________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે. અર્ણરાજ સાથે કુમારપાલનો વિગ્રહ અનેક વર્ષ ચાલ્યો હતો, પણ કુમારપાલનો સંપૂર્ણ વિજય સં. ૧૨૦૭ માં અથવા તેથી થોડાક સમય અગાઉ થયો હોવો જોઈએ, કેમકે ચિડમાં કુમારપાલના સં. ૧૨૦૭ના શિલાલેખમાં એમ જણાવેલું કે શાકંભરીને રાજાને પરાજય કરીને તથા શાલીપુર નામના ગામમાં પિતાના લશ્કરને રાખીને ચિતોડની શોભા જેવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નક્કી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦ ૭માં અથવા તે પછી ટૂંક સમયમાં રચાયું હશે.
આ ઉપરાંત, દેવચન “માનમુદ્રાજન” નામની બીજી એક રચના હતી, એમ અન્ય સ્થળોએ મળતા ઉલેખ ઉપરથી સમજી શકાય છે, પણ એ કૃતિનો હાલમાં પત્તો લાગતો નથી.
યશપાલનું મોહરાજપરાજય
કુમારપાલની પછી પાટણની ગાદીએ આવેલા અજયપાલના મંત્રી યશપાલે રચેલું મહરાજપરાય” એક રૂપક છે અને તે સં ૧૨૨૯ અને ૧૨૩ર વચ્ચે રચાયું હોવાનું મનાય છે. એમાં આચાર્ય હેમચન્દ્રના ઉપદેશથી કુમારપાલે કરેલો જૈન ધર્મના સિદ્ધાન્તોનો સ્વીકાર, તેણે કરેલો પવધનો અને સાત વ્યસનોનો નિષેધ તથા રાજ્યમાં નાવારસ મરનારનું ધન જપ્ત કરવાની રૂઢિ–દતીવિત્ત–નો પ્રતિબંધ ઇત્યાદિ બાબતોનું વર્ણન છે. નાટકના મુખ્ય વિષય તરીકે એમાં કુમારપાલ મેહ ઉપર કેવી રીતે વિજ્ય મેળવે છે તથા વિવેક અને શાન્તિદેવીની પુત્રી કૃપાસુન્દરી સાથે લગ્ન કરે છે એ બતાવ્યું છે. આ લગ્નની તિથિ સં. ૧૨૧૬ ના માગશર સુદ બીજની આપવામાં આવી છે, આથી કેટલાક વિદ્વાનો આ તિથિએ કુમારપાલે જૈન ધર્મનો સ્વીકાર કરેલો એમ માને છે.
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org