________________
૨૯૪
પ્રથમ વર્ગ, પીએચ. ડી. ૧૯૬૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત એપિગ્રાફી વિષયમાં. મહાનિબંધનો વિષય ‘પ્રાચીન ગુજરાતના સંસ્કૃત અભિલેખોમાં કાલગણનાની વિવિધ પદ્ધતિઓ.’
એમ. એ. સમાજવિદ્યા ટેક્સાસ (યુ.એસ. એ.)ની ડેન્ટોન ટેક્સાસ વુમન્સ યુનિવર્સિટીમાંથી ૧૯૭૨માં પાસ
કરી.
ધન્ય ધરા
શૈક્ષણિક અનુભવ : પાંચ વર્ષ અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત-અર્ધમાગધી વિષયના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું, ૧૯૬૪થી ૧૯૬૯ સુધી. ૧૯૭૬થી ૧૯૮૨ સુધી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં વ્યાખ્યાતા તરીકે, ૧૯૮૨થી ૧૯૯૭નાં માર્ચ સુધી રીડર તરીકે અને ૧૯૯૭થી ૨૦૦૬ સુધી સંસ્થાનાં નિયામક અને ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઇનચાર્જ તરીકે કાર્ય કર્યું. ૧૯૮૮થી પીએચ. ડી.ના માર્ગદર્શક તરીકે સેવાઓ આપી. પાંચ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષયનાં વિવિધ પાસાંઓ પર મહાનિબંધ તૈયાર કરી પીએચ. ડી. થયા. ગુજરાત યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ વિષયના બૉર્ડ ઑફ સ્ટડીઝના ચેરપર્સન તરીકે ૮ વર્ષ કાર્ય કર્યું. ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ, ૧૯૯૯થી ૨૦૦૧, ગુજરાત સાહિત્ય સભાની કારોબારી સમિતિમાં કોષાધ્યક્ષ, ગુજરાત રિસર્ચ સોસાયટીમાં માનદ્ નિયામક (૨૦૦૬થી), ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતામાં સલાહકાર સભ્ય (૨૦૦૨થી), ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય (૧૯૯૯થી), ગુજરાત વિદ્યાસભાના કારોબારી સભ્ય (૧૯૯૯થી ૨૦૦૬), ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલના સભ્ય બે વર્ષ, ગુજરાત યુનિ.ના પ્રાકૃત વિભાગમાં મુલાકાતી અધ્યાપક (૧૯૮૬થી ૧૯૯૮ સુધી), ગુજરાત વિદ્યાપીઠમાં એમ. ફિલ., પીએચ. ડી. વિદ્યાર્થીઓના એક્સ્ટર્નલ રેફરી, વિષયનિષ્ણાંત કમિટીના
સભ્ય.
સંપાદનકાર્ય : ‘શ્રીમદ્ ભાગવત પુરાણ’ સમીક્ષિત આવૃત્તિના સંસ્થાના પ્રોજેક્ટમાં એક સંપાદક તરીકે કાર્ય કર્યું. એના ગ્રંથ ૨ અને ગ્રંથ ૩ (સ્કંધ ૮)નું સંપાદન કાર્ય, સંસ્થાના સંશોધન ત્રૈમાસિક ‘સામીપ્ય' જર્નલનું સંપાદન, ‘પથિક’ ઇતિહાસ-પુરાતત્ત્વ ત્રૈમાસિકનું સંપાદન, ‘ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક'નું સંપાદન, દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ સંસ્થા દ્વારા ગ્રાંટ મળેલ પ્રોજેક્ટ ‘અમદાવાદની ભો. જે. વિદ્યાભવન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ ‘અમદાવાદના જૈન પ્રતિમા લેખો'નું સંપાદન કર્યું.
વિષયનિષ્ણાંત : ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્ય.
પ્રકાશનો : ‘ભારતીય સંસ્કારો', ‘આદિમ સમાજોની સંસ્કૃતિઓ', ‘ભારતનો આદ્ય ઇતિહાસ', ‘કાલગણના’, ‘ગુજરાતના અભિલેખો', ‘જૈન પ્રતિમા લેખો', રૂપમંજરીનામમાલા'નું સંપાદન, ‘સંસ્કૃત પ્રાકૃત હસ્તપ્રતોનું કેટલોગ’, ‘હરિપ્રસાદ શાસ્ત્રી અભિનંદન ગ્રંથ', રસિક–ભારતી', ‘કે. કા. શાસ્ત્રી શતાયુરભિનંદન ગ્રંથ’, ભો. જે. વિદ્યાભવનના સિક્કાઓના કેટલોગ’, ‘કે. આર. સંત મેમોરિયલ સેમિનાર'નાં પ્રોસિડિંગ્સ, ‘ગુજરાતના શિલાલેખો અને સિક્કાઓ', ‘ગિરધરભાઈ મ્યુઝિયમ, અારેલીના સિક્કાઓનું કેટલોગ', જેવા ગ્રંથોનું લેખનકાર્ય અને પ્રકાશન. ૨૫૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન. વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં સંશોધનપેપરો રજૂ કર્યાં. સંસ્થામાં સેમિનારોનું આયોજન કર્યું. હજુ તેમની આ પાકટ વયે પણ સંશોધનનું કામ ચાલુ જ છે. ધન્યવાદ —સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org