________________
પ્રબંધચિન્તામણિ
શ્રીમેતુંગાચાર્ય વિરચિત પ્રબચિન્તામણિ (ગુજરાતી ભાષાન્તર, ઐતિહાસિક ટિપ્પણીઓ, પરિશિષ્ટ વગેરે સાથે) ભાષાન્તરકર્તા: રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, પ્રકાશક: શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ. રૂ. ૧–૦–૦
“જની સ્થાઓ વારંવાર સાંભળેથી ડાહ્યાં માણસનાં મનને જોઈએ તેવાં પ્રસન્ન કરતી નથી, માટે નજીકના વખતમાં થઈ ગયેલા સપુરુષના વૃત્તાતો વડે આ પ્રબન્ધચિન્તામણિ ગ્રન્થની રચના કરું છું' એમ જણાવી નાગેન્દ્રગચ્છીય જૈનાચાર્ય મેરૂંગસૂરિએ સં. ૧૩ ૬૧માં વઢવાણમાં આ પ્રબન્ધચિન્તામણિ સંસ્કૃત ભાષામાં રચ્યો.
વિક્રમ અને શાલિવાહનના પ્રબ તથા અન્ય કેટલાક પ્રકીર્ણ પ્રબન્ધને છોડી દઈએ કે, વનરાજથી માંડીને વીરધવલ સુધીનો ગુજરાતના ઈતિહાસને વૃત્તાન્ત તેમાં છે. એ માત્ર “ઈતિહાસ’ નથી,
ઈતિહાસ” લખવાની દૃષ્ટિ પણ એ વખતે નહોતી; સામાન્ય જ્ઞાનવાળા વાચક–ખાસ કરી જૈનોને–પ્રબો એટલે કલ્પનામિશ્રિત શ્રતકથાઓ આપવાને તેને ઉદ્દેશ છે. સાદા અને સહેલા સંસ્કૃત ગદ્યમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સુભાષિતો મૂકીને આ પ્રબન્ધ રચાયેલા છે. એટલે પૂર્વકાલમાં ઐતિહાસિક વિષયો લઈને રચાયેલાં મહાકાવ્યોમાં આવતી અતિશયોક્તિઓને દોષ તેમાં કુદરતી રીતે જ ઓછો છે. પૂર્વના લેખક એટલે કે હેમચન્દ્ર, અરિસિંહ, સોમેશ્વર, ઉદયપ્રભ અને બાલચન્દ્ર જેવા ચૌલુક્ય રાજાઓના સમકાલીન હોઈ તેમના વિષે કંઈક અપજશ લાગે એવી વાતો રાજ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org