________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક ગૂજરાતનાં સંસ્કૃત નાટકેનું મૂલ્યાંકન
હવે પ્રશ્ન એ થશે કે, ગુજરાતના આ બધાં સંસ્કૃત નાટકનું સાહિત્યદષ્ટિએ મૂલ્યાંકન શું? કહેવું જોઈએ કે હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રના અપવાદને બાદ કરીએ તે, શુદ્ધ સાહિત્યદષ્ટિએ આ બધાં નાટકોની કીમત ઝાઝી નથી. જો કે માઘ અને બાણની પછી સાચું સર્જને સંસ્કૃત સાહિત્યમાંથી લગભગ આથમી ગયું હતું, એટલે મધ્યકાળમાં તે હિન્દના બધા જ પ્રાન્તમાં આ સ્થિતિ છે.
સંસ્કૃત નાટકનો ઉદ્દેશ મુખ્યત્વે કરીને પાત્રોના બાહ્ય કે આંતરિક સંઘર્ષણનું નિરૂપણ કરવાનો નહિ પણ પ્રેક્ષકોના મનમાં રસની નિષ્પત્તિ કરવાનો હતો. અર્થાત ના રચ એ ઉક્તિ દર્શાવે છે તેમ, નાટક એ કાવ્યનો જ એક પ્રકાર હતો. એટલે કીથ જેવા વિદ્વાને કરે છે તેમ, કેવળ પાશ્ચાત્ય વિવેચનની દષ્ટિએ જ આ બધાં નાટકનું મૂલ્યાંકન કરી તેમને કેવળ ઉતારી પાડવાનો કંઈ અર્થ નથી, કેમકે હિન્દ અને યુરોપનો નાટક પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવળ ભિન્ન હતો.
છતાં પ્રાચીન પ્રતિભાવાન આચાર્યોએ સ્થાપેલા રસસંપ્રદાયનું અંતર્ગત રહયે જ્યારે લગભગ ભુલાયું હતું અને પૂર્વકાલીન તેજસ્વી સર્જકતા આથમતી હતી તે પાંડિત્યયુગમાં સંસ્કૃત નાટકની અવનતિ થઈ એ હકીકત છે. સંવાદો ફીકા, દીર્ઘસૂત્રી અને વ્યક્તિત્વહીન બનતા ગયા અને રસનિષ્પત્તિનો હેતુ પ્રધાન હોવાને કારણે લોકે મુકતક જેવા-વધુ ને વધુ લાલિત્યપૂર્ણ બનતા ગયા. લેખકેનું ધ્યાન આવાં મુક્તકે લખવા ઉપર જ કેન્દ્રસ્થ થતું ગયું અને નાટકનાં બીજા અંગે ભૂખે મરવા લાગ્યાં.
જે વર્ગો જ પાડવા હોય તો, ગૂજરાતમાં લખાયેલાં સંસ્કૃત નાટકે પૈકી રામચન્દ્રની મોટા ભાગની કૃતિઓ, બિલણકૃત “કર્ણસુન્દરી.' યશપાલકૃત “મેહરાજપરાજય, પ્રહલાદનદેવકૃત “પાર્થપરાક્રમવ્યાયોગ' અને વિજ્યપાલકૃત “દ્રૌપદીસ્વયંવર ને હું આગલી હરોળમાં મૂકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org