SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધન્ય ધરાઃ વ્યવહારો કરનારા અને ચોરલૂટારાનો અભાવ હતો. શ્રમણોસાધુઓ નિશ્ચિત મને વિહાર કરતા, નટ-નર્તકો-કલાકારોકથાકારો-ગાયકો-વાજિંત્રો વગાડનારા આ નગરીમાં વસતા. નગરમાં તળાવો હતાં, આરામ માટે ઉદ્યાનો હતાં, ચારે તરફ વિવિધ આયુધોથી સજ્જ સંત્રીઓ રહેતા અને નગરનું રક્ષણ કરતા, હાથી જેવાં મહાકાય પશુ અવર-જવર કરી શકે તેવા તેમાં માર્ગો હતા, બજારો હતા, તેમાં શિલ્પીઓ-કારીગરો તેમની • ચીજ-વસ્તુઓ વેચતા. તે નગરમાં આમશાલવન નામનું એક ચૈત્ય હતું, તેમાં ધજા-પતાકા રહેતાં. ચૈત્ય સુગંધથી મહેંકતું રહેતું. તેમાં નટ-નર્તકી તેમની કલા દર્શાવતાં અને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા પૂજા કરતાં. આ નગરનો રાજા કુલીન હતો અને રાણી સર્વાંગસુંદરી હતી. વિશાળ પ્રાસાદમાં દાસ-દાસીઓ, વિવિધ આભૂષણો અને અનેક પ્રકારે બંને આનંદથી જીવન પસાર કરતાં હતાં અને મહાવીરસ્વામી વિહાર કરતાં એ નગરમાં આવી પહોંચ્યા. તેમની સાથે શિષ્યમંડળ હતું. નગરજનો વંદના કરવા મહાવીરસ્વામી પાસે ગયા. એ પ્રસંગનું અદ્ભુત વર્ણન આ ઉપાંગમાં આપવામાં આવ્યું છે. એ સાથે મહાવીરસ્વામી અને સૂર્યાભ નામના દેવના મિલનની વાત ઘણી રોચક રીતે આપવામાં આવી છે. ભગવાન મહાવીરને મળીને પ્રસન્ન થયેલા સૂર્યાભદેવ દેવ-દેવીઓને સુંદર પ્રાસાદ (વિમાન) રચવાની આજ્ઞા કરે છે. એ વિમાનનું જે વર્ણન, આ ઉપાંગમાં આપવામાં આવ્યું છે તેને રજૂ કરતા શબ્દો પણ આપણી વાર્તાલાપ અને સાહિત્યિક ભાષામાં ક્યાંય જોવા મળતા નથી. તેમાં આવેલી વાદ્યોની સૂચિનો અભ્યાસ કરવામાં આવે તો ઘણાં વાધો આજે જોવાં પણ મળતાં નથી. સૂર્યાભદેવ, ત્યારબાદ દેવ-દેવીઓને ગીત-નૃત્ય શરૂ કરવા આજ્ઞા કરે છે. તે સાથે, બત્રીસ પ્રકારની નાટ્યવિધિઓની પણ વિગતો આપવામાં આવી છે. જેમને નાટ્યસાહિત્યમાં રસ છે તેમણે આ નાટ્યવિધિઓની વિગતો અવશ્ય જાણવી જોઈએ. વળી, સૂર્યાભદેવના વિમાનનું વર્ણન પણ આવ્યું છે. આ ઉપાંગમાં બત્રીસ પ્રકારની નાટ્યવિધિઓ આપવામાં આવી છે–આજે ભાષા અને નાટ્યકલાના ક્ષેત્રે અભ્યાસ કરતા કે તે સંદર્ભમાં પ્રવૃત્તિઓ-કોર્સ કરનારાં આ વિધિઓનાં નામ પણ જાણે તો સારું. ભરતનાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે આ ઉપાંગ જાણવો મહત્ત્વનો છે, તો તેમાં આપેલાં વાદ્યોનાં નામો પણ આજે કેટલાં જાણતાં હશે? ઉપાંગના અંતે રાજા પએસીની કથા કહેવામાં આવી છે. જીવાજીવાભિગમ આ ત્રીજા ઉપાંગમાં નવ પ્રકરણો અને ૨૭૨ સૂત્રો છે. પહેલાં બે પ્રકરણોની સરખામણીએ ત્રીજું પ્રકરણ મોટું છે અને તેમાં સાગરો, એ સાગરોમાં આવેલા ટાપુઓ અને સાથે સાથે દેવોનાં વર્ણનો છે. પહેલા પ્રકરણમાં સંસારી જીવો અને તેના પ્રકારો તથા ઉપપ્રકારો, નરક અને નરકના પ્રકારો, મનુષ્ય અને મનુષ્યના પ્રકારો, દેવો અને દેવોના પ્રકારોની વિગતો મળે છે. બીજા પ્રકરણમાં સંસારી જીવના ત્રણ પ્રકારો, મહિલાઓ અને પુરુષોના પ્રકારો જાણવા મળે છે. ત્રીજા પ્રકરણમાં નરકની સાત પૃથ્વીઓનું વર્ણન મળે છે. સોળ પ્રકારનાં રત્નોનો ઉલ્લેખ મળે છે-“રત્ન, વજ, વૈડૂર્ય, લોહિત, મસ્તરગલ, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, જ્યોતિરસ, અંજન, અંજનપુલક, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક અને અરિષ્ટ. શસ્ત્રોના ઉલ્લેખો પણ કેવા-મુગર, મરુટિ, કરપત્ર (કરવત), અસિ, શક્તિ, હલ, ગદા, મુસલ, ચકુ, કુંત, તોમર, શૂલ, સકૂટ અને મીડિપીલ’. અરે મઘનાં પણ નામ આપ્યાં છે-“ચન્દ્રપ્રભા, મણિશલાકા, વરસીધુ, વરવારુણી, ફલનિર્યાસ્તર, પત્રનિર્યાસ્તર, પુષ્પનિર્યાસ્તર, ચોયનિર્યાસ્તર” અને તે સાથે, “મધુ, મેરક, રિષ્ઠ, દુગ્ધજાતિ, પ્રસન્ના, નેલ્લક (અથવા તલ્લક), શતાયુ, ખજૂરસાર, મુદ્રિકાસાર (અથવા દ્રાક્ષાસવ), કાપિશાયાન, સુપક્વ અને ક્ષોદરસ’ પાત્રોનાં નામોમાં પડતાં નથી. એ સમયનાં આભૂષણો પણ કેવાં હતાં–‘હાર, અર્ધહાર, વઢણગ, મુકુટ, કુંડલ, વાયુરંગ, હેમાલ, મણિજાલ, કનકજાલ, સૂત્રક, ઉચિપકડગ, ખુફગ, એકાવલી, કંઠસૂત્ર, મગરિય, ઉરસ્થ, ગ્રેવેયક, શ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, ફુલ્લ, સિદ્ધાર્થક, કર્ણાવાલિ, શશિ, સૂર્ય, વૃષભ, ચક્ર, તલભંગ, તુડઅ, હત્યિમાલગ, વલણ, દીનારમાલિકા, ચન્દ્ર-સૂર્યમાલિકા, હર્ષક, કેયૂર, વલય, પ્રાલક્ષ્મ, અંગુલોધક, કાંચી, મેખલા, પયરગ, પાદજાલ, ઘંટિકા, કિંકીણી, રયણોરુજાલ, નૂપુર, ચરણમાલિકા, કનકનિકરમાલિકા'. અભુત–આજે આપણી ભાષામાં આ નામો પણ ક્યાં જડે છે? યાદ કરો પ્રેમાનંદનું આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું'-વડસાસુએ કુંવરબાઈને આપેલી સૂચી: વસ્ત્રો, મિષ્ટાન, નગરોના પ્રકારો, રાજા, દાસો, તહેવારો, ઉત્સવો, નરો, યાનો, અનર્થનાં કારણો, કલહના પ્રકારો, યુદ્ધોનાં નામ પણ કેવાં આપ્યાં છે. જ્યારે તબીબી સેવાઓ આજના જેવી ન હતી અને કેવળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy