________________
ઇતિહાસની કેડી રાત્રે મંત્રી આભડ અને હેમચન્દ્ર વચ્ચે, કુમારપાલ પછી ગાદી કેને મળવી જોઈએ એ વિષે મંત્રણા ચાલતી હતી. હેમચન્ટે કહ્યું :
ગાદી તે પ્રતાપમાને મળવી જોઈએ. અજયપાલ તમારા સ્થાપેલા ધર્મનો નાશ કરશે.” આભડે કહ્યું : “ગમે તે તોપણ પિતાનો હોય તે જ સારે.' બાલચકે આ સાંભળ્યું અને અજયપાલને કહ્યું. આથી અજયપાલને રામચન્દ્ર વગેરે ઉપર ટૅપ થયે. હેમચન્દ્રના અવસાન પછી બત્રીસ દિવસે અજયપાલના વિષપ્રયોગથી કુમારપાલનું અવસાન થયું. હેમચન્દ્ર પ્રત્યેના વૈરને કારણે અજયપાલે તપાવેલા લોઢાના આસન પર બેસાડી રામચન્દ્રનું મરણ નીપજાવ્યું.૧૪ આવી જ હકીકત મેરૂતુંગના “પ્રબન્ધચિન્તામણિમાં, ૧૫ જયસિંહસૂરિના કુમારપાલચરિત માં અને જિનમંડનગણિના ‘કુમારપાલપ્રબંધમાં મળે છે.
પુરાતન પ્રબન્ધસંગ્રહ'ના એક પ્રબન્ધમાં રામચન્દ્રના મરણ સંબંધી એવી હકીકત જણાવેલી છે કે, “હેમસૂરિના શિષ્યો રામચન્દ્ર
૧૪. પ્રબન્ધકોશ (સિંધી જૈન ગ્રન્થમાલાની આવૃત્તિ), પૃ. ૯૮
૧૫. પ્રબચિન્તામણિ લખે છે કે (ફ. ગૂ. સભા ની આવૃત્તિ પૃ. ૧૪પ) ત્રાંબાના પતરા ઉપર બેસાડી રામચંદ્રનું મરણ નીપજાવવાનો ચત્ન કરવામાં આવ્યો હતો, પણ તેઓ નીચેનો દુહો બેલી જીભ કરડી મરણ પામ્યા હતા
महीवीढह सचराचरह जिण सिरि दिन्हा पाय ।
तसु अत्थमणु दिणेसरह होउत होहि चिराय ।। [ આ સચરાચર પૃથ્વીના માથે જેમણે પગ મૂકે છે એવા દિનેશ્વર સૂર્યને અસ્ત થાય છે. થવાનું હોય તે લાંબે કાળે પણ થયા કરે છે.]
પુરાતનપ્રબન્ધસંગ્રહના એક પ્રબમાં (પૃ. ૪૭) હેમચન્દ્રના અવસાન પછી શ્રી સંઘને શેક શમાવતા રામચન્દ્રના મુખમાં આ દુહો મૂકવામાં આવ્યું છે.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org