________________
ઇતિહાસની કેડી
પ્રસંગે ભજવાયું હતું. વાયુધ ચક્રવર્તીએ પ્રાણના ભાગે પણ પારેવાનુ રક્ષણ કર્યું હતુ, એ પ્રસિદ્ધ વસ્તુને અનુલક્ષીને તે લખાયું છે. સામેશ્વરનું ઉલ્લ્લાઘરાઘવ ’
(
વીરધવલના પુરહિત તથા વસ્તુપાલના ઇષ્ટ મિત્ર, ‘ કાર્તિકૌમુદી ’ તથા ‘સુરથાત્સવ’ના કર્તા કવિ સામેશ્વરનું ‘ ઉલ્લાધરાઘવ ” નાટક દ્વારિકાના જગત્મન્દિરમાં પ્રોધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ‘ ઉલ્લાઘરાધવ’માં રામકથાનું નાટકરૂપે નિરૂપણ છે.
‘ સુરથાત્સવ’ની પ્રશસ્તિમાં એવા ઉલ્લેખ છે કે સામેશ્વરે ભીમદેવની સભાને યામામાં એક નાટક બનાવીને હર્ષિત કરી હતી. આ નાટક • ઉલ્લાઘરાઘવ’થી ભિન્ન જહેવુ જોઇએ, કેમકે ‘ ઉલ્લાધરાઘવ’” તે સામેશ્વરે પેાતાના પુત્ર ભલ્લશર્માની પ્રાર્થનાથી લખ્યું હતું, એવી તેમાં સ્પષ્ટ નોંધ છે. ‘ સુરથાત્સવની પ્રશસ્તિમાં જે ખીજા નાટકના ઉલ્લેખ છે, તે હાલમાં અપ્રાપ્ય છે.
જયસિંહસૂરિનું ‘ હમ્મીરમદમન
ગૂજરાત ઉપર દક્ષિણેથી ચઢી આવેલા યાદવ રાજા સિંહણ અને ઉત્તરેથી ચઢી આવેલા મીલચ્છીફ઼ાર (સુલ્તાન અલ્તમશ)ને વસ્તુ
ઃ
૬. ‘હમ્મીરમઠ્ઠમ ન’ના મીલચ્છીકાર તથા ‘ પ્રબન્ધ્રકાશ’ના મેદીન અન્ને એક જ છે. પણ મીલચ્છીકાર અથવા મેાજદીન નામના કોઇ પાદશાહ દિલ્હીની ગાદી ઉપર થઇ ગયા નથી. મેાજદીન તે ખીન્ને કોઇ નહિ પણ ગુલામવાને પાદશાહ સમશુદ્દીન અલ્તમશ છે, એવી મારી માન્યતા છે (જીએ ‘ગૂજરાતી'ના ૧૯૩૪ના દીપેાત્સવી અંકમાં મારા લેખ પ્રબન્ધકાશ’ના મુઇઝુદ્દીન કાણુ ?’ ), શ્રી દુર્ગાશ’કર શાસ્ત્રીના પણ આ જ મત છે ( ગૂજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભાગ ૬, પૃ. ૩૮૧ ). બીજી બાજુ, શ્રી રસિકલાલ પરીખ મેાજદીનને મહમ્મદ ધારી માને છે ( જુએ જૈન સાહિત્ય સ`શેાધક, ખ’ડ ૩, અ'ક ૧માં તેમને લેખ • એક ઐતિહાસિક શ્રુતપર’પરા અને તેની સમીક્ષા, ’),
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org