________________
ઇતિહાસની કેડી
સત્યહરિશ્ચન્દ્રની પ્રસ્તાવનામાં રામચન્દ્ર ગર્ભિત રીતે પિતાને આનંદનાં સાધને એક લાકમાં વર્ણવે છે, તે ઉપરથી તેમના મુક્ત માનસનો સારી રીતે ખ્યાલ આવી શકશે–
सूक्तशे रामचन्द्रस्य वसन्त : कलगीतय : ।
स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैते हर्षवृष्टय : ॥ રામચન્દ્રનો નેત્રનાશ
રામચન્દ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબો ઉપરથી જણાય છે. પ્રબન્ધકાર એનાં ચમત્કારિક કારણો આપે છે. “પ્રભાવકચરિત” લખે છે કે– હેમચન્દ્રાચાર્યું જ્યારે સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે તેમને જિનશાસનમાં “એકદષ્ટિ’ બનવાની સૂચના કરી હતી, આથી તેમની જમણી આંખ તત્કાળ નાશ પામી હતી. ૧૧ “ પ્રબચિન્તામણિ” કાર જણાવે છે કે–શ્રીપાલ કવિએ રચેલી સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિ પત્થર ઉપર કરવામાં આવી ત્યારે તેનું અવલોકન કરવા માટે સર્વ વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સર્વ વિદ્વાનો પ્રશસ્તિકાવ્યને સંમતિ આપે તો તમારે એ પર કંઈ ટીકા કરવી નહીં, એવી સૂચના સાથે હેમચન્દ્ર રામચન્દ્રને તે જોવા મોકલ્યા. પ્રશસ્તિમાં રાજાની મમતા હોવાથી તથા શ્રીપાલ કવિના સૌ પ્રત્યેના સૌજન્યને કારણે સર્વ વિદ્વાનો કહેવા લાગ્યા કે સર્વ કે બરાબર છે અને તેમાંયે પોરનાવિ ગુર્ત રવિત એ લોક સુન્દર છે. સિદ્ધરાજે રામચન્દ્રને પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ જરા વિચાર કરવા જેવું છે, અને વિશેનારિવાળા કાવ્યમાં વ્યાકરણ સંબંધી બે દોષો તેમણે બતાવ્યા.
આ વખતે સિદ્ધરાજની નજર લાગવાથી (સિદ્ધરી સગાતદષ્ટિઢોળ) પાછા વળતાં ઉપાશ્રયમાં પેસતાં રામચન્દ્રની એક આંખ ફૂટી ગઈ. ૧૨
૧૧. પ્રભાવકચરિત: હેમાચાર્ય પ્રબન્ધ, લોક ૧૩૦-૧૪૦ ૧૨. પ્રબન્ધચિન્તામણિ (ફા. ગુ. સભાની આવૃત્તિ), પૃ. ૧૦૧-૨-૩,
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org