________________
ઇતિહાસની કેડી
તથા નાટક આદિના સ્વરૂપ પર આમાં વિસ્તૃત રૂપમાં અને પ્રમાણરૂપમાં વિવેચન કરવામાં આવ્યું હશે. એમાં જણાવ્યા મુજબ, ગ્રન્થ પ૦૦૦ લોકપ્રમાણનો છે. એકલા રૂપકની જ ચર્ચા કરતો આટલો મોટો ગ્રન્થ સંસ્કૃત સાહિત્યમાં બીજે કઈ નથી. ધનંજયે પોતાના “દશરૂપક” પ્રસ્થમાં દશ રૂપકે ગણાવ્યાં છે; બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રનો પ્રસ્તુત ગ્રન્થ જે મળી આવે તો આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે એ ચોક્કસ છે. “પ્રબન્ધશત’ શબ્દ ગ્રન્થોની સંખ્યાને વાચક નથી, પરંતુ વિશિષ્ટ ગ્રન્થનું તે નામ હોવું જોઈએ, એમ આ પ્રમાણ ઉપરથી લગભગ એકસપણે કહી શકાય. “કૌમુદીમિત્રાણંદ” અને “નિર્ભયભીમવ્યાયોગ' – જેની પ્રસ્તાવનામાં રામચન્દ્ર પોતે પ્રબન્ધશત લખ્યા હોવાનું જાહેર કરે છે તે–લખાયાં તે વખતે રામચન્ટે સો પ્રબો પૂરા લખ્યા હશે એમ માનવું તે કરતાં એ નામનો ગ્રન્થ લખ્યો હશે એમ માનવું વધારે સયુક્તિક છે.
રામચન્દ્ર વૈદલ્મ રીતિને ચાહે છે. “નલવિલાસ'માંની
वैदर्भी यदि बद्धयौवनभरा प्रीया सरत्याऽपि किम् ।। એ ક્ષિષ્ટ ઉકિત વેદભી રીતિ પ્રત્યેને તેના પ્રેમ સુચવે છે. એ રીતિ તેનાં સર્વ નાટકમાં જણાય છે.
श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता ।
अर्थव्यक्तिरुदारत्वमोज : कान्तिसमाधयः ॥ એ વૈદભ રીતિના ગુણો રામચન્દ્રની કૃતિઓમાં ઠીકઠીક ખીલેલા માલુમ પડે છે. “નલવિલાસ’માં નાટકના પ્રાણરૂપ વિવિધ રસો પરમ કટિમાં રચવાનો દાવો રામચન્ટે ગર્વપૂર્વક કર્યો છે, તે કંઈ ટે નથી. શ્રી. રામનારાયણ પાઠક કહે છે તેમ, શાર્દૂલવિક્રીડિત વગેરે લાંબાં વૃત્તોની રચનામાં અને અન્યત્ર પણ ભવભૂતિની અસર આ
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org