________________
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ
૫. દેવચન્દ્ર હેમચન્દ્રને ગુરુનું નામ પણ દેવચન્દ્ર છે, તેથી જૈન ગ્રન્થાવલિમાં ભૂલથી આ દેવચન્દ્રને હેમચન્દ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. હેમચન્દ્રના એક શિષ્યનું નામ પણ દેવચન્દ્ર હતું. તેમણે
ચન્દ્રલેખાવિજયપ્રકરણ’ નામનું નાટક લખેલું છે અને તેની હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાં છે. આ નાટકની રચનામાં એક શેષભટ્ટારકે સહાય કરી હતી, એમ તેના અંતમાં ઉલ્લેખ છે. પરંતુ આ શેષભદ્રારક કોણ તે જાણી શકાતું નથી. ચન્દ્રલેખાવિજ્યપ્રકરણની નાયિકા તરીકે ચલેખા વિદ્યાધરીને કલ્પવામાં
આવી છે. પરંતુ કુમારપાલે સપાદલક્ષના રાજા અર્ણોરાજને હરાવ્યું તે પરવે કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશંસાત્મક નાટક છે. વળી નાટક કુમારપાલની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ પણ સંભવિત છે, કેમકે કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસન્તોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિત અર્થે ભજવવાને તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે.૨૪ અર્ણોરાજ સાથેનો કુમારપાલનો વિગ્રહ અનેક વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ કુમારપાલનો સંપૂર્ણ ૨૩. ચંદ્રલેખાવિજયપ્રકરણને અંતે –
विद्याम्भोनिधिमन्थमन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः सान्निध्यकरतिर्विशेषविधये श्रीशेषभट्टारकः । यस्य स्तः कविपुङ्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा कीर्तिस्तस्य जगत्त्रये विजयतात् साद (?) ललीलायिते ॥
—–જેસલમેર ભંડારની સૂચિ (ગા. ઓ. સી.), પૃ. ૬૪ २४. 'कुमारविहारे मूलनायकपाश्वजिनवामपा वस्थितश्रीमदजितनाथदेवस्य वसन्तोत्सवे कुमारपालपरिषच्चेतःपरितोषायास्य प्रणयनम् ।'
–એજન
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org