તંભોની આટલી વિપુલ સમૃદ્ધિને લીધે તો આ મંદિરમાં ૧૪૪૪ થાંભલા હોવાની લોકખ્યાતિ થઈ છે.
મંદિરની ઉત્તરે રાયણવૃક્ષ અને ભગવાન ઋષભદેવનાં પગલાં છે, તે ભગવાન ઋષભદેવના જીવનનું અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ કરાવે છે.
સદ્ભાગ્યે વિ.સં. ૧૯૫૩ (સને ૧૮૯૭)ની સાલમાં, સાદડીના શ્રી સંઘે આ તીર્થ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું. શરૂઆતમાં પેઢીએ આ તીર્થની યાત્રાએ યાત્રિકો નર્ચિતપણે જઈ શકે એ માટેનાં જરૂરી પગલાં લીધાં અને પછીથી આ તીર્થનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવવાનો પેઢીએ નિર્ણય કર્યો, અને તરત જ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવ્યું.
જીર્ણોદ્ધારનું કાર્ય વિ.સં. ૧૯૯૦થી ૨૦૦૧ સુધી અગિયાર વર્ષ ચાલ્યું. આ કાર્ય એવું ઉચ્ચ કોટિનું અને નમૂનેદાર થયું કે વિશ્વખ્યાત સ્થપતિઓએ પણ એનાં મુક્તકંઠે વખાણ કર્યાં. જીર્ણોદ્વારથી સાવ નૂતનરૂપ પામેલ આ મંદિરની વિ.સં. ૨૦૦૯ની સાલમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ મંદિરને ચતુર્મુખપ્રાસાદ ઉપરાંત ‘ધરણવિહાર’, ‘ત્રૈલોક્યદીપકપ્રાસાદ’કે ‘ત્રિભુવનવિહાર'ના નામથી પણ ઓળખવામાં આવે છે. એના નિર્માતા શ્રેષ્ઠી ધરણાશાહ હોવાથી એનું ‘ધરણવિહાર’ નામ સાર્થક છે. ત્રણે લોકમાં એ દીપક હોવાથી એનાં ‘ત્રૈલોક્યદીપકપ્રાસાદ' તેમજ ‘ત્રિભુવનવિહાર’ એવાં નામો પણ સાર્થક છે અને તે એ મંદિરનો મહિમા દર્શાવે છે.
સમાન
Jain Education International
ધન્ય ધરા
જિનાલય-જિનબિંબ પ્રત્યે ભક્તિપૂર્વક દ્રવ્ય ખર્ચનાર શ્રાવકો
સંપ્રતિ મહારાજાએ સવાલાખ નવાં જિનાલયો અને છત્રીસ હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર અને સવાકરોડ જિનપ્રતિમા ભરાવેલ.
૮. આમરાજાએ ગોવર્ધનપર્વતની ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચી જિનાલય બનાવ્યું હતું. તેનાં મૂળ મંડપમાં સવાલાખ સોનામહોર તથા રંગમંડપમાં ૨૧ લાખ સોનામહોરનો ખર્ચ થયેલ.
શ્રેણિક મહારાજા દરરોજ જે દિશામાં પ્રભુ વિચરતા તે દિશા તરફ સાત-આઠ ડગલાં જઈ સોનાનાં જવનો સાથિયો કરતા.
૮. સં. ૧૩૧૬માં મંડલિક રાજાએ ગિરનારતીર્થના નેમિનાથ પરમાત્માના જિનાલયને સુવર્ણ-પતરાંથી મઢેલ એવો ઉલ્લેખ શિલાલેખમાં છે.
21
Z તેજપાલ શ્રાવકે જાવલાતીર્થમાં ૧ કરોડ પુષ્પોથી જિનપૂજા કરે .
B
દયાલશાહ શેઠે ચિત્તોડ પાસે દયાલકિલ્લા ઉપર નવ માળનું જિનાલય બંધાવેલ જે જિનાલયની ધજા ૧૨ માઇલ સુધી દૂર પડતી હતી. એ વખતે આ જિનાલય બનાવવામાં ૧ કરોડ સોનામહોરનો ખર્ચ થયો.
થરાદના આભુ સંઘવીએ શ્રી શત્રુંજય મહાતીર્થને ૩ કરોડ સોનારૂપાનાં ફૂલો વડે વધાવેલ.
કુમારપાલ રાજાએ ૯ લાખ સોનામહોર દ્વારા નવાંગી પૂજા કરેલ.
દોશી મનજીએ પ્રભુભક્તિ નિમિત્તે અમદાવાદનાં તમામ જિનાલયોમાં સત્તરભેદી પૂજા ભણાવેલ.
વસ્તુપાલ મંત્રીએ શત્રુંજયતીર્થ ઉપર જિનાલય બંધાવી કુલ ૧૮ કરોડને ૯૬ લાખ દ્રવ્ય વાપરેલ અને ગિરનાર તીર્થ ઉપ૨ ૧૨ કરોડ ને ૮૦ લાખ દ્રવ્ય વાપરેલ.
જાવડશા શેઠે ૨૨ શેર ચાંદીની પ્રતિમાજી ભરાવી પૂજા માટે જિનાલયમાં પધરાવેલ.
કુમારપાલ રાજા દરરોજ ત્રિભુવનપાલવિહારમાં ૭૨ સામન્તો અને ૧૮૦૦ (અઢારસો) કરોડપતિઓ સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org