________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૯૫
સં. ૨૦૪૯માં માલગાંવથી પાલિતાણાનો છ'રીપાલક સંઘ સંઘવી ભેરુમલજી હુકમીચંદજી બાફના પરિવારે કાઢ્યો. ૨૭૦૦ યાત્રિકો હતાં. દરેક યાત્રિકને તમામ સામગ્રીની કિટ અને છેલ્લે સુંદર પ્રભાવના આપવામાં આવેલ. ૬000 ફોર્મ આવેલ જેમાંથી ૧૮૦૦ને પ્રવેશ આપવામાં આવેલ. ૨00 સાધુ-સાધ્વીભગવંત તથા ૭00નો સ્ટાફ હતો. ગામેગામ સ્વામીવાત્સલ્ય કરવામાં આવેલ ૭-૧૨-૨૦૦૩થી ૧૫-૧૨૦૦૪ સુધી..
લીંબડી પાસે ભલગામડાએ સંઘના પગલાંથી સંપૂર્ણ ગામમાં માંસાહાર અને દારૂનો ત્યાગ કરેલ.
સં. ૨૦૫૦ સુરેન્દ્રનગરથી શ્રી શત્રુંજય મહાતીર્થનો ભવ્ય છ'રીપાલક સંઘ નીકળ્યો. એમાં મુખ્ય સંઘપતિ બનવાનો લાભ સંઘવી ભેરુમલ હુકમીચંદ બાફનાએ લીધેલ. ઉપસંઘપતિ બનવાનો લાભ મુંબઈના ગુરુભક્ત એસ. એમ. વેલર્સ બાલીવાળાએ લીધેલ. | બાપલાથી શ્રી જીરાવલાનો સંઘ સંઘવી બાબુલાલ એમ. શાહે કાઢેલ.
સં. ૨૦૫૧માં સિરોહી ચાતુર્માસ અને ઉપધાન પૂર્ણ થયે પિંડવાડાથી શંખેશ્વર તીર્થનો છ'રીપાલક સંઘ સંઘવી કુંદનમલજી સાંઈએ કાઢેલ. આ સંઘનું પ્રસ્થાન કરાવવા પં. રશ્મિરત્નવિજયજી દાદા પ્રેમસૂરિજીની જન્મભૂમિ પિંડવાડા પધારી પ્રથમવાર પ્રવચનો શુરુ કરી ગુરુકૃપાએ રમઝટ મચાવેલ.
સં. ૨૦૫૨માં અમદાવાદ-પંકજ સોસાયટીમાં સૂરિ ભુવનભાનુસ્મૃતિમંદિરની ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ. પં. રશ્મિરત્નવિજય આદિની ગણિ પદવી થઈ. ૨૫ હજાર માણસોમાં નૂતન ગણિશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન આપેલ. ત્યાંથી વિહાર કરી શ્રી નારલાઈથી શંખેશ્વરતીર્થનો ૪૪ દિવસનો પ્રાચીન પદ્ધતિનો ઐતિહાસિક સંઘ સંઘવી તારાચંદ રતનચંદજીએ કાઢેલ. લાઇટ-માઇક-પેટ્રોલ-ડિઝલનાં વાહનો આદિ તમામ આધુનિકતાનો ત્યાગ કરી દીધા ગાડા આદિનો સંઘ હતો. ૧૦૦૦ માણસો હતાં. વારાફરતી મુંબઈધામના યુવાનો
1 લાશી ધમના યુવાનો વ્યવસ્થા સંભાળવા આવતા હતા. સંઘનું વાતાવરણ એવું હતું કે હજારો લોકો જોવા આવતાં હતાં.
સં. ૨૦૫૩ ગિરધરનગરથી તારંગાનો આરાધકમંડળે ભવ્ય સંઘ કાઢ્યો. ૧૧ સંઘો કાઢવાનો નિર્ણય થયો. ત્યાર બાદ પ્રાચીન પદ્ધતિનો ચામુંડેરીથી રાણકપુરનો ભવ્ય છ'રીપાલક સંઘ સંઘવી દિલીપભાઈએ ખૂબ ઉદારતાથી કાઢેલ.
સં. ૨૦૫૪માં ગણિ રશ્મિરત્ન આદિની પંન્યાસપદવી ૫-૩-૯૯ ભીલડિયામાં થઈ. અમદાવાદમાં જય પ્રેમ સોસાયટીથી કલિકુંડનો છ'રીપાલક સંઘ નીકળ્યો.
સં. ૨૦૧૬માં ભાવનગરમાં ઐતિહાસિક ચાતુર્માસ બાદ ભાવનગરથી ઘોઘાનો સંઘ શેઠ વિક્રમભાઈ રમણિકલાલ શાહ કાઢેલ. ત્યારબાદ સંઘવી પ્રવીણભાઈ કચ્ચરચંદ શાહે ભાવનગરથી પાલિતાણાનો પ્રાચીનપદ્ધતિનો ભવ્ય સંઘ કાઢેલ. પ્રાર્થનામંડળે સુંદર સંચાલન કરેલ. ત્યારબાદ સુરતમાં માલવાડાવાળા મગનલાલ કસ્તુરચંદ પરિવારે ૨૮ દીક્ષા કરાવેલ. બાલદાથી જીરાવલાનો સંઘ આ. ભ. તથા પ. રશિમરત્નવિ.ની નિશ્રામાં નીકળેલ.
સં. ૨૦૧૬માં સુરત અઠવાગેટમાં ૧૩૫૨ અઠ્ઠાઈ, બહુમાન, ૨૫00 યુવાનોની શિબિર, ૫૫૦૦ આયંબિલ સાથે ઐતિહાસિક ચાતુર્માસ બાદ ભટારરોડથી ભરૂચના છ'રીપાલક સંઘ બાદ પાવાપુરીજીવન મૈત્રીધામ-નીંબજ અને સંઘવી ભેરુતારકધામની યાદગાર પ્રતિષ્ઠા થયેલ.
સં. ૨૦૧૭માં પાલીમાં ચાતુર્માસ-ઉપવાસ પૂર્ણ થયે સાયરા એરિયામાં પ્રથમવાર ભાનપુરાથી પાલિતાણાનો બે મહિનાનો સંઘ સંઘવી ભૂરીબહેન કિન્તુરચંદજી રાઠોડ, ‘વર્ધમાન ગ્રુપે’ કાઢેલ. આ સંઘની વિશેષતા એ હતી કે આમાં સંગીતકાર-ફોટોગ્રાફર-સિક્યુરિટી તથા પોલીસમેન પણ એકાસણાં કરતા અને પગે ચાલતા હતા. સ્થાનકવાસી અને તેરાપંથી આગેવાનો જોડાણાં હતા.
અગિયાલીથી પાલિતાણાનો પ્રાચીન પદ્ધતિનો સંઘ શ્રી ભોગીભાઈ સી. શાહે કાઢેલ. ત્યારબાદ શંખેશ્વરથી પાલિતાણાનો સંઘ તખતગઢનિવાસી સંઘવી મોહનલાલ ઉમેદમલ પરિવારે કાઢેલ. માલગાંવથી દેલવાડાનો સંઘ ભેરુમલજી હુકમીચંદ પરિવારે કાઢેલ,
૬૦ હજાર સામાયિક સાથે પાલિતાણામાં ૯00થી વધુ વર્ષ પછી ૩૮ દીક્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો તરત જ પાલિતાણાથી ગિરનારનો ૪૦૦૦ યાત્રિકોનો ભવ્ય છ'રીપાલક સંઘ માલગાંવનિવાસી સંઘવી તારાચંદ ભેરુમલજીએ કાઢેલ.
સં. ૨૦૫૯માં પૂ. આ. ભ.ની તબિયત એકાએક બગડતાં પૂજ્યશ્રીની આજ્ઞાથી પં. રશિમરત્નવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ ચિરંતનરન વિ. આદિની નિશ્રામાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org