________________
પ્રાસ્તાવિક
છેલ્લાં પંદરેક વર્ષ દરમ્યાન જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા, ઈતિહાસ, સાહિત્ય અને ભાષાવિષયક આશરે દોઢસો જેટલા મારા લેખોમાંથી આપણા સામાન્ય વિદ્યારસિક વર્ગને કંઇક ચિકર થાય તેવા પ્રકારના કેટલાક લેખોને એક નાનકડો સંગ્રહ તૈયાર કરવાની સૂચના શ્રી ભૂખણવાળા તરફથી થતાં આ લેખસંગ્રહ તૈયાર કર્યો છે.
લેખોનો પ્રસિદ્ધિકાળ અને સ્થાનાદિ “સમયનિર્દેશ” માં બતાવ્યાં છે. એક સંગ્રહરૂપે છાપતાં મૂળ લેખોમાં કઈ ખાસ ફેરફાર કર્યો નથી. માત્ર એક જ વિષયનાં જુદાં જુદાં અંગોનું નિરૂપણ કરતા, જુદે જુદે સમયે લખાયેલા અને છપાયેલા લેખમાં અનિવાર્ય એવી કેટલીક પુનરુક્તિઓ એ લેખો એકીસાથે છાપતાં દૂર કરી છે. વળી કેટલેક સ્થળે વિગતની પૂર્તિ કરી છે તથા પાછળથી થયેલાં સંશોધનોને નિર્દેશ કર્યો છે. આ પુસ્તકમાં સંગૃહીત થયેલા લેખો અહીં છપાયા છે તે સ્વરૂપે જ પ્રામાણિક ગણવા વિનંતી છે.
જુદે જુદે વખતે લખાયેલા આ સર્વ લેજોની ગુણવત્તા એકસરખી નહીં હોય, છતાં આપણે ઈતિહાસ અને પુરાતત્ત્વના રસિકને આ સંગ્રહ કંઈક કામનો થઈ પડશે એવી આશા છે.
આ સંગ્રહના કાર્યમાં મને અનેક રીતે સહાય કરવા માટે અધ્યાપક ઉમાશંકર જોષી અને કેશવરામ શાસ્ત્રી તથા શ્રી ભૂખણવાળાનો હું ઋણી છું. ઉચ્ચ અભ્યાસ અને ) સંશોધન વિભાગ, ગૂ. વ. સ.
ભેગીલાલ જ, સાંડેસરા - અમદાવાદ
તા. ૨૬-૬-૪પ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org